SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૭૪૭ પરંતુ દમન બંગાળને દબાવી દેવામાં સફળ ન થયું. એટલે કંઈ નહિ તે થોડા લોકોને પણ ટાઢા પાડવાને ખાતર રાજવહીવટમાં સુધારો કરવાને ઠરાવ ઉતાવળથી કરવામાં આવ્યું. તે સમયની નીતિ પણ તે પછીના સમયમાં હતી અને આજેયે છે તે પ્રમાણે રાષ્ટ્રવાદીઓમાં ફૂટ પાડવાની હતી. વિનીતાને રીઝવીને પોતાના પક્ષમાં લેવા અને ઉદ્દામવાદીઓને કચરી નાખવા એ સરકારની નીતિ હતી. ૧૯૦૮ની સાલમાં “મિન્ટો–મેલ નામથી ઓળખાતા સુધારાઓની જાહેરાત કરવામાં આવી. વિનીતોને રીઝવવામાં સરકાર આ રીતે સફળ થઈ તેઓ એનાથી ખુશ ખુશ થઈ ગયા. ઉદ્દામવાદીઓને નેતા જેલમાં હતું એટલે તેઓને જુસ્સો નરમ પડી ગયો હતો અને રાષ્ટ્રીય ચળવળ નબળી પડી ગઈ આમ છતાં પણ બંગાળમાં ભાગલા સામેની લડત ચાલુ જ રહી અને વિજય મળતાં તેને અંત આવ્યો. ૧૯૧૧ની સાલમાં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા નાબૂદ કર્યા. આ સફળતાએ બંગાળીઓના હૃદયમાં નવો જુસ્સો પેદા કર્યો. પરંતુ ૧૯૦૭ની ચળવળને અંત આવ્યો અને હિંદુસ્તાન રાજકીય દષ્ટિએ ફરી પાછું સુસ્ત થઈ ગયું. ૧૯૧૧માં એ પણ જાહેર કરવામાં આવ્યું કે દિલ્હી હિંદની રાજધાની બનશે. દિલ્હી – અનેક સામ્રાજ્યની રાજધાની તેમ જ અનેક સામ્રાજ્યની કબર દિલ્હી. જે સમયે મહાયુદ્ધ ફાટી નીકળ્યું તથા નેપોલિયન પછીનાં ૧૦૦ વરસને જમાનો પૂરે થયે ત્યારે ૧૯૧૪ની સાલમાં હિંદની આ દશા હતી. એ યુદ્ધ હિંદ ઉપર પણ ભારે અસર કરી પરંતુ એને વિષે હું તને હવે પછી • કંઈક કહીશ. આખરે ૧૯મી સદીના હિંદનું ખ્યાન મેં પૂરું કર્યું. આજથી અઢાર ૧ વરસ ઉપરના સમય સુધી મેં તને લાવી દીધી છે. અને હવે આપણે હિંદ છોડીને આવતા પત્રમાં ચીન જઈશું અને બીજા પ્રકારના સામ્રાજ્યવાદી શેષણનું નિરીક્ષણ કરીશું. ૧૧૪. બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૧૪ ડિસેમ્બર, ૧૯૩૨ ઔદ્યોગિક તેમ જ યાંત્રિક ક્રાંતિની હિંદ ઉપર શી અસર થવા પામી તથા નવા સામ્રાજ્ય હિંદ ઉપર કેવી રીતે કાર્ય કર્યું એ વિષે મેં તને કંઈક વિસ્તારથી કહ્યું છે. હિંદી હોવાને કારણે હું એક પક્ષકાર છું અને મને નથી લાગતું કે નિષ્પક્ષ દૃષ્ટિથી હું એને નિહાળી શકું. પરંતુ પ્રશ્નની એક જ બાજુ સાબિત કરવાને ઉત્સુક એવા રાષ્ટ્રવાદીની પેઠે નહિ પણ હકીકતેનું તટસ્થતા
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy