SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૩ મનેમન આમ વિચારી તે બ્રાહ્મણ પિતાની પત્નીને કહેવા લાગ્યા, “હે શાણું પ્રિયા ! આ તું શું બોલે છે ? આપણા સુખ માટે આ નિર્દોષ બાળકને તું ભેગ આપવા વિચારે છે, તે શું યુક્ત છે ખરું? તને આ અશુભ વિચાર કેમ આવ્યો? તું ઉત્તમ એવા બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલ હેવા છતાં આ કષાય જે વિચાર તને કેમ આવ્યો?” ત્યારે તે તૃષ્ણાવતી કહેવા લાગી, “આપણે ચાર પુત્રો છે, તેમાંથી એક એ છે થાય તે શું બગડી જવાનું છે ? આપણું આ દુઃખી દિવસોનો તો અંત આવશે ને ? તમારે વધારે બીજા વિચારો કરવાના નથી. જાએ આ પુત્રને રાજાને સેંપી દે, નહિતર હું જઈને આપી આવીશ.” પિતાની પત્નીને આ ઉત્તર શ્રવણ કરવા છતાં બ્રાહ્મણે તેને વિવિધ પ્રકારે સમજાવી; પરંતુ પથ્થર પર પાણી પડે તેમ તેને કંઈ જ અસર થઈ નહિ. તેમજ સ્ત્રીહઠ પાસે તેનું કંઈ ચાલ્યું નહિ. બ્રાહ્મણ તેમ છતાં રાજાને પુત્ર આપવા તૈયાર થયે જ નહિ. ત્યારે તે તૃષ્ણાવતી જ રાજા પાસે જઈને પુત્રને આપી આવી અને સવાલાખ સોનૈયા લઈ આવી. પુત્રહત્યા જેવું નિદય કાર્ય કરવા છતાં તેને કેઈ દુખ થયું નહિ, પરંતુ તે તે ધન મળવાથી આનંદવિભોર બની ગઈ આ છે સંસારનું સ્વરૂપ પાપ કરવાથી માનવ દુઃખી થાય છે અને ધર્મ પુણ્ય કરવાથી જ માનવ સુખી થાય છે. આ કુદરતી કાનૂન હોવા છતાં લોકે સુખભેગની લાલચે મં. ૧૮
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy