SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન ત્યાં આગળ હજી સુધી નિરાળા મધ્યમ વર્ગના હાથમાં રાજ્યસત્તા આવી નથી. વાસ્તવમાં જાપાનમાં ઈજારાનું પ્રમાણ એટલું બધું છે કે, દેશના ઉદ્યોગો તેમ જ રાજકારણનો બધે કાબૂ ગણ્યાગાંઠ્યાં બળવાન કુટુંબેના હાથમાં છે. જાપાનમાં બૌદ્ધધર્મ ઘણું લાંબા સમયથી કપ્રિય ધર્મ રહ્યો છે, પરંતુ પૂર્વજપૂજાની ઉપર વિશેષ ભાર મૂકનારે શિન્ટ ધર્મ રાષ્ટ્રીય ધર્મ જેવો બની ગયો છે. એ પૂજામાં ભૂતપૂર્વ સમ્રાટે, રાષ્ટ્રના વીરપુરૂષ અને ખાસ કરીને યુદ્ધમાં પિતાનું બલિદાન આપનારાઓને સમાવેશ થાય છે. એ રીતે, એ દેશપ્રેમ તથા શાસન કરતા સમ્રાટ પ્રત્યે આજ્ઞાંકિતપણાની ભાવના ફેલાવવાના એક પ્રબળ અને અસરકારક સાધનરૂપ બની ગયો છે. જાપાની લેકે પિતાની અપૂર્વ દેશભક્તિ તેમ જ દેશ માટે પિતાનું બલિદાન આપવાની શક્તિ માટે જગમશહૂર છે. પરંતુ એ વાતની બધાને ખબર નથી કે એ અતિશય ઉગ્ર પ્રકારને રાષ્ટ્રવાદ છે અને જગવ્યાપી સામ્રાજ્ય સ્થાપવાનાં સ્વમાં તે સેવે છે. ૧૯૧૫ની સાલના અરસામાં જાપાનમાં એક નવો સંપ્રદાય શરૂ થયું હતું. એ સંપ્રદાયનું નામ મોક્યો” છે. અને બહુ જ ઝડપથી તે આખા દેશમાં ફેલાવા પામ્ય છે. એ સંપ્રદાયને પ્રધાન સિદ્ધાંત એ છે કે, જાપાન સારી દુનિયાનું શાસક બને અને સમ્રાટ તેનો સર્વોપરી વડે બને. એ સંપ્રદાયના વતી જણાવવામાં આવ્યું હતું કે : - “આપણે ઉદ્દેશ માત્ર એટલો જ છે કે, જાપાનના સમ્રાટને સમગ્ર દુનિયાને સમ્રાટ બનાવ; કેમ કે, સ્વીચ દુનિયાના પ્રાચીનમાં પ્રાચીન પૂર્વજ પાસેથી આધ્યાત્મિક મિશનને વારસ ધરાવનાર દુનિયામાં એ જ એક માત્ર શાસક છે.” આપણે આગળ જોઈ ગયાં તેમ, મહાયુદ્ધ દરમ્યાન, પિતાની ૨૧ માગણીઓ રજૂ કરીને જાપાને ચીનને દાટી આપવા પ્રયત્ન કર્યો હતે. એ માગણીઓની સામે અમેરિકા તથા યુરોપમાં વિરોધને ભારે પિકાર ઊઠયો તેથી તેને જોઈતું હતું તે બધું તે ન મળ્યું, પરંતુ એમ છતાયે તેને ઠીકઠીક મળ્યું એમ કહી શકાય. ઝારશાહી રશિયાનું પતન થતાં, મહાયુદ્ધ પછી એશિયામાં પિતાના પગ પસારવાની જાપાનને આદર્શ તક મળી ગઈ. તેનું સૈન્ય સાઈબેરિયામાં દાખલ થયું અને તેના એજટે મધ્ય એશિયામાં છેક સમરકંદ અને બુખારા સુધી પહોંચી ગયા. સેવિયેટ વ્યવસ્થા નીચે રશિયા ફરી પાછું બેઠું થયું તેથી અને કંઈક અંશે અમેરિકાના વિરોધ અને અવિશ્વાસને કારણે તેનું એ સાહસ નિષ્ફળ નીવડયું. એ હમેશાં યાદ રાખવું જોઈએ કે અમેરિકા અને જાપાન ' વચ્ચે જરા સરખોયે પ્રેમ નથી. તેમને એકબીજા વિષે ભારે અણગમે છે. પ્રશાંત મહાસાગરના કાંઠા ઉપરથી તેઓ સામસામા ઘુરકિયાં કરે છે. ૧૯૨૨ની સાલની વોશિંગ્ટન પરિષદ જાપાનની મહત્ત્વાકાંક્ષા ઉપર ભારે ફટકા સમાન હતી. એમાં અમેરિકાની મુત્સદ્દીગીરીને વિજય થયું. એમાં જાપાન સહિત નવ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy