SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ પેલેસ્ટાઈન અને ટ્રાન્સજન ૧૧૫ સંખ્યાને કારણે આરબમાં વધતી જતી કડવાશની અને ભયની લાગણી તથા આરબે તરફથી કરવામાં આવતી સ્વતંત્રતાની માગણીને યહૂદીઓ તરફથી થત વિરોધ એ બળવાનું સાચું કારણ હતું. પરંતુ એનું તાત્કાલિક કારણું તે એક દીવાલ હતી. એ “રદનની દીવાલ” તરીકે ઓળખાતી હતી. એ હીરેડના મંદિરની આસપાસની પ્રાચીન દીવાલને એક ભાગ છે અને યહૂદીઓ તેને પિતાના જાહેરજલાલીના કાળનું સ્મારક ગણે છે. પાછળથી ત્યાં આગળ એક મસ્જિદ બાંધવામાં આવી હતી અને એ દીવાલ તે ઈમારતને એક ભાગ બની ગઈ. યહૂદીઓ આ દીવાલ પાસે પ્રાર્થના કરે છે તથા ત્યાં આગળ બેસીને મોટે અવાજે તેમનાં રૂદનગીત ગાય છે, એથી કરીને એને “રુદનની દીવાલ’ કહેવામાં આવે છે. પિતાની એક સૌથી મશહૂર મસ્જિદ આગળ આમ કરવામાં આવે તેની સામે મુસલમાનોને ભારે વિરોધ છે. રમખાણે દબાવી દીધા પછી પણ બીજી રીતે તેમની વચ્ચેની લડાઈ ચાલુ જ રહી. અને આશ્ચર્યની વાત તે એ છે કે, એમાં પેલેસ્ટાઈનનાં ખ્રિસ્તી ચને આરઓને સંપૂર્ણ ટેકે હતે. આ રીતે મેટી મેટી હડતાલે તથા દેખાવોમાં મુસલમાન તથા ખ્રિસ્તીઓ એ બંનેએ ભાગ લીધે. સ્ત્રીઓએ પણ એમાં આગળ પડતે ભાગ લીધે. આ હકીકત બતાવી આપે છે કે ખરી રીતે એ ધાર્મિક નહિ પણ ત્યાંના જૂના રહેવાસીઓ અને નવા આવનારાઓ વચ્ચે આર્થિક ઝઘડે હતે. મેન્ડેટ'ની જવાબદારી અદા કરવામાં અને ખાસ કરીને ૧૯૨૯નાં રમખાણે અટકાવવામાં નિષ્ફળ નીવડવા માટે પ્રજાસંઘે પેલેસ્ટાઈનના બ્રિટિશ વહીવટની આકરી ટીકા કરી. આમ, પેલેસ્ટાઈન વાસ્તવમાં એક બ્રિટિશ વસાહત જ બની ગયું છે. પરંતુ કેટલીક બાબતમાં તે તે પૂરેપૂરી રીતે વસાહત છે એમ પણ ન કહી શકાય. અને અંગ્રેજો યહૂદીઓને આરબોની સામે લડાવીને આ સ્થિતિ કાયમ રાખી રહ્યા છે. ત્યાં આગળ સંખ્યાબંધ બ્રિટિશ અમલદારો છે અને બધી મોટી મેટી જગ્યાઓ તેમણે રોકી લીધી છે. આરબની કેળવણીને માટે તીવ્ર ઉત્કંઠા હોવા છતાં બ્રિટનના તાબાને બીજા મુલકની પેઠે એ બાબતમાં ત્યાં કશુંયે કરવામાં આવ્યું નથી. યહૂદીઓ તે સાધનસંપન્ન હોવાને કારણે તેમણે પિતાને માટે સારી સારી શાળાઓ તથા કૉલેજે સ્થાપી છે. યહૂદીઓની વસતી આરબની વસતી કરતાં ચેથા ભાગની તે ક્યારનીયે થઈ ચૂકી છે અને તેમની આર્થિક તાકાત તે ઘણી વધારે છે. પેલેસ્ટાઈનમાં પ્રભુત્વ ધરાવતી કેમ તે થઈ પડે એ દિવસની તેઓ રાહ જોઈ રહ્યા છે. પેલેસ્ટાઈનની સ્વતંત્રતા તથા તેને માટે લોકશાહી સરકાર પ્રાપ્ત કરવા માટેની લડતમાં તેમને સહકાર મેળવવાની કોશિશ આરએએ કરી હતી પરંતુ યહૂદીઓએ તેમના એ આમંત્રણને ધુત્કારી
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy