SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પેલેસ્ટાઈન અને ટ્રાન્સના ૧૧૯ આવ્યું છે કે, “શક પડતા” આરબોને બ્રિટિશ લશ્કર કાંટાળા તારની વાડની અંદર ખીચોખીચ પૂરી દેતું. લશ્કરી માણસો એને લેઢાનાં પાંજરાં કહેતા અને એવા દરેક “પાંજરામાં પ૦થી ૪૦૦ કેદીઓને પૂરી દેવામાં આવતા. એ કેદીઓનાં સગાંસંબંધીઓ તેમને ખરેખર પાંજરામાં પૂરેલાં પ્રાણીઓની પિઠે જ બહારથી ખાવાનું આપતાં. | દરમ્યાન, સમગ્ર આરબ દુનિયામાં એની સામે ભારે ક્રોધની લાગણી ભભૂકી ઊઠી છે તથા પોતાના સ્વાતંત્ર્ય માટે લડતી પ્રજાને આમ પાશવી રીતે કચરી નાખવાની કોશિશ કરવામાં આવે છે તેની પૂર્વના દેશોના મુસલમાને તથા બિન-મુસલમાને ઉપર ભારે અસર થવા પામી છે. આરબોએ બૂરાં અને અત્યાચારી કૃત્ય કર્યા છે એ ખરું, પરંતુ તત્ત્વતઃ તેઓ સ્વાતંત્ર્ય માટે મૂકી રહ્યા છે અને બ્રિટિશ સામ્રાજ્યની સત્તા તેમને ક્રૂરપણે દબાવી રહી છે. આરબ અને યહૂદી એ બે પીડિત પ્રજાઓ એકબીજીની સામે અથડામણમાં આવે એ એક કરણ ઘટના છે. યુરોપમાં તેઓ ભીષણ યાતનાઓ વેઠી રહ્યા છે તેને માટે યહૂદીઓ પ્રત્યે આપણે સૌએ સહાનુભૂતિ રાખવી જોઈએ. સંખ્યાબંધ યહૂદીઓ ત્યાં આગળ ઘરબાર વિનાના અને રખડતા થઈ ગયા છે અને કોઈપણ દેશ તેમને સંઘરવા માગતું નથી. પેલેસ્ટાઈન તરફ તેઓ આકર્ષાય એ આપણે સમજી શકીએ છીએ. એ વસ્તુ પણ સાચી છે કે, યહૂદી વસાહતીઓએ દેશને સુધાર્યો છે, ત્યાં આગળ હુન્નરઉદ્યોગે દાખલ કર્યા છે તેમ જ જીવનનું ધારણ પણ ઊંચું કર્યું છે. પરંતુ સાથે સાથે આપણે એ પણ લક્ષમાં રાખવું જોઈએ કે, પેલેસ્ટાઈન એ મુખ્યત્વે કરીને આરબ દેશ છે અને તે આરબ દેશ જ રહેવો જોઈએ તેમ જ તેમના પિતાના જ વતનમાં આરબને કચરી નાખવા કે દબાવવા ન જોઈએ. સ્વતંત્ર પેલેસ્ટાઈનમાં, એકબીજાનાં વાજબી હિત ઉપર આક્રમણ કર્યા વિના એ બંને પ્રજાઓ પરસ્પર સહકાર કરી શકે એમ છે તેમ જ દેશની ઉન્નતિ સાધવામાં પણ તે બંને ફાળો આપી શકે એમ છે. પેલેસ્ટાઈન, દુર્ભાગ્યે હિંદુસ્તાન તેમ જ પૂર્વના દેશોમાં જવાના દરિયાઈ તથા હવાઈ માર્ગો ઉપર આવેલું હોવાથી અંગ્રેજોની સામ્રાજ્યવાદી યોજનાઓમાં એનું ભારે મહત્ત્વ છે અને એ જનાને આગળ ધપાવવા માટે આરબ તેમ જ યહૂદીઓ એ બંનેને હથિયાર બનાવવામાં આવે છે. એનું ભાવી અનિશ્ચિત છે. ભાગલાની જૂની યેજનાને પડતી મૂકવામાં આવે એ સંભવ છે અને યહૂદીઓના સ્વતંત્ર પ્રદેશને સમાવેશ થાય એવું આરબોનું વિશાળ સમવાયતંત્ર સ્થાપવાની વાતે થવા લાગી છે. પેલેસ્ટાઈનના આરબનો રાષ્ટ્રવાદ કરી શકાય એમ નથી તેમ જ સામ્રાજ્યવાદને દૂર કરીને આરબ ચહૂદીઓના સહકારની સ્થિર પાયા ઉપર જ દેશનું ભાવિ ઘડી શકાય એમ છે એ નિર્વિવાદ છે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy