SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ નેતૃત્વ માટે ઇંગ્લંડ અને અમેરિકા વચ્ચે ઝુંબેશ ૧૩૮૧ વિકસતા જતા ઉદ્યોગોને ખાતર તેણે પોતાની ખેતીવાડીને ભાગ આપ્યા હતા. તેનાં વહાણા દરેક ખદરેથી વેપારના માલ તથા દૂંડી લઈ આવતાં હતાં. ઔદ્યોગિક ક્ષેત્રમાં તેની આવી ભારે પ્રગતિ થયેલી હાવાથી સ્વાભાવિક રીતે જ તે મૂડીનું સૌથી માટું બજાર બની ગયું અને હરેક પ્રકારની વિદેશી જામીનગીરીએ ત્યાં એકઠી થવા પામી. તેને મદદરૂપ નીવડનાર બીજી એક વસ્તુ એ હતી કે આખી દુનિયાની સાનાની છતનેા કે તૃતીયાંશ ભાગ બ્રિટિશ સામ્રાજ્યમાં એટલે કે દક્ષિણ આફ્રિકા, કૅનેડા, આસ્ટ્રેલિયા અને હિંદુસ્તાનમાં હતા. લંડનમાં એ દેશની સેનાની ખાણાને તૈયાર બજાર મળી ગયું. લંડનની બૅંક આફ ઇંગ્લંડ મુકરર કરેલા ભાવથી એ દેશની બધુંયે સાનું ખરીદી લેતી હતી. ખાણેામાં ઉત્પન્ન થતું આ રીતે, લંડન શહેર દેશદેશાન્તરની ક્રૂડી, જામીનગીરી અને સેનાનું કેન્દ્રસ્થ બજાર બની ગયું. તે દુનિયાનું આર્થિક પાટનગર બની ગયું અને પરદેશામાં પોતાને! હિસાબ ચૂકવવા માગનાર દરેક સરકાર અથવા શરાફ પોતાના દેશમાં એને માટેનાં સાધના ન મળે તે પ્રસ ંગે લંડન આવતા અને ત્યાં આગળ તેને હરેક પ્રકારના વેપારી તથા નાણાંકીય કાગળા તેમ જ સાનું મળી રહેતાં. પાઉન્ડનું ચલણી નાણું વેપારનું નક્કર `ચિહ્ન બની ગયું. જો ડેન્માર્ક કે સ્વીડનને દક્ષિણ અમેરિકામાં કશી ખરીદી કરવી હોય તો તેને કોન્ટ્રાક્ટ પાઉન્ડના ચલણમાં થતા. જો કે એ રીતે ખરીદ કરવામાં આવેલ માલ કદીયે ઇંગ્લેંડ આવો નહાતે. ઇંગ્લંડને માટે એ અતિશય ફાયદાકારક રાજગાર હતો કારણ કે તેની આ પ્રકારની કામગીરીના બદલામાં આખીયે દુનિયા તેને કંઈક વળતર આપતી હતી. આ રીતે તેને સીધેસીધા ફાયદા ત થતા જ હતા, પરંતુ તે ઉપરાંત પરદેશી વેપારી પેઢી ભવિષ્યમાં પેાતાનું દેણુ પતાવવાના આશયથી ઇંગ્લંડની બૅકામાં ખેતાનું લેણું અનામત રાખતી હતી. આ બધી અનામત રકમે તે બૅ ક ટૂંકી મુક્ત માટે પોતાના ધરાકાને ક્ાયદાકારક રીતે ધીરતી હતી. વળી ઇંગ્લંડની એંકાને પરદેશી ઉદ્યોગપતિના વેપારને લગતી બધી માહિતી મળતી હતી. તેમના હાથમાંથી પસાર થતી દડીઓ ઉપરથી જર્મન અથવા ખીજા પરદેશી વેપારીએ માલની શી કિમત લે છે તેની, તેમ જ પરદેશેામાંના તેમના ગ્રાહકોનાં નામેાની સુધ્ધાં તેમને ખબર પડતી. આ માહિતી ઈંગ્લેંડના ઉદ્યોગાને બહુ જ ઉપયાગી થઈ પડતી, કેમ કે પોતાના પરદેશી હરીફાને તોડી પાડવામાં તે તેમને મદદરૂપ નીવડતી હતી. આ આંતરરાષ્ટ્રીય રાજગારને મજબૂત બનાવવાને તેમ જ તેમાં વધા કરવાને અર્થે ઇંગ્લંડની બેં કા દુનિયાભરમાં ઠેકઠેકાણે પોતાની શાખા તથા એજન્સીએ ઉધાડતી હતી. પરદેશાને બ્રિટિશ ઉદ્યોગાના પ્રભુત્વ નીચે લાવવામાં ज--४५
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy