SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન બરાબર ચાલે. પરંતુ બનતું એમ કે, તેમની આ લાભ આપવાની ક્યિા ઘણી વાર જેમને તેઓ પિતાને લાભ આપી રહ્યા હતા તેમને મેટી સંખ્યામાં ગેળીબારથી ઠાર કરવામાં પરિણમતી. કદાચ એમ હશે કે, આ રીતે તેમને આ દુનિયાની વિપતેમાંથી ઉગારી લેવામાં આવતા અને તેમના સ્વર્ગગમનને ત્વરિત કરવામાં આવતું હતું. મહાયુદ્ધના આખા કાળ દરમ્યાન અને ત્યાર પછી પણ ઘણું વખત સુધી મિસર લશ્કરી કાયદા નીચે હતું. મહાયુદ્ધ દરમ્યાન ત્યાં નિઃશસ્ત્રીકરણને કાયદો તથા લશ્કરભરતીને કાયદે એમ બે કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા. દેશમાં મેટા પ્રમાણમાં બ્રિટિશ લશ્કર રાખવામાં આવ્યું હતું. મહાયુદ્ધના આરંભમાં જ મિસરને રક્ષિત દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ૧૯૧૮ની સાલમાં યુદ્ધ પૂરું થતાંવેત મિસરના રાષ્ટ્રવાદીઓ ફરી પાછા સક્રિય બન્યા. અને બ્રિટિશ સરકાર તથા પેરિસની સુલેહ પરિષદ સમક્ષ મૂકવા માટે તેમણે મિસરની સ્વતંત્રતા માટે દાવો ઘડી કાઢયો. તે વખતે મિસરમાં સાચા અર્થમાં કોઈ રાજકીય પક્ષ નહતા. ત્યાં આગળ માત્ર એક “વતન” પક્ષ અથવા રાષ્ટ્રીય પક્ષ હતા. પરંતુ તેના સભ્યોની સંખ્યા પણ બહુ જ ઓછી હતી. મિસરની સ્વતંત્રતાની હિમાયત કરવા માટે ઝઘલ પાશાની આગેવાની નીચે એક પ્રતિનિધિમંડળ લંડન તથા પેરિસ મોકલવાનું ઠરાવવામાં આવ્યું અને આ પ્રતિનિધિમંડળને પ્રજાના પીઠબળવાળું તથા સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિ બનાવવા માટે એક વિશાળ સંસ્થા ઊભી કરવામાં આવી. મિસરના મહાન વદ પક્ષની શરૂઆત આ રીતે થઈ હતી, કેમકે વફદને અર્થ પ્રતિનિધિમંડળ થાય છે. બ્રિટિશ સરકારે આ પ્રતિનિધિમંડળને લંડન જવાની પરવાનગી ન આપી અને ૧૯૧૯ના માર્ચ માસમાં ઝગલુલ પાશા તથા બીજા નેતાઓની ધરપકડ કરી. આને પરિણામે ખૂનખાર ક્રાંતિ ફાટી નીકળી. કેટલાક અંગ્રેજોને મારી નાખવામાં આવ્યા અને કેરે શહેર તથા બીજા મથકે ક્રાંતિકારી સમિતિને હાથ ગયાં. ઘણે સ્થળે જાહેર સલામતી માટે રાષ્ટ્રીય સમિતિઓ સ્થાપવામાં આવી. આ ક્રાંતિમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ આગળ પડતે ભાગ લીધે. પરંતુ આ આરંભની સફળતા પછી, ઘણે અંશે ક્રાંતિને દાબી દેવામાં આવી. આમ છતાં પણ છૂટાછવાયા અંગ્રેજ અમલદારને મારી નાખવામાં આવતા હતા. આમ સક્રિય ક્રાંતિને તે દાબી દેવામાં આવી પણ ક્રાંતિકારી ચળવળ તે ચાલુ જ રહી. તેણે પોતાની વ્યુહરચના બદલી અને શાંત પ્રતિકારની બીજી અવસ્થામાં તે દાખલ થઈ. આ શાન્ત પ્રતિકાર એટલે બધે સફળ થયો કે મિસરની માગણીનું સમાધાન કરવાની બ્રિટિશ સરકારને ફરજ પડી. લેડ મિલ્ચરની આગેવાની નીચે ઈંગ્લેંડથી એક કમિશન મેકલવામાં આવ્યું. મિસરના રાષ્ટ્ર
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy