SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન મેરી કેલરીજ એ પ્રમાણે ગાય છે. ભૂતકાળે આપણને અનેક ભેટ આપી છે. વાસ્તવમાં, સંસ્કૃતિ, સભ્યતા, વિજ્ઞાન અથવા તે સત્યની કઈક બાજુનું જ્ઞાન એ બધુંયે આપણને દૂરના તેમ જ નજીકના ભૂતકાળ તરફથી જ ભેટમાં મળ્યું છે. ભૂતકાળ પ્રત્યેનું આપણું ત્રણ આપણે માન્ય રાખીએ એ ઉચિત છે. પરંતુ ભૂતકાળનું ઋણ માન્ય શખવા માત્રથી આપણું કર્તવ્ય કે આપણી જવાબદારી પૂરી થતી નથી. ભવિષ્યકાળ પ્રત્યે પણ આપણું ઋણ છે. અને ભૂતકાળના આપણું ઋણ કરતાં કદાચ એ ત્રણ વિશેષ હશે. કેમકે, ભૂતકાળમાં જે કંઈ થઈ ગયું છે તે થઈ ગયું અને પૂરું થયું, આપણે તેને બદલી શકીએ એમ નથી. પરંતુ ભવિષ્યકાળ તે હજી આવવાને છે અને કદાચ આપણે એને આપણી ધારણા પ્રમાણે કંઈક અંશે ઘડી શકીએ. ભૂતકાળે આપણને સત્યની અમુક બાજુઓનું દર્શન કરાવ્યું. પરંતુ ભવિષ્યકાળ પણ પિતાના ગર્ભમાં સત્યની અનેક બાજુએ છુપાવીને બેઠે છે અને તે આપણને તેની જ કરવાનું આમંત્રે છે. પરંતુ ઘણી વાર ભૂતકાળને ભવિષ્યની ઈર્ષા હોય છે અને તે પોતાના ભીષણ પાશમાં આપણને જકડી રાખે છે. અને ભવિષ્યનો સામનો કરવાને તથા તેના પ્રતિ આગળ વધવાને મુક્ત થવા માટે આપણે તેની સાથે ઝઘડવું પડે છે. એમ કહેવામાં આવે છે કે, ઇતિહાસ આપણને અનેક પાઠ શીખવે છે. વળી એને વિષે એમ પણ કહેવાય છે કે ઈતિહાસનું પુનરાવર્તન કદી પણ થતું નથી. એ બંને વસ્તુ સાચી છે, કેમકે આંધળા બનીને તેની નકલ કરવાને પ્રયત્ન કરવાથી તેમ જ તેનું પુનરાવર્તન થાય તથા તે સ્થગિત રહે એવી અપેક્ષા રાખવાથી પણ આપણે તેમાંથી કશું શીખી શકતાં નથી, પરંતુ તેની ભીતરમાં ઊતરીને ઝીણવટપૂર્વક તપાસ કરવાથી તથા તેને ગતિમાન કરી રહેલાં બળની ખેજ કરવાનો પ્રયાસ કરવાથી આપણે કંઈક શીખી શકીએ. આમ છતાંયે એમાંથી આપણને સીધે અને સ્પષ્ટ જવાબ ભાગ્યે જ મળે છે. કાર્લ માકર્સ કહે છે કે, “ઇતિહાસ પુરાણ પ્રશ્નોને જવાબ એક જ રીતે આપે છે અને તે નવા પ્રશ્નો રજૂ કરીને.” ( પુરાણે જમાને શ્રદ્ધાને – અંધશ્રદ્ધાને જમાને હતે. શિલ્પીઓ, કારીગરો અને સામાન્ય રીતે જનતાની અદમ્ય શ્રદ્ધા વિના ગત સદીઓનાં અદ્ભુત મંદિર, મસ્જિદે તેમ જ દેવળા બાંધી શકાયાં ન હોત. ભક્તિભાવથી એક ઉપર એક ચણવામાં આવેલા પથ્થરે અથવા તેમના ઉપર કોતરવામાં આવેલી મરમ આકૃતિઓ એ શ્રદ્ધાની સાક્ષી પૂરે છે. પુરાણાં મંદિરનાં શિખરે, નાજુક મિનારાઓવાળી મછિદો તેમ જ ગથિક ઢબનાં દેવળો એ બધાં આકાશ તરફ ઊંચી દષ્ટિ રાખીને ઊંડા ભક્તિભાવથી પથ્થર અને આરસપહાણ દ્વારા જાણે પ્રાર્થના કરી રહ્યાં હોય એમ લાગે છે. જો કે, જે પુરાણી
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy