SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ચીનમાં ક્રાંતિ અને પ્રતિકાંતિ , તાબા નીચેને પ્રદેશ હતે. કેન્ટેનની એ બહુ જ નજીક છે અને એની મારફતે ઘણા મોટા પ્રમાણમાં વેપાર ચાલતો હતે. ડૉ. સુનના મરણ બાદ, કેન્ટોન સરકારના નરમ વલણના સ્થિતિચુસ્ત દળ તથા જહાલ વલણ ધરાવનારા ઉદ્દામ દળ વચ્ચે નિરંતર ગજગ્રાહ ચાલ્યા કર્યો. કેઈ વખતે નરમ દળના તે કેાઈ વખતે ઉદ્દામ દળના લોકે સત્તા ઉપર આવતા. ૧૯૨૬ના વચગાળાના સમયમાં, ચાંગ-કાઈક નામને નરમ દળને માણસ સેનાપતિ બન્યું અને તેણે સામ્યવાદીઓને કાઢી મૂકવાનું શરૂ કર્યું. આમ છતાંયે એ બંને સમૂહોએ હળીમળીને એક સાથે કામ કર્યું, જો કે તે બંનેને એકબીજા ઉપર વિશ્વાસ નહોતો. એ પછી, તૂશન સામે લડીને તેમને હાંકી કાઢી આખાયે દેશની એક રાષ્ટ્રીય સરકાર સ્થાપન કરવા માટે કેન્ટનના લશ્કરે ઉત્તર તરફની પિતાની કૂચ આરંભી. ઉત્તર તરફની આ કૂચ એ એક અસાધારણ ઘટના હતી અને થોડા જ વખતમાં તેણે આખી દુનિયાનું લક્ષ પિતા તરફ ખેંચ્યું. એમાં સામસામી લડાઈ નહિ જેવી જ થવા પામી અને દક્ષિણનું લશ્કર વિજ ઉપર વિજયૂ મેળવતું આગળ વધવા લાગ્યું. ઉત્તરમાં ફાટફૂટ હતી, પરંતુ દક્ષિણનું સાચું બળ ખેડૂતે તથા મજારોમાં તેની લેકપ્રિયતાને કારણે હતું. પ્રચાર અને ચળવળ કરનારાઓનું એક લશ્કર પહેલાં ઉત્તરમાં પહોંચ્યું હતું. એ લેકેએ ખેડૂતો તથા મજૂરોને સંગઠિત કર્યા અને તેમનાં મહાજને સ્થાપ્યાં તથા તેમણે તેમને કેન સરકાર નીચે મળનારા લાભોથી વાકેફ કર્યા. એથી કરીને ઉત્તરનાં શહેર તથા ગામડાંઓએ દક્ષિણના આગળ વધતા જતા લશ્કરને વધાવી લીધું. તેને તેમણે હરેક રીતે મદદ કરી. કેન્ટોનના લશ્કરનો સામનો કરવા મોકલેલાં સૈન્ય તેની સામે ભાગ્યે જ લડ્યાં; ઘણી વાર તે તે પિતાની સાધનસામગ્રી સહિત તેની સાથે મળી ગયાં. ૧૯૨૬ની સાલ પૂરી થવા પહેલાં તે રાષ્ટ્રવાદીઓએ અર્ધ ચીન વટાવ્યું અને યાંગસે નદી ઉપર આવેલા મહાન હેક શહેરને કબજે લીધે. કેન્ટીનને બદલે હૈ કેને તેમણે પાટનગર બનાવ્યું અને તેનું નામ બદલીને વહન નામ રાખ્યું. ઉત્તરના લડાયક સરદારોને હવે હરાવીને હાંકી કાઢવામાં આવ્યા હતા. સામ્રાજ્યવાદી સત્તાઓની આંખ એકાએક ઊઘડી ગઈ. તેમને એ વસમું તે લાગ્યું પરંતુ નવું અને ઉગ્રપણે રાષ્ટ્રવાદી ચીન તેમની સામે ખડું થયું. તે હવે સમાનતાને દા કરતું હતું અને તેમની ધમકીથી ડરી જવાને ઇન્કાર કરતું હતું. ૧૯૨૭ની સાલમાં તેની બ્રિટિશ વસાહતને કબજે લેવાને રાષ્ટ્રવાદીઓએ પ્રયાસ કર્યો ત્યારે ચીન અને અંગ્રેજો વચ્ચે ઝઘડે ઊભે છે. સામાન્ય સંજોગોમાં તે, ચીનાઓના આવા ઉગ્ર વલણથી યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને તેમને કચરી નાખીને તથા ડરાવી મારીને બ્રિટિશ સરકારે તેમની પાસેથી
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy