SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ રશિયાની પંચવષી યાજના ૧૩૧૭ વ્યવહારમાં પડી ગયું. આથી ટ્રોવ્સ્કીએ ભયસૂચક પાકાર ઉઠાવ્યા, અને જણાવ્યું કે, જગવ્યાપી ક્રાંતિ કરવાના ઉદ્દેશની વધારે ઉદ્દામ નીતિ અખત્યાર કરવામાં ન આવે તે ક્રાંતિ જોખમમાં છે. આ પડકારને પરિણામે ટ્રાટ્કી તથા ટૅલિન વચ્ચે ભારે ક્રૂ' થયું; તેમની વચ્ચેના એ ઝધડાએ કેટલાંક વરસા સુધી સામ્યવાદી પક્ષને હચમચાવી મૂક્યો. એ ઝધડાને પરિણામે સ્ટૅલિનના સંપૂર્ણ વિજય થયા. એનું મુખ્ય કારણ એ હતું કે, સ્ટૅલિનના હાથમાં પક્ષના તત્રના સંપૂર્ણ કાબૂ હતો. ટૉલ્સ્કી તથા તેના પક્ષકારોને ક્રાંતિના દુશ્મના તરીકે ગણવામાં આવ્યા અને તેમને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા. ટ્રોવ્સ્કીને પ્રથમ સાઇબેરિયા મોકલવામાં આવ્યે અને પછીથી તેને સોવિયેટ રાજ્યમાંથી હદપાર કરવામાં આવ્યેા. . સ્ટૉલન અને ટ્રોલ્સ્કી વચ્ચેના તાત્કાલિક ઝઘડા, ખેડૂત વર્ગને સમાજવાદના પક્ષમાં લેવાને અર્થે ખેતીને અંગે ઉદ્દામ નીતિ અખત્યાર કરવાની ૉલિનની દરખાસ્તને કારણે થવા પામ્યા હતા. ખીજા દેશમાં ગમે તે થાય તેની પરવા કર્યાં વિના રશિયામાં સમાજવાદ નિર્માણ કરવાના એ પ્રયત્ન હતો. ટ્રોવ્સ્કીએ એ નીતિ ફેંકી દીધી અને ‘ કાયમી ક્રાંતિ ’ના પોતાના સિદ્ધાંતને તે વળગી રહ્યો. તેણે જણાવ્યું, કે એના વિના ખેડૂતને સ ંપૂર્ણ પણે સમાજવાદી બનાવી શકાય એમ નથી. ખરી વાત એમ છે કે ટ્રાટ્કીની ઘણી સૂચનાઓને સ્ટૉલને અમલ કર્યાં પણ તે પોતાની રીતે ટ્રોવ્સ્કીની રીતે નહિ. એ બાબતમાં ટ્રોવ્સ્કીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ‘ પરંતુ રાજકારણમાં તે કેવળ વસ્તુ શું છે એ નહિ પણ તેની રીત શી છે તથા તે જોળ કરે છે એ હકીકત નિર્ણાયક હોય છે.’’ આ રીતે એ એ સમ પુરુષો વચ્ચેના ઝઘડાનો અંત આવ્યા અને જેના ઉપર તેણે વીરતાભર્યાં અને તેજસ્વી ભાગ ભજવ્યા હતા તે રંગમાંચ ઉપરથી ટ્રાસ્ટ્સને હડસેલી મૂકવામાં આવ્યેા. જે સોવિયેટ રાજ્યને તે એક પ્રધાન શિલ્પી હતા તેમાંથી તેને દેશવટો લેવા પડ્યો. લગભગ બધા મૂડીવાદી દેશે। એ ક્રિયાશીલ પુરુષથી ડરતા હતા અને એમાંના કાઈએ તેને શ્વેતાને ત્યાં પેસવા દીધા નહિ. ઇંગ્લેંડે તેને પોતાને ત્યાં આવવાની પરવાનગી ન આપી અને યુરોપના બીજા ઘણાખરા દેશોએ પણ એમ જ કર્યું. આખરે તુર્કીનાં ઇસ્ત ંબુલથી થાડે દૂર આવેલાં પ્રિપેા ટાપુમાં તેને થાડા વખત માટે આશરો મળ્યો. હવે તેણે પોતાને વખત લેખનકાર્યમાં આપવા માંડ્યો અને રશિયન ક્રાંતિના ઇતિહાસ ' એ નામનું અદ્વિતીય પુસ્તક તેણે લખ્યું. સ્ટૅલિન વિષેના એને દ્વેષ હજી એ થયા નથી અને તીખી ભાષામાં તેની ટીકા કરવાનું તથા તેના ઉપર પ્રહારો કરવાનું તેણે ચાલુ જ રાખ્યું છે. દુનિયાના કેટલાક ભાગોમાં વ્યવસ્થિત ટ્રોલ્સ્કી પક્ષ ઊભા થયા છે અને તે -૪૧
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy