SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ જગતના ઇતિહાસનું રેખાદર્શન કાઢયું હતું. શાસન કરતી વિદેશી સત્તાને પક્ષ લેવાનું તેમણે પસંદ કર્યું અને એ રીતે વધુમતીને સ્વતંત્રતાથી વંચિત રાખવાના કાર્યમાં તેમણે તેને મદદ કરી. વસ્તુસ્થિતિ આમ હેવાથી, પ્રધાનપણે આરબની પણ જેમાં ખ્રિસ્તીઓને પણ સમાવેશ થાય છે એવી આ વધુમતી યહૂદીઓના એ વલણને તીવ્રપણે ધિક્કારે એમાં કશું આશ્ચર્ય નથી. ટ્રાન્સ-જન. પેલેસ્ટાઈનને અડીને જોર્ડન નદીની પેલી પાર આવેલું એક બીજું રાજ્ય છે.. એ. રાજ્ય મહાયુદ્ધ પછી ઊભું કરવામાં આવ્યું હતું. તેને ટ્રાન્સ-જૉર્ડન કહેવામાં આવે છે. રણની અડોઅડ આવેલ સીરિયા અને અરબસ્તાન વચ્ચેને એ એક નાનકડે પ્રદેશ છે. એ રાજ્યની કુલ વસ્તી લગભગ ત્રણ લાખની છે અને એ આજના મધ્યમ કદના શહેરની વસ્તી જેટલી પણ ભાગ્યે જ ગણાય! બ્રિટિશ સરકાર એને પેલેસ્ટાઈન સાથે જોડી દઈ શકત પરંતુ સામ્રાજ્યવાદી નીતિ એકત્ર કરવા કરતાં ભાગલા પાડવાનું વધુ પસંદ કરે છે. હિંદ જવાના જમીન તેમ જ હવાઈ માર્ગોના પગથિયા તરીકે એ રાજ્ય મહત્વનું છે. રણ અને ફળદ્રુપ પ્રદેશ વચ્ચે આવેલું એ એક મહત્ત્વનું સરહદી રાજ્ય છે અને પશ્ચિમ તરફ સમુદ્ર સુધી એ પહોંચેલું છે. એ રાજ્ય બહુ નાનું છે ખરું પરંતુ એની પડેશના મેટા દેશમાં બનાવની પરંપરા બનવા પામી હતી તે જ ક્રમથી તેમાં પણ બનાવો બન્યા હતા. ત્યાં આગળ પણ પ્રજાકીય ધારાસભાની માગણી કરવામાં આવે છે પરંતુ તેને મચક આપવામાં આવતી નથી, બ્રિટિશ વિરોધી દેખાવો થાય છે અને તે દાબી દેવામાં આવે છે, ખબરનિયમન ચાલુ છે, આગેવાનોને દેશપાર કરવામાં આવે છે. સરકારનાં પગલાંઓને બહિષ્કાર કરવામાં આવે છે વગેરે વગેરે. અંગ્રેજોએ ચતુરાઈપૂર્વક હેજાઝના બાદશાહ હુસેનના બીજા પુત્ર તથા ફેઝલના ભાઈ અમીર અબ્દુલ્લાને ટ્રાન્સ-જોર્ડનને રાજા બનાવ્યું. તે કશીયે સત્તા વિનાને પૂતળા સમાન શાસક છે અને સંપૂર્ણપણે અંગ્રેજોના અંકુશ નીચે છે. પરંતુ પ્રજાથી અંગ્રેજોને અણુછતા રાખવા માટે એક પડદા તરીકે તે ઉપયોગી છે. ત્યાં જે કંઈ બને છે તેને ઘણખરે દેષ તેને માથે ઢોળવામાં આવે છે અને પ્રજામાં તે અતિશય અકારે થઈ પડ્યો છે. અબ્દુલ્લાના અમલ નીચેનું ટ્રાન્સ-જૈન વાસ્તવમાં આપણું નાનાં નાનાં દેશી રાજ્યને ઘણે અંશે મળતું આવે છે. સિદ્ધાંતની દૃષ્ટિએ તે એક સ્વતંત્ર રાજ્ય છે. પરંતુ ૧૯૨૮ની સાલમાં અબ્દુલ્લા અને અંગ્રેજોની વચ્ચે થયેલી સંધિ મુજબ લશ્કરી તેમ જ બીજા અનેક પ્રકારના અધિકારે ઈંગ્લેંડને આપવામાં આવેલા છે. વાસ્તવમાં એ રીતે ટ્રાન્સ-ઑર્ડન બ્રિટિશ સામ્રાજ્યને એક ભાગ બની જાય છે. બ્રિટિશ લેકેની
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy