SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ જાપાન દુનિયાને ગણકારતું નથી ૧૨૯૫ સત્તાઓએ ચીનની અખંડિતતા કાયમ રાખવાની પ્રતિજ્ઞા કરી. એનો અર્થ એ થયું કે જાપાને ચીનમાં પિતાના પગ પસારવાની આશા છોડી દેવી રહી. એ પરિષદમાં ઈગ્લેંડ અને જાપાન વચ્ચેના ઐક્યનો પણ અંત આવ્યું અને દૂર પૂર્વમાં જાપાન એકલું અને અટૂલું બની ગયું. બ્રિટિશ સરકારે સિંગાપોરમાં એક જબરદસ્ત નૌકામથક બાંધવાનો આરંભ કર્યો અને દેખીતી રીતે જ એ જાપાનને માટે ધમકીરૂપ હતું. ૧૯૨૪ની સાલમાં યુનાઈટેડ સ્ટેટ્સ જાપાન- વિધી પરદેશીઓના આગમનને લગતા કાયદો પસાર કર્યો; કેમ કે, તેને જાપાની મજૂરને ત્યાં આવતા બંધ કરવા હતા. આ પ્રકારના જાતિને કારણે ઉદ્ભવતા ભેદભાવ પરત્વે જાપાનમાં ભારે રોષની લાગણી પ્રકટ થઈ પૂર્વના બીજા દેશમાં પણ કંઈક અંશે એની સામે વિરોધની લાગણી દર્શાવવામાં આવી. પરંતુ જાપાન અમેરિકા સામે કશુંયે કરી શકે એમ નહોતું. એકલા પડી ગયેલા અને ચારે બાજુએથી વિરોધીઓથી ઘેરાયેલા જાપાને રશિયા તરફ પોતાની નજર કરી અને ૧૯૨૫ના જાન્યુઆરી માસમાં તેણે તેની સાથે સંધિ કરી. એ અરસામાં જાપાન ઉપર જે ભીષણ આફત આવી પડી અને જેને પરિણામે તે અતિશય દુર્બળ બની ગયું તે વિષે મારે તને કંઈક કહેવું જ જોઈએ. આ આફત તે ૧૯૨૫ના સપ્ટેમ્બરની પહેલી તારીખે થયેલે ભયંકર ધરતીકંપ. એની સાથે સાથે જ સમુદ્રની ભરતીનું ભારે મેજું ફરી વળ્યું અને ટેકિયેના મહાન પાટનગરમાં આગ લાગી. આ વિશાળ નગરને તેમ જ કેહામા બંદરનો નાશ થયે. એક લાખ કરતાંયેં વધારે માણસે મરણ પામ્યા અને બીજી જબરદસ્ત ખુવારી થઈ. જાપાની લેકેએ ઘેર્યા અને દૃઢતાપૂર્વક આ આફતને સામનો કર્યો અને જૂના શહેરનાં ખંડિયેરે ઉપર તેમણે નવું ટોકિયા શહેર બાંધ્યું. પિતાની મુશ્કેલીઓને કારણે જાપાને રશિયા સાથે સંધિ કરી હતી. પરંતુ એનો અર્થ એ નથી કે તેને સામ્યવાદ માન્ય હતે. સામ્યવાદ એટલે કે, સમ્રાટ-પૂજા, યૂડલ વ્યવસ્થા અને શાસક વર્ગના આમજનતાના શેષણને અથવા કહે કે વર્તમાન સમાજવ્યવસ્થાને માન્ય બધી જ વસ્તુઓને અંત. પ્રજામાં દિનપ્રતિદિન વધતી જતી હાડમારીઓ તથા વિટંબણાઓને કારણે જાપાનમાં આ સામ્યવાદને વિકાસ થઈ રહ્યો હતે. ઔદ્યોગિક હિતિ આમપ્રજાનું વધુ ને વધુ શેષણ કરી રહ્યાં હતાં. દેશની વસ્તી બહુ જ ઝડપથી વચ્ચે જતી હતી. તે અમેરિકા કે કેનેડામાં કે ઓસ્ટ્રેલિર્યાના રસકસ વિનાના વેરાન પ્રદેશમાં પણ જઈને વસી શકતી નહોતી. એ બધે તેમની સામે કાર બંધ કરી દેવામાં આવ્યાં હતાં. ચીન નજીક હતું પણ તે તે વસતીથી ઊભરાતું હતું. કરિયા તેમ જ મંચૂરિયામાં થોડા પ્રમાણમાં જાપાનીઓ જઈને વસ્યા હતા. આવી પિતાની ખાસ પ્રકારની મુશ્કેલીઓ ઉપરાંત સમગ્ર દુનિયા
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy