SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન પેલેસ્ટાઈનમાં યહૂદીઓનું દબાણ વધવા પામ્યું. એથી આરબેને ડર વળી વધારે મજબૂત બન્યું. તેમને લાગ્યું કે, આમ તે વસાહતી યહૂદીઓના પૂરમાં તેઓ ડૂબી જવાના અને પેલેસ્ટાઈનમાં યહૂદીઓનું પ્રભુત્વ થઈ જવાનું. આરબ એની સામે લડ્યા અને કેટલાકએ તે ત્રાસવાદી પ્રવૃત્તિઓને આશરે લીધે. પાછળથી કેટલાક ઉદ્દામ ઝિનિસ્ટોએ પણું એ જ રીત અખત્યાર કરીને એને બદલે વાળે. ૧૯૩૬ના એપ્રિલ માસમાં પેલેસ્ટાઈનના આરબોએ સાર્વત્રિક હડતાળ પાડી. એને દાબી દેવાને માટે બ્રિટિશ સત્તાવાળાઓએ લશ્કરી બળ વાપર્યું અને ભારે દમન કર્યું છતાંયે તે હડતાલ લગભગ છ માસ સુધી ચાલુ રહી. નાઝીઓની અટકાયતની છાવણુઓ જેવી અનેક છાવણીઓ ત્યાં થઈ ગઈ એ પ્રયત્નમાં નિષ્ફળતા મળતાં બ્રિટિશ સરકારે પેલેસ્ટાઈનના મામલામાં તપાસ કરવા માટે શાહી કમિશન નીમ્યુ. કમિશને જણાવ્યું કે, મેન્ડેટ નિષ્ફળ નીવડ્યો છે અને એ છોડી દેવો જોઈએ. તથા પેલેસ્ટાઈનને ત્રણ ભાગમાં વહેંચી નાખવું જોઈએ. મોટે ભાગે આરબના નિયમન નીચે રહે, દરિયાકાંઠાને લગતે ના ભાગ યહૂદીઓના નિયમન નીચે રહે તથા જેરસલેમ સહિતને ત્રીજો ભાગ બ્રિટિશના સીધા નિયમન નીચે રહે. આ ભાગલાની જનાને સૌએ વિરોધ કર્યો. આરબે તેમ જ યહૂદીઓ એ બંનેને એ યોજના માન્ય નહતી પરંતુ મોટા ભાગના યહૂદીઓ તેને અમલ કરવાને તૈયાર હતા. પરંતુ આરબો તે એના તરફ નજર કરવા પણ માગતા નહતા અને તેમને રાષ્ટ્રીય સામને પ્રબળ બને. છેલ્લા થોડા માસ દરમ્યાન તે એણે બ્રિટિશ હકૂમતને તીવ્ર વિરોધ કરનારી રાષ્ટ્રવ્યાપી લડતનું સ્વરૂપ ધારણ કર્યું છે. ધીમે ધીમે પેલેસ્ટાઈનને માટે પ્રદેશ રાષ્ટ્રવાદી આરબેના હાથમાં આવતે ગમે છે અને ત્યાં આગળ બ્રિટિશ હકૂમતને સ્થાને તેમની હકૂમત થઈ છે. દેશને ફરીથી જીતી લેવાને માટે બ્રિટિશ સરકારે નવું સૈન્ય મોકલ્યું છે અને ત્યાં આગળ ત્રાસ અને ભયભીતતાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. | દુર્ભાગ્યે આબેએ સારી પેઠે ત્રાસવાદને આશરે લીધે. કેટલેક અંશે આરબ સામે યહૂદીઓએ પણ એમ જ કર્યું. બ્રિટિશ સરકારે ત્યાં આગળ સંહાર અને ખુનામરકીની નિષ્ફર નીતિ અજમાવી અને હજી પણ તે એ જ નીતિ અજમાવી રહી છે. એ રીતે તેણે સ્વાતંત્ર્ય માટેની લડત કચરી નાખવાનો પ્રયત્ન કર્યો. આયર્લેન્ડમાં “બ્લેક એન્ડ ટૅન’ના અમલ દરમ્યાન જે રીતે અજમાવવામાં આવી હતી તેના કરતાં પણ બૂરી રીતે પેલેસ્ટાઈનમાં અજમાવવામાં આવે છે અને કડક ખબરનિયમન એ બધું બાકીની દુનિયાથી છુપાવી રાખે છે. આમ છતાંયે જે કંઈ ખબરો આવવા પામે છે તે અતિશય માઠી છે. હમણાં જ મારા વાંચવામાં
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy