SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨૨ ગતના ઇતિહાસનું રેખાદર્શીન - સહારને માટે નહિ પણ શાંતિમય રચનાત્મક કાર્ય માં ~ પછાત દેશનું સમાજવાદના સિદ્ધાંત અનુસાર ઉદ્યોગીકરણ કરવાના કાર્યમાં રાષ્ટ્રનું સમગ્ર ખળ કેન્દ્રિત કર્યું. પરંતુ ઉપલા વર્ગના તેમ જ મધ્યમવર્ગના ખેડૂતોને ભારે હાડમારી વેઠવી પડી અને ઘણી વાર તો એમ લાગતું હતું કે એ પ્રચંડ યોજના પડી ભાગશે અને સાવિયેટ સરકારને પણ તે કદાચ પોતાની સાથે ઘસડી જશે. આ સ્થિતિમાં અડગપણે એને વળગી રહેવા માટે અખૂટ ધૈર્યની જરૂર હતી. ધણા આગેવાન ખેલ્શેવિકા માનતા હતા કે, ખેતીને અંગેના કાર્યક્રમના ખેાજો તથા તેમાંથી નીપજતી હાડમારીઓ અતિશય કપરી છે અને તેથી કરીને તે થાડેા હળવા કરવા જોઈ એ. પરંતુ સ્ટૅલિનની માન્યતા એવી નહાતી. શાંતિથી અને દૃઢતાપૂ ક તે એને વળગી રહ્યો. તે વાતેાડિયા નહોતા; તે ભાગ્યે જ જાહેરમાં ખેલતા. પૂનિમિ`ત ધ્યેય તરફ આગળ વધતી અટલ વિધિની લાહ પ્રતિમા સમે તે લાગતા હતા. આ ધૈય અને આ અટલ નિશ્ચયના ચેપ કંઈક અંશે સામ્યવાદી પક્ષના સભ્યાને તેમ જ રશિયાના મજૂરોને પણ લાગ્યા. પંચવર્ષીયેાજનાની તરફેણ કરતા અવિરતપણે ચાલુ રહેલા પ્રચારે પ્રજાના ઉત્સાહ ટકાવી રાખ્યો અને નવા પુરુષાર્થ કરવાને તેને ઉત્તેજિત કરી. પાણીની મદદથી વીજળી ઉત્પન્ન કરવા માટેનાં પ્રચંડ કારખાનાંઓ તથા નદીના બધા, પુલ, અને કારખાનાંઓ બાંધવામાં તેમ જ ખેતી માટેના મોટા મોટા સામૂહિક બગીચા રચવામાં જનતાએ ભારે રસ દર્શાબ્યા. ઇજનેરીના ધંધા સૌથી વધારે લાકપ્રિય બન્યા અને ઇજનેરીની ભારે સિદ્ધિએની યાંત્રિક વિગતાથી છાપાં ઊભરાવા લાગ્યાં. મરુભૂમિ તથા ભેજવાળાં સપાટ જંગલામાં વસતી થઈ ગઈ અને પ્રત્યેક ઔદ્યોગિક કેન્દ્રની આસપાસ મોટાં મેટાં નવાં શહેર વસ્યાં. નવી સડકૈા, નવી રેલવેએ — માટે ભાગે વીજળીથી ચાલતી તથા નવી નહેરો આંધવામાં આવી અને હવાઈ વ્યવહાર ઠેકઠેકાણે શરૂ કરવામાં આવ્યા. રાસાયણિક પદાર્થાંના, યુદ્ધસરજામ પેદા કરવાના તેમ જ આજારા તૈયાર કરવાના વગેરે ઉદ્યોગેા ખીલવવામાં આવ્યા અને સેવિયેટ રાજ્ય પ્રચંડ એંજિન, ટ્રકટરો, મોટરો, ટરબાઈન એંજિને, મેટર એંજિના અને અરોપ્લેના વગેરે ઉત્પન્ન કરવા લાગ્યું. વિશાળ પ્રદેશમાં વીજળીની વ્યવસ્થા થઈ ગઈ અને રેડિયાના ઉપયાગ સર્વસામાન્ય થઈ ગયા. એકારીનું નામનિશાન રહ્યું નહિ કેમકે રચનાકાય તેમ જ ખીજાં કામ એટલું બધું હતું કે તેમાં મળી શકે એટલા બધાયે મજૂરો રોકાઈ ગયા. યોગ્ય તાલીમ પામેલા ઇજનેરશ પરદેશોમાંથી પણ આવ્યા અને તેમને સહર્ષ વધાવી લેવામાં આવ્યા. આની સાથે સાથે એ યાદ રાખવા જેવું છે કે, યુરોપ તેમ જ અમેરિકામાં સત્ર મદીનું મોજું ફ્રી વળ્યું હતું તેમ જ ત્યાં આગળ જબરદસ્ત પ્રમાણમાં એકારી વધી ગઈ હતી તે વખતે રશિયામાં આ સ્થિતિ હતી. -
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy