SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮૦ જગતના ઈતિહાસનું રેખાદર્શન સામાન્ય રીતે, અડસટ્ટાથી કહીએ તો દેશની આયાત-નિકાસનાં પાસાં લગભગ સમાન હોય છે. બીજી રીતે કહીએ તે, દરેક દેશ પિતાને માલ પરદેશ મેકલીને તેના બદલામાં પિતાને જોઈને માલ મેળવે છે. પણ આ હકીકત સંપૂર્ણપણે સાચી નથી. અને ઘણી વાર બંને રીતે થેડીઘણી વધઘટ રહે છે એટલે કે દેશની નિકાસ કરતાં આયાત વધી જાય અથવા એથી ઊલટું આયાત કરતાં નિકાસ વધી જવા પામે. જ્યારે આયાતનું મૂલ્ય નિકાસના મૂલ્ય કરતાં વધી જાય ત્યારે તેને “પ્રતિકૂળ વેપાર તુલ' (એડવર્સ બૅલન્સ) કહેવામાં આવે છે અને દેશને પિતાના હિસાબની પતાવટ કરવા માટે વધારાની રકમ ભરવી પડે છે. ભિન્ન ભિન્ન દેશોમાં આવતા જતા માલને પ્રવાહ કદીયે એકસરખો કે એકધારે નથી હોતે. તેમાં વારંવાર ફેરફાર થાય છે અને ભરતીઓટ આવે છે. અને એમાં ફેરફાર થતાં ઠંડીની માગ અને છતમાં પણ ફેરફાર થવા પામે છે. એક દેશ પાસે એક પ્રકારની હૂંડીઓ મોટા પ્રમાણમાં હોય અને જે પ્રકારની હૂંડી તે વખતે જોઈતી હોય તે તેની પાસે પૂરતા પ્રમાણમાં ન હેય એમ ઘણી વાર બને છે. આમ, ફ્રાંસ પાસે જર્મની ઉપરની જર્મન માર્કની હૂંડીઓ જોઈએ તે કરતાં વધારે હોય પરંતુ અમેરિકાને હિસાબ પતાવવા માટે ડોલરની હૂંડીઓ તેની પાસે પૂરતા પ્રમાણમાં ન હોય એમ બને. એવા સંજોગોમાં કાંસ જર્મન માર્કની દંડીઓ વેચીને તેને બદલે યુનાઈટેડ સ્ટેટ્સ ઉપરની ડોલરની હૂંડીઓ ખરીદવા ચાહે છે. જ્યાં આગળ આંતરરાષ્ટ્રીય લેવડદેવડ કરી શકાય એવું ઠંડીનું કેન્દ્રસ્થ બજાર હોય ત્યાં જ એમ કરી શકાય. જ્યાં આગળ નીચેની ત્રણ શરતે પૂરી પડતી હોય તે દેશમાં જ એવું બજાર સંભવી શકે? ૧. પરદેશે સાથે તેને વેપાર બહુ બહોળા અને વિવિધ પ્રકારને હે જોઈએ કે જેથી કરીને બધા પ્રકારની દંડીઓને જ મોટા પ્રમાણમાં તેની પાસે હેય. ૨. ત્યાં આગળ દરેક પ્રકારની જામીનગીરીઓ ઉપલબ્ધ હોવી જોઈએ, એટલે કે, મૂડી માટેનું એ સૌથી મોટું બજાર હોવું જોઈએ. ૩. વળી, તે સોનાનું પણ સૌથી મોટું બજાર હોવું જોઈએ કે જેથી કરીને હૂંડીઓ અને જામીનગીરીઓનો અભાવ હોય તે પ્રસંગે ત્યાંથી સોનું સહેલાઈથી મેળવી શકાય. આખીયે ૧૯મી સદી દરમ્યાન આ ત્રણ શરતે પૂરી પાડી શકે એ દેશ એક માત્ર ઈગ્લેંડ જ હતે. આધુનિક ઉદ્યોગના ક્ષેત્રમાં તે પ્રથમ હેવાથી અને સામ્રાજ્યના રૂપમાં મોટા પ્રદેશને ઇજારે તેની પાસે હોવાથી તેણે દુનિયામાં સૌથી મેટા પ્રમાણમાં પિતાને પરદેશ સાથે વેપાર ખીલવ્યો હતો. પિતાના
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy