SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ રશિયાની પંચવર્ષી યોજના ૧૩૨૧ પરંતુ લેતું અને પોલાદનાં કારખાનાઓ રેલવેના પાટા તથા એંજેિને ભલે બનાવે પણ રેલવે લાઈન બાંધવામાં આવે ત્યાં સુધી તેમને ઉપયોગ કરી શકાતું નથી. એમ થતાં વખત લાગે છે અને ત્યાં સુધી એ રોજગારમાં ઘણા મેટા પ્રમાણમાં નાણાં રોકાઈ રહે છે અને એ રીતે દેશ તેટલા પ્રમાણમાં ગરીબ બને છે. એથી કરીને, બહુ જ ઝડપી ગતિથી ભારે ઉદ્યોગે ઊભા કરવા માટે રશિયાને ભારે ભોગ આપવા પડ્યા. આ બધી રચના કરવા માટે, પરદેશથી લાવવામાં આવેલી એને માટેની યંત્રસામગ્રીની કિંમત સેનાથી અને રેકડ નાણામાં પતાવવી પડતી હતી. આ કેવી રીતે થઈ શકે? પરદેશમાં એ વસ્તુઓનાં નાણાં ચૂકવવા માટે સેવિયેટ રાજ્યના પ્રજાજનેએ પેટે પાટા બાંધ્યા, ભૂખમરો વેઠયો અને જીવનને જરૂરની કેટલીયે વસ્તુઓ વિના પણ ચલાવી લીધું. તેમણે પિતાની ખોરાકીની વસ્તુઓ પરદેશ મોકલી આપી તેમાંથી મળતાં નાણાંથી યંત્રની કિંમત ચૂકવી. ઘઉં, જવ, અનાજ, શાકભાજી, ફળફળાદિ, ઈડાં, માખણ, માંસ, મરઘાં, બતકાં, મધ, માછલી, ખાંડ, જાતજાતનાં તેલ અને મીઠાઈઓ વગેરે ખપી શકે એવી દરેક વસ્તુઓ તેમણે પરદેશ મોકલી આપી. આ બધી વસ્તુઓ તેમણે બહાર એકલી એને અર્થ એ કે તેમણે એમના વિના ચલાવી લીધું. રશિયાના લેકિને માખણ નહોતું મળતું અથવા બહુ જ ઓછા પ્રમાણમાં મળતું હતું કેમ કે તે તેમને યંત્રનાં નાણું ચૂકવવા માટે પરદેશ મેકલવું પડતું. એ જ રીતે બીજી બધી વસ્તુઓની બાબતમાં પણ પંચવર્ષી યોજના પ્રમાણેને આ ભગીરથ પ્રયાસ ૧૯૨૯ની સાલમાં શરૂ થશે. ક્રાંતિને જુસ્સો ફરી પાછો પ્રગટ થયે, આદર્શની પ્રેરણાએ જનતાને ઉત્તેજિત કરી અને તેણે પિતાની સમગ્ર શક્તિ આ નવી ઝુંબેશમાં કામે લગાડી. એ કઈ પરદેશી કે દેશની અંદરના દુશમનની સામેની ઝુંબેશ નહતી. એ રશિયાની પછાત પરિસ્થિતિ સામેની, મૂડીવાદના અવશેષો સામેની અને જીવનના નીચા ધેરણ સામેની ઝુંબેશ હતી. ઉત્સાહપૂર્વક તેમણે વળી વધુ ભોગે આપ્યા અને કડક તથા નિગ્રહી જીવન ગાળ્યું. જેના તેઓ ગૌરવશાળી અને અધિકારી વિધાયકે હતા તે આશાસ્પદ મહાન ભવિષ્યને ખાતર તેમણે વર્તમાનનું બલિદાન આપ્યું. ભૂતકાળમાં રાષ્ટ્રએ એક મહાન કાર્યની સિદ્ધિ પાછળ પિતાને સઘળે પુરુષાર્થ કેન્દ્રિત કર્યો છે, પરંતુ માત્ર યુદ્ધકાળમાં જ એમ બનવા પામ્યું છે. મહાયુદ્ધ દરમ્યાન જર્મની, ઈંગ્લેંડ તથા કાંસ યુદ્ધ જીતવાના માત્ર એક જ હેતુને ખાતર જીવતાં હતાં. એ હેતુને ખાતર બીજી બધી વસ્તુઓને ગૌણ બનાવી દેવામાં આવી હતી. સોવિયેટ રશિયાએ ઈતિહાસમાં પહેલી જ વાર
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy