SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન પૂર્વક નિરીક્ષણ કરતા વિજ્ઞાનશાસ્ત્રીની પેઠે આ બધા પ્રશ્નોને વિચાર કરવાને મેં પ્રયાસ કર્યો છે અને તે પણ એમ જ કરશે એવી હું આશા રાખું છું. રાષ્ટ્રીયતા અને પિતાને સ્થાને શેભે પરંતુ એ ભરેસે ન કરી શકાય એ મિત્ર અને જોખમકારક ઇતિહાસકાર છે. ઘણુયે બનાવની બાબતમાં તે આપણી આંખે પાટા બાંધે છે અને કેટલીક વાર ખાસ કરીને આપણા દેશની સાથે જ્યારે એને સંબંધ હોય ત્યારે તે સત્યને વિપર્યાસ કરે છે. એથી કરીને હિંદના ઇતિહાસ વિષે વિચાર કરતી વખતે આપણું બધી આપત્તિઓને દેશ અંગ્રેજો ઉપર ન ઢળીએ એ બાબતમાં આપણે સાવધાની રાખવી જોઈએ. ૧૯મી સદીમાં ઈંગ્લેંડના મૂડીવાદીઓ તેમ જ ઉદ્યોગપતિઓએ હિંદનું શેષણ કેવી રીતે કર્યું એ જોઈ લીધા પછી હવે આપણે એશિયાના બીજા એક મહાન દેશ, હિંદના પ્રાચીન કાળના મિત્ર, અને સૌથી પુરાણું રાષ્ટ્ર ચીનમાં જઈએ. અહીં આપણને પશ્ચિમના દેશનું જુદા જ પ્રકારનું શોષણ જોવા મળે છે. હિંદની પેઠે ચીન કેઈ પણ યુરોપી દેશનું સંસ્થાન કે પરાધીન રાષ્ટ્ર ન બન્યું. એ અવદશામાંથી તો તે બચી ગયું કેમકે આખા દેશને એકત્ર રાખી શકે એવી મધ્યસ્થ સરકાર છેક ૧૯મી સદીના વચગાળાના સમય સુધી ત્યાં હતી. આપણે જોઈ ગયાં કે હિંદુસ્તાન આ પહેલાં ૧૦૦ વરસે ઉપર એટલે કે મેગલ સૌમ્રાજ્યના પતન પછી છિન્નભિન્ન થઈ ગયું હતું. ચીન પણ ૧લ્મી સદીમાં નબળું પડયું હતું ખરું. પરંતુ છેવટ સુધી તેની એકતા ટકી રહી અને વિદેશી રાજ્યની માહમાંહેની ઈર્ષોએ ચીનની દુર્બળતાને વધારે પડતે લાભ લેતાં તેમને ક્યાં. ચીન વિષેના મારા છેલ્લા (૯૪મા) પત્રમાં ચીન સાથે પિતાને વેપાર વધારવાને માટે અંગ્રેજોએ કરેલા પ્રયાસની વાત મેં તને કરી હતી. અંગ્રેજ રાજા ત્રીજા ર્જના પત્રના જવાબમાં મંચુ સમ્રાટ ચિચેનલંગે જે અતિશય રૂઆબભર્યો અને અધિકારપૂર્ણ પત્ર લખ્યું હતું તેમાંથી એક લાંબો ઉતારે પણ મેં તને આપે હતો. આ ૧૭૯૨ની સાલમાં બન્યું હતું. આ સાલ તને યુરોપમાં તે સમયે ભારે ઊથલપાથલ થઈ રહી હતી તેની યાદ આપશે–એ ક્રાંસની કાંતિને કાળ હતું. એ પછી નેપોલિયન અને તેનાં યુદ્ધો આવ્યાં. આ બધા સમય દરમ્યાન ઈંગ્લેંડ જીવ પર આવીને નેપોલિયન સાથે લડી રહ્યું હતું અને તેને દમ લેવાની પણ નવરાશ નહોતી. એટલે નેપોલિયનનું પતન થયું અને ઇંગ્લંડને જીવમાં જીવ આવ્યું ત્યાં સુધી ચીન સાથે પિતાને વેપાર વધારવાના સવાલને અવકાશ જ નહોતું. પરંતુ એ પછી તરત જ, ૧૮૧૬ની સાલમાં બીજું એક બ્રિટિશ પ્રતિનિધિ મંડળ ચીન મોકલવામાં આવ્યું. પરંતુ મુલાકાત વખતે પાળવાની વિધિની બાબતમાં કંઈક મુશ્કેલી ઊભી થઈ એટલે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy