________________
૧૪૦૧
જગતના ઇતિહાસનું રેખાદર્શન પાછળ રહેલી અમાપ ધગશ અને હિટલરના પક્ષમાં જોડાયેલા લોકેની મેટી સંખ્યા છે. આ
નાઝી પ્રતિક્રાંતિ ૧૯૩૩ના માર્ચ માસમાં થઈ પરંતુ એ ચળવળની આરંભદશાને તને કંઈક ખ્યાલ આપવા માટે એની વાત હું કંઈક આગળના સમયથી શરૂ કરીશ. , ૧૯૧૮ની જર્મનીની ક્રાંતિ એ સાચી ક્રાંતિ નહતી, વાસ્તવમાં એ ક્રાંતિ જ નહોતી. કેઝર ચાલ્યો ગયે અને નવા પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી પરંતુ જૂની રાજકીય, સામાજિક તથા આર્થિક વ્યવસ્થા તે તેની તે જ ચાલુ રહી હતી. થોડાં વરસ સુધી સામાજિક લેકશાહીવાદીઓના હાથમાં રાજસત્તા રહી. તેઓ જૂના પ્રત્યાઘાતીઓ તથા સ્થાપિત હિતેથી બહુ ડરતા હતા અને તેઓ હમેશાં તેમની સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરતા હતા. તેમની પાછળ તેમના પક્ષનું તથા મજૂર મહાજનનું ભારે પીઠબળ હતું અને એ ઉપરાંત બીજાઓની પણ તેમના પ્રત્યે સહાનુભૂતિ હતી. તેમના પક્ષના સભ્યોની સંખ્યા લાખની હતી. પરંતુ પ્રત્યાઘાતી તો સામે તેમણે હમેશાં રક્ષણાત્મક નીતિ અખત્યાર કરી; માત્ર પોતાના જ પક્ષના ઉદ્દામ વલણના લેક તેમ જ સામ્યવાદીઓ તરફ જ તેમણે આક્રમણકારી વલણ રાખ્યું. પિતાના કાર્યમાં તેમણે એ ભારે ગોટાળો કર્યો કે તેમના ઘણા પક્ષકારે તેમને છોડી ગયા. મજૂરે તેમને છોડીને સામ્યવાદીઓના પક્ષમાં ભળ્યા અને મધ્યમ વર્ગના તેમના પક્ષકારે પ્રત્યાઘાતીઓનાં દળમાં જઈ ભળ્યા. સામાજિક લોકશાહીવાદીઓ અને સામ્યવાદીઓ વચ્ચે નિરંતર ઝઘડે ચાલ્યા કરે, એને લીધે એ બંને પક્ષે નબળા પડ્યા.
મહાયુદ્ધ પછીનાં વરસમાં જર્મનીમાં મોટા પ્રમાણમાં ચલણને કુલા છે ત્યારે જર્મન ઉદ્યોગપતિઓ અને મેટા મોટા જમીનદારો તેની તરફેણમાં હતા. જમીનદારે ભારે દેવામાં ડૂબી ગયા હતા અને તેમની જમીનદારી ગીર મુકાઈ ગઈ હતી. તેમણે વાસ્તવમાં જેનું લગભગ કશુંયે મૂલ્ય નહતું તેવાં આ કૃત્રિમ રીતે વધારવામાં આવેલાં નાણુમાં પિતાનું દેવું ભરી દીધું અને પિતાની જમીનજાગીરને કબજે ફરી પાછો મેળવ્યું. મોટા મોટા ઉદ્યોગપતિઓએ પિતાનાં કારખાનાંઓમાં સુધારાવધારા કર્યા અને મેટાં મોટાં ટ્રસ્ટે ઊભાં કર્યા. જર્મને માલ અતિશય સો થઈ ગયો અને તેને સર્વત્ર અનુકૂળ બજારે મળી ગયાં. આથી જર્મનીમાં બેકારી નષ્ટ થઈ ગઈ મજૂર વર્ગ મજૂર મહાજનામાં મજબૂત રીતે સંગઠિત થયું હતું અને માર્કના ભાવ ગગડી ગયા તે છતયે તે પિતાના મજૂરીના દરે ટકાવી રાખવામાં સફળ થયા હતા. ચલણના ફુલાવાથી મધ્યમ વર્ગ ઉપર ભારે ફટકો પડ્યો અને તે સાવ કંગાળ બની ગયે. ૧૯૨૩–૨૪ની સાલમાં આ રીતે અકિંચન બની ગયેલે આ મધ્યમ