SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ જર્મનીમાં નાઝીઓને વિજય ૧૪૫ સહેજ આંચકો લાગતાં તે પડી ગયું. હિંદમાં પણ વિતી ગયેલા યુગના ઘણા ફ્લડલ અવશેષે મેજાદ છે અને વિદેશી સત્તાને તેમને સધિયાર ન મળે હેત તે ઘણું કરીને એ બધા ઝડપથી અદશ્ય થઈ જાત. પરંતુ જર્મનીમાં તાજેતરમાં થયેલા ફેરફારે બિલકુલ જુદી જ જાતના છે અને તેણે સમગ્ર યુરોપને હચમચાવી મૂક્યું છે અને સંખ્યાબંધ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. જર્મન જેવા સંસ્કારી અને અતિશય આગળ વધેલા લે કે પાશવી અને હેવાનિયત ભર્યા આચરણમાં રાચે એ દુનિયા માટે એક આશ્ચર્યકારક અનુભવ છે. જર્મનીમાં હિટલર તથા નાઝી પક્ષને વિજય થયો છે. નાઝીઓને ફાસિસ્ટ કહેવામાં આવે છે અને તેમના વિજ્યને પ્રત્યાઘાતને વિજય લેખવામાં આવે છે, એટલે કે ૧૯૧૮ની જર્મનીની ક્રાંતિ તથા તે પછી પ્રગતિની દિશામાં ત્યાં જે કંઈ બનવા પામ્યું હતું તે બધાને ધોઈ નાખવામાં આવ્યું એમ માનવામાં આવે છે. એ બધું સંપૂર્ણપણે સાચું છે અને હિટલરવાદમાં તને ફાસીવાદનાં બધાંયે તો માલૂમ પડશે. એ એક ઝનૂની પ્રત્યાઘાતી ચળવળ છે અને ફાસીવાદની પેઠે તે પણ બધાંયે ઉદાર તો તથા ખાસ કરીને મજૂરે ઉપર પાશવી હુમલે કરે છે. આમ છતાંયે હિટલરવાદ અથવા નાઝીવાદ એ કેવળ પ્રત્યાઘાત કરતાં કંઈક વિશેષ છે. અને ઈટાલિયન ફાસીવાદ કરતાં એ ચળવળ કંઈક વધારે વ્યાપક છે અને વિશેષે કરીને સામુદાયિક લાગણી ઉપર રચાયેલી છે. એ સામુદાયિક લાગણી શ્રમજીવી મજૂરોની નહિ પણ અકિંચન થઈ ગયેલા અને ભૂખે મરતા તથા ક્રાંતિકારી બનેલા મધ્યમવર્ગની હતી. - ઈટાલી વિષેના મારા આગળના એક પત્રમાં મેં ફાસીવાદ વિષે ચર્ચા કરી હતી. એમાં મેં બતાવી આપ્યું હતું કે, આર્થિક કટોકટીને પ્રસંગે મૂડીવાદી રાજ્યની હસ્તી જોખમમાં આવી પડી હતી તે વખતે ફાસીવાદને ત્યાં આરંભ થયો હતો. સંપત્તિ ધરાવનાર મૂડીદાર વર્ગે સામુદાયિક ચળવળ ઊભી કરીને પિતાની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો. એ ચળવળ નીચલા થરના મધ્યમવર્ગની આસપાસ તેમણે ઊભી કરી અને ભલાળા ખેડૂતે તથા શ્રમજીવી મજૂરોને તેના તરફ આકર્ષવા માટે તેમણે ભ્રામક પિકારો તથા સૂત્રોને ઉપયોગ કર્યો. સત્તા હાથ કર્યા પછી બધીયે લેકશાહી સંસ્થાઓને તેમણે નિર્મૂળ કરી, પિતાના દુશ્મનોને કચરી નાખ્યા તથા ખાસ કરીને મજૂરોની બધી સંસ્થાઓ તેડી નાખી. પ્રધાનપણે તેમનું શાસન હિંસા ઉપર નિર્ભર છે. નવા રાજ્યમાં મધ્યમવર્ગના તેના ટેકાદાને નેકરીઓ આપવામાં આવી અને સામાન્ય રીતે ઉદ્યોગ ઉપર અમુક પ્રમાણમાં રાજ્યને અંકુશ દાખલ કરવામાં આવ્યું છે. જર્મનીમાં આ બધું બનતું આપણું જોવામાં આવે છે અને એ બધાની અપેક્ષા પણ રાખવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યકારક વસ્તુ તે એની
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy