SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન નુકસાનીની રકમ અને વધુ છૂટછાટો પરાણે પડાવી લેત. આપણે આગળ જોઈ ગયાં છીએ તે પ્રમાણે, ૧૮૪૦ની સાલમાં થયેલા અફીણના વિગ્રહથી માંડીને લગભગ એક સદી સુધી અચૂકપણે તેમણે એ જ રીત અખત્યાર કરી છે. પણ હવે સમય બદલાયે હતા અને જુદી જ જાતનું ચીન હવે તેમની સમક્ષ ખડું થયું હતું. આથી, તત્કાળ, અને પહેલી જ વાર બ્રિટિશ સરકારની ચીન સંબંધી નીતિમાં પણ ફેરફાર થયે અને તે નવા ચીન પ્રત્યે સમાધાનકારી બની. હું કેની વસાહતની બાબત એક ગૌણ વસ્તુ હતી અને સહેલાઈથી તેને ઉકેલ લાવી શકાય તેમ હતું. પરંતુ નજીકમાં જ અને રાષ્ટ્રવાદી લશ્કરની આગેકુચના માર્ગમાં જ શાંઘાઈનું મહાન બંદરી શહેર આવેલું હતું. એ ચીનમાં વિદેશીઓના અધિકાર નીચેની એક સૌથી મોટી અને સૌથી સમૃદ્ધ વસાહત હતી. જબરદસ્ત પરદેશી સ્થાપિત હિતે શાંઘાઈને ભાવિ સાથે સંકળાયેલાં હતાં. ખુદ એ શહેર, અથવા કહે કે, તેને વસાહતી પ્રદેશ પરદેશીઓના નિયંત્રણ નીચે અને ચીની સરકારથી લગભગ સ્વતંત્ર હતા. શાંઘાઈમાં વસતા આ પરદેશીઓ તથા તેમની સરકારે, રાષ્ટ્રવાદ લશ્કર તેમની નજીક આવી પહોંચતાં ભારે ચિંતાતુર બન્યાં અને ભારે વરાથી તેમણે પિતાનાં યુદ્ધજહાજો તથા લશ્કરે શાંઘાઈના બારામાં મોકલી આપ્યાં. ખાસ કરીને, બ્રિટિશ સરકારે તે, ૧૯૨૭ની સાલના જાન્યુઆરી માસની શરૂઆતમાં પિતાનું લશ્કર શાંઘાઈ મોકલી આપ્યું. એમાં હિંદી સૈનિકે પણ હતા. - હવે હું કે અથવા વહન આગળ સ્થાપિત થયેલી રાષ્ટ્રીય સરકારની સામે એક મુશ્કેલ પ્રશ્ન આવી પડ્યો – હવે આગળ વધવું કે ન વધવું; શાંઘાઈ લેવું કે ન લેવું. તેમને સહેલાઈથી મળેલી સફળતાને કારણે તેઓ ભારે ઉત્સાહમાં આવી ગયા હતા અને હિંમતવાન બન્યા હતા. વળી, શાંઘાઈ ભારે લલચાવનારી વસ્તુ હતી. પરંતુ ૫૦૦ માઈલ કરતાયે વધારે વિસ્તૃત પ્રદેશમાં માત્ર તેઓ આગળ વધે જ ગયા હતા, અને એ બધે તેમણે પોતાની સ્થિતિ મજબૂત બનાવી નહતી. શાંઘાઈ ઉપર હલ્લે કરવા જતાં વિદેશી સત્તાઓ સાથે તેઓ અથડામણમાં આવી જાય એ સંભવ હતો અને એમ થાય તે અત્યાર સુધી મેળવેલું બધું જોખમમાં આવી પડે એમ હતું. બે રેડીને સાવધાની રાખવાની અને તેમની સ્થિતિ મજબૂત બનાવવાની સલાહ આપી હતી. તેને અભિપ્રાય એ હતો કે રાષ્ટ્રવાદીઓએ શાંઘાઈથી અળગા રહેવું, તેમના કબજા નીચે આવેલા ચીનના દક્ષિણના અર્ધા ભાગમાં પિતાની સ્થિતિ મજબૂત બનાવવી અને પ્રચારકાર્ય દ્વારા ઉત્તરમાં અનુકૂળ વાતાવરણ પેદા કરવું. તેની એવી ગણતરી હતી કે થેડા જ વખતમાં, એકાદ વરસમાં, આખું ચીન રાષ્ટ્રવાદીઓની કચને વધાવી લેવા માટે તૈયાર થઈ જશે. શાંઘાઈને કબજે લેવા, પેકિંગ ઉપર કૂચ કરવા અને સામ્રાજ્યવાદી વિદેશી સત્તાઓ સાથે હિસાબ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy