SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ જંગતના ઇતિહાસનું' રેખાદર્શન આમ આપણે જોઈએ છીએ કે, ૧૪મી સદી સુધી મધ્યપૂર્વ અથવા પશ્ચિમ એશિયાએ જગતના વ્યવહારમાં ભારે મહત્ત્વના ભાગ ભજવ્યે છે તથા તે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની એક કડીસમાન હતા. એ પછીનાં સેા વરસમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. ઉસ્માની તુર્કાએ કૉન્સ્ટાન્ટિનાપલને કબજો લીધા અને તેઓ મિસર સહિત મધ્યપૂર્વના આ બધાયે દેશામાં ફેલાઈ ગયા. તેમણે યુરેપ સાથેના વેપારને ઉત્તેજન ન આપ્યું. કંઈક અંશે એનું કારણ એ હોય એમ જણાય છે કે, એ વેપાર ભૂમધ્ય સમુદ્રના તેમના પ્રતિસ્પર્ધી વેનીસ તથા જિનોવાના લકાના હાથમાં હતો. વળી પછીથી વેપારના માર્ગો પણ બદલાઈ ગયા કેમ કે હવે તે દરિયાઈ માર્ગોની શોધ થઈ હતી અને એ સમુદ્રમાર્ગાએ વણજારાના જમીનમાર્ગનું સ્થાન લીધું હતું. આમ હજારો વરસ સુધી કામ આપનારા આ માર્ગાના વપરાશ પશ્ચિમ એશિયામાં બંધ થઈ ગયા અને જે પ્રદેશામાંથી તે પસાર થતા હતા તેમનું મહત્ત્વ પણ ઘટી ગયું. ૧૧૮૦ ૧૬મી સદીના આરંભથી તે ૧૯મી સદીના અંત સુધી એટલે કે લગભગ ૪૦ વરસ સુધી દરિયાઈ માર્ગો જ સંપૂણૅ મહત્ત્વના બની ગયા અને ખાસ કરીને જ્યાં આગળ રેલવે નહાતી ત્યાંના જમીન માર્ગોને તેમણે નિરુપયોગી બનાવી દીધા. અને પશ્ચિમ એશિયામાં રેલવેએ નહાતી. મહાયુદ્ધ પહેલાં થેાડા જ વખત ઉપર કૉન્સ્ટાન્ટિનેાપલ અને બગદાદને જોડતી એક રેલવે બાંધવાની યોજના રજૂ કરવામાં આવી હતી. જર્મન સરકારે એ યોજનાનું સમર્થન કર્યું હતું. પરંતુ જર્મની આમ કરે એ વસ્તુ તરફ ખીજી સત્તા ભારે ઈર્ષ્યાની નજરે જોતી હતી, કેમ કે એથી તે પૂમાં જર્મનીની લાગવગ ખૂબ વધી જવા પામે. પણ એટલામાં તે મહાયુદ્ધ ફાટી નીકળ્યું. ૧૯૧૮ની સાલમાં યુદ્ધના અંત આવ્યો ત્યારે પશ્ચિમ એશિયામાં બ્રિટનની સત્તા સૉંપરી હતી. અને હું તને આગળ કહી ગયા છું તેમ એ વખતે બ્રિટિશ રાજપુરુષોની આશ્ચર્યચકિત દૃષ્ટિ સમક્ષ હિંદુસ્તાનથી તે તુર્કી સુધી વિસ્તરેલા મધ્યપૂર્વના મહાન સામ્રાજ્યનું ચિત્ર તરવરતું હતું. પરંતુ તેમની એ મુરાદ પાર પડે એમ નહાતું. એલ્શેવિક રશિયા અને તુર્કી તેમ જ ખીન્ન' કેટલાંક તત્ત્વએ એ વસ્તુ સિદ્ધ થતી અટકાવી. આમ છતાંયે બ્રિટને એ મુલકને સારો સરખા પ્રદેશ પચાવી પાડ્યો. ઇરાક અને પૅલેસ્ટાઈન બ્રિટિશ અસર અથવા અંકુશ નીચે રહ્યાં. આમ જો કે અંગ્રેજો પોતાની ભારે મહત્ત્વાકાંક્ષા સિદ્ધ ન કરી શક્યા પરંતુ હિંદુ જવાના માર્ગાના કાબૂ પોતાના હાથમાં રાખવાની તેમની પુરાણી નીતિને વળગી રહેવામાં તે તે ફતેહમદ નીવડ્યા. મહાયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સૈન્યા આ જ હેતુથી મેસેપોટેમિયા અને પૅલેસ્ટાઈનમાં લડ્યાં તેમ જ તેમણે તુર્કી સામે બંડ કરવાને આરાને ઉત્તેજ્યા
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy