SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ છેલા પત્ર ૧૧૭ માનવીઓ આપણાથી ભિન્ન હરશે અને છતાંયે તે ઘણી રીતે બિલકુલ આપણા જેવાં જ હશે અને લગભગ એના એ જ માનવી ચુણા તથા માનવી દોષોથી તેઓ પણ ભરેલાં હશે. ઇતિહાસ એ કંઈ જાદુઈ તમાશેા નથી પરંતુ જે જોઈ શકે છે તેને માટે તે તેમાં અખૂટ જાદુ ભરેલા છે. – ઇતિહાસની છાજલી ઉપરનાં અસંખ્ય ચિત્ર આપણા મનમાં ખડાં થાય છે. મિસર – મેબિલન – નિનેવા – હિંદની પ્રાચીન સંસ્કૃતિ આર્યાંનું હિંદમાં આગમન અને તેમનું યુરોપમાં તથા એશિયામાં પથરાઈ જવું ચીની સંસ્કૃતિની અદ્ભુત કારકિર્દી — ાસાસ અને ગ્રીસ સામ્રાજ્યવાદી રેશમ અને ખાઇઝેન્ટયમ –– એ ખડાની આરપાર આરઓની વિજયકૂચ — હિંદી સંસ્કૃતિની પુનર્જાગૃતિ અને તેનું પતન — જેને વિષે બહુ ઓછા લાકા જાણે છે તે અમેરિકાની માયા અને આઝટેક સંસ્કૃતિ — મગાલ લોકોની વિશાળ થતો – યુરેાપના મધ્યયુગ અને તે સમયનાં ગોથિક શિલ્પનાં અદ્ભુત દેવળા હિંદમાં ઇસ્લામનું આગમન અને મોગલ સામ્રાજ્ય — પશ્ચિમ યુરેપમાં વિદ્યા તથા કળાની પુનજાગૃતિ — અમેરિકાની તથા પૂર્વ તરફના સમુદ્રમાર્ગોની શોધ — પૂર્વના દેશો ઉપર પશ્ચિમના દેશાના આક્રમણના આરંભ પ્રચંડ યત્રાનું આગમન તથા મૂડીવાદના વિકાસ — ઉદ્યોગવાદના ફેલાવા તથા યુરોપનું પ્રભુત્વ અને તેને સામ્રાજ્યવાદ તથા આધુનિક દુનિયાની વિજ્ઞાનની અદ્ભુત સિદ્ધિ. - --- ઈજીપ્તસત્તા થઈ ધૂળધાણી, વિચારગ` તળિયે ભરાણી. પડયું મહાગ્રીસ, પડવુ જ ટ્રોય, કિરીટહીણું વળી રામ સ્હાય. તે ઊતર્યું વેનિસનુંય પાણી. પરંતુ જે કાંઈક સ્વપ્ન સેવ્યાં એ સર્વાંનાં કૈં શિશુએ, ન જેવાં અસાર ને વ્યથ, ઉડત, છાંયશાં, હવાસમાં જે નહિવત્ ઉરે લસ્યાં, ટકી રહ્યાં એક જ એ જ દૈવાં ! ----- મોટાં મોટાં સામ્રાજ્યા ઉદય પામ્યાં અને તેમના નાશ થયા. માનવી તેમને ભૂલી ગયા અને હજારો વરસ સુધી તેઓ એ વિસ્તૃત સ્થિતિમાં રહ્યાં. રેતીના થરા નીચે ઢંકાયેલા અવશેષોને ધૈર્યવાન સ`શેાધકાએ ખાદીને બહાર કાઢવા ત્યાં સુધી તેઓ એ જ સ્થિતિમાં રહ્યાં. અને આમ છતાંયે, અનેક વિચારો તથા કલ્પનાઓ યુગયુગાન્તરે તે ભેદીને ટકી રહે છે અને તે સામ્રાજ્ય કરતાં વધારે બળવાન અને ટકાઉ પુરવાર થઈ છે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy