SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન સોવિયેટ સરકાર તથા ત્રીજા આંતરરાષ્ટ્રીય મજૂરસંધના સત્તાવાર સામ્યવાદને વિરોધ કરી રહ્યો છે. ટ્રૌસ્કીને નિકાલ કર્યા પછી, સ્ટલિન પોતાની ખેતીવિષયક અથવા તે ખેડૂતોને અંગેની નીતિને આગળ ધપાવવામાં અસાધારણ હિંમતથી કામે લાગે. તેને મહામુશ્કેલ પરિસ્થિતિને સામને કરવાનું હતું. બુદ્ધિજીવી લેકો દુઃખમાં આવી પડ્યા હતા અને બેકાર બની ગયા હતા તેમ જ મજૂર વર્ગમાં પણ હડતાલે પડતી હતી. તેણે કુલક અથવા ધનિક ખેડૂતે ઉપર ભારે કરે નાખ્યા અને એ નાણું તેણે ગ્રામવિભાગમાં સમૂહખેતી નિર્માણ કરવામાં ખરચ્યાં. સમૂહખેતી એટલે કે સહકારી ધોરણે વિશાળ ખેતરોમાં કરવામાં આવતી ખેતી. એ ખેતરોમાં ઘણા ખેડૂતે એક સાથે કામ કરે છે અને તેમાંથી થત નફે આપસમાં વહેંચી લે છે. કુલકે તથા માલદાર ખેડૂતેએ એ નીતિ સામે અણગમો દર્શાવ્યો અને સેવિયેટ સરકાર ઉપર તેઓ અતિશય ક્રોધે ભરાયા. તેમને એ ડર લાગ્યો કે તેમનાં ઢોરઢાંખર તથા ખેતીની સાધનસામગ્રી તેમના પડોશી ગરીબ ખેડૂતોનાં ઢોરઢાંખર તથા સાધનસામગ્રી સાથે ભેળવી દેવામાં આવશે અને એ ડરના માર્યા તેમણે પિતાનાં બધાંયે ઢોરોની એકસામટી કતલ કરી નાખી. આ રીતે હેરોને એટલા મોટા પ્રમાણમાં સંહાર કરવામાં આવ્યું કે બીજે વરસે ખેરાકીની વસ્તુઓ, માંસ તથા દૂધ માખણ વગેરે ડેરીની પેદાશની ભારે તંગી ઊભી થઈ સ્ટેલિનને માટે આ અચિંતવ્યો ફટક હતું પરંતુ તે દઢતાપૂર્વક પિતાના કાર્યક્રમને વળગી રહ્યો. એટલું જ નહિ પણ, તેને વિકસાવ્યું અને તેમાંથી આખા સેવિયેટ રાજ્યને આવરી લેતી ખેતી તેમ જ ઉદ્યોગો માટેની એક મહાન જના તૈયાર કરી. એ પેજના પ્રમાણે રાજ્ય તરફથી ઊભા કરવામાં આવેલા મોટા મોટા નમૂનારૂપ ખેતીના બગીચાઓ તથા સમૂહખેતીના બગીચાઓ દ્વારા ખેડૂત વર્ગને ઉદ્યોગેની વધુ નજીક લાવવાનો હતો તથા મેટાં મોટાં કારખાનાંઓ અને પાણીથી ઉત્પન્ન કરવામાં આવતી વીજળીનાં કારખાનાંઓ ઊભાં કરીને તેમ જ ખાણોનું ખોદકામ તથા એવી બીજી વસ્તુઓ શરૂ કરીને દેશનું ઉદ્યોગીકરણ કરવાનું હતું. અને આ બધાની સાથે સાથે જ કેળવણી, વિજ્ઞાન, સહકારી ધોરણે વેચાણ તથા ખરીદી, લાખે મજૂરને માટે બાંધવાનાં ઘરે તથા એકંદરે મજૂરના જીવનનું ધોરણ ઊંચું કરવા વગેરે બાબતોને અંગેની બીજી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવાની હતી. સારી દુનિયામાં મશહૂર થયેલી આ પંચવર્ષી જના હતી. એ એક જબરદસ્ત અને ભગીરથ કાર્યક્રમ હતું અને આગળ વધેલા તથા શ્રીમંત દેશ માટે એક પેઢી જેટલા સમયમાં પણ તે પાર પાડવાનું મુશ્કેલ હતું. રશિયા જેવા પછાત અને ગરીબ દેશે તે પાર પાડવાનું બીડું ઝડપવું એ મૂખની અવધિ સમાન લાગતું હતું.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy