SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમ એશિયાને જગતના રાજકારણમાં પુન: પ્રવેશ ૧૧૮૧ તથા તેમને એમાં મદદ પણુ આપી. એને જ કારણે, મહાયુદ્ધ પછી ઈંગ્લેંડ અને તુર્કી વચ્ચે મેાસલના પ્રશ્ન ઉપર ભારે ઘણું પેદા થવા પામ્યું. ઇંગ્લંડ અને સોવિયેટ રશિયા વચ્ચે ઊંચાં મન થવાનું પ્રધાન કારણ પણ એ જ છે, કેમ કે રશિયા જેવી મેટી સત્તા હિંદુસ્તાન જવાના માની સમીપમાં જ હાય એ ખ્યાલ ઇંગ્લેંડને બહુ જ અળખામણા લાગે છે. મહાયુદ્ધ પહેલાં જે એ રેલવેએની બાબતમાં - બગદાદ રેલવે અને હેજાઝ રેલવે ભારે ઝડા પેદા થયા હતા તે હવે બધાઈ ગઈ છે. બગદાદ રેલવે બગદાદને ભૂમધ્ય સમુદ્ર તથા યુરાપ સાથે જોડે છે. હુંજાઝ રેલવે અરબસ્તાનમાં આવેલા મદીના શહેરને બગદાદ રેલવે ઉપર આવેલા અલપ્પા સાથે જોડે છે. (હેજાઝ એ અરબસ્તાનને સૌથી મહત્ત્વના ભાગ છે અને તેમાં ઇસ્લામનાં પવિત્ર શહેર મક્કા અને મદીના આવેલાં છે.) આમ પશ્ચિમ એશિયાનાં મહત્ત્વનાં શહેરા આજે યુરેપ તથા મિસર સાથે રેલવેથી જોડાયેલાં છે અને ત્યાં આગળ સહેલાઈથી જઈ શકાય છે. અલપ્પા શહેર મોટું રેલવે જંકશન બની રહ્યું છે કેમ કે ત્રણ ખડેની રેલવેએ ત્યાં આગળ મળશે : યુરેપમાંથી આવતી રેલવે, બગદાદ થઈ ને આવતી એશિયાની રેલવે અને કેરા થઈ ને આવતી આફ્રિકાની રેલવે ત્યાં આગળ મળશે. એશિયાના રેલવે માને બગદાદથી લંબાવવામાં આવે તો તે હિંદુ પણ પહેોંચે એવા સંભવ છે. આફ્રિકાના રેલવે રસ્તે આફ્રિકા ખંડની આરપાર ઉત્તરમાં કેરોથી દક્ષિણમાં ડેડ કેપટાઉન સુધી જાય એવી યેાજના છે. કેપટાઉનથી કરે સુધી પહેાંચતી સમગ્ર લાલ ’રેલવે લાઈન કરવાનું બ્રિટિશ સામ્રાજ્યવાદીએ લાંબા વખતથી સ્વપ્ન સેવી રહ્યા છે. અને હવે એ સ્વપ્ન સિદ્ધ થવાની તૈયારીમાં છે. ‘ સમગ્ર લાલ ' એટલે કે આખા રેલવે રસ્તા બ્રિટિશ પ્રદેશની અંદર થઈને પસાર થવા જોઈ એ કેમ કે નકશા ઉપર લાલ રંગના બ્રિટિશ સામ્રાજ્યે ઇજારા રાખ્યા છે. પરંતુ ભવિષ્યમાં આ બધી ચેાજના પાર પડે કે નયે પડે; મેટરો અને ઍપ્લેનેાના રૂપમાં રેલવેના ગંભીર હરીફા પેદા થયા છે. દરમ્યાન એ યાદ રાખવા જેવું છે કે, પશ્ચિમ એશિયાની બગદાદ તથા હેજાઝ એ બને રેલવેએ ઘણે અંશે અંગ્રેજોના અંકુશ નીચે છે અને હિંદુ જવાના નવા અને ટૂંકા માર્ગ ખોલવાની બ્રિટિશ નીતિના ઉદ્દેશ તે પાર પાડે છે. બગદાદ રેલવેને થોડા ભાગ ફ્રાંસના તાબા નીચેના સીરિયામાંથી પસાર થાય છે. આ રીતે ફ્રાંસને આધીન રહેવાનું તેમને પસંદ ન હેાવાથી તેને બદલે પૅલેસ્ટાઈનમાં થઈને પસાર થાય એવી ખીજી નવી રેલવે બાંધવાના તેઓ ઇરાદો રાખે છે. અરબસ્તાનમાં બીજી એક નાનકડી રેલવે લાઈન રાતા સમુદ્ર ઉપરના બંદર જદ્દાહ અને મક્કા વચ્ચે બંધાઈ રહી છે. પ્રતિવષ હજારેાની સંખ્યામાં હેજ કરવાને મક્કા જનારા યાત્રીઓ માટે એ બહુ જ સગવડરૂપ થઈ પડશે. <
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy