SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ મિસરની સ્વતંત્રતા માટેની લડત ૧૧૫૯ લઘુમતીમાં છે એ વસ્તુએ પણ તેમની ભીતિમાં વધારે કર્યો હોય તથા તેમને વધારે સ્થિતિચુસ્ત અને જૂની પરંપરાને વળગી રહેનારા તથા નવા વિચારો તેમ જ ખ્યાલેની બાબતમાં સાશંક બનાવ્યા હોય. કંઈક એવા જ માનસથી પ્રેરાઈને લગભગ હજાર વરસ પૂર્વે ઇસ્લામી ચડાઈ વખતે હિંદુઓએ પિતાની આસપાસ કવચ રચીને કડક જ્ઞાતિવ્યવસ્થા ઊભી કરી હશે. ૧૯મી સદીની છેલ્લી પચીશી દરમ્યાન અને તે પછી વિદેશે સાથે વેપાર વધતાં મિસરમાં ન મધ્યમ વર્ગ ઊભે થયે. સેદ ઝઘલુલ નામને એક પુરુષ “ફેલાહ” અથવા ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા અને પિતાની ઉન્નતિ સાધીને તે મધ્યમ વર્ગમાં દાખલ થયે હતે. ૧૮૮૧-૮૨માં અરબી પાશાએ બ્રિટિશ સરકારને પડકાર કર્યો ત્યારે ઝઘલુલ જુવાનીમાં હતું અને તેણે અરબીના હાથ નીચે કામ કર્યું હતું. ત્યારથી માંડીને ૧૯૨૭ની સાલમાં તે મરણ પામે ત્યાં સુધી, એટલે કે સુડતાળીસ વરસ સુધી તેણે મિસરની સ્વતંત્રતા માટે કાર્ય કર્યું અને તે મિસરની સ્વતંત્રતાની ચળવળને નેતા બને. તે મિસરનો સર્વમાન્ય નેતા હતા. જેમાં તે પેદા થયો હતો તે ખેડૂતવર્ગની એના ઉપર અપાર પ્રીતિ હતી અને જે વર્ગમાં તેણે પિતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે મધ્યમવર્ગ તેને આદર્શ પુરુષ તરીકે લેખતે હતે. પરંતુ કહેવાતા અમીર વર્ગ અથવા પુરાણું ફયૂડલ જમીનદારવર્ગની તેના ઉપર કરડી નજર હતી. દેશમાંના તેમના સત્તાના સ્થાન ઉપરથી ધીમે ધીમે તેમને ખસેડી રહેલે ઉદય પામતો મધ્યમવર્ગ તેમને પસંદ નહે. ઝલુલને તેઓ લેભાગુ ગણતા હતા અને પિતાના વર્ગના નેતા અને પ્રતિનિધિ તરીકે તેને તેમની સામે લડવું પડ્યું. હિંદની પેઠે, ત્યાં પણ બ્રિટિશોએ આ ફયૂડલ જમીનદાર વર્ગમાંથી પિતાને ટેકો ખોળવાનો પ્રયત્ન કર્યો. એ વર્ગ મિસરી કરતાં તુર્ક વધારે પ્રમાણમાં હતું અને તે જૂના શાસક અમીરવર્ગને પ્રતિનિધિ હતે. સામ્રાજ્યવાદની માન્ય થયેલી અને સારી રીતે અજમાવી જોવાયેલી રીત પ્રમાણે બ્રિટિશોએ મિસરમાં સમાજના કોઈ એક સમૂહ અથવા રાજકીય પક્ષને પિતાની સાથે રાખવાનો પ્રયાસ કર્યો અને એક વર્ગ અથવા સમૂહને બીજાની સામે ઊભો કરીને એક રાષ્ટ્રીય ઘટકના વિકાસમાં અંતરાય નાખે. મિસરમાં ખ્રિસ્તી કૉપ્ટ લેકે લઘુમતીમાં હતા એટલે હિંદની જેમ ત્યાં પણું તેમણે લઘુમતીને પ્રશ્ન ઊભો કરવાનો પ્રયાસ કર્યો પણ એમાં તેમને નિષ્ફળતા મળી. અને આ બધું તેમણે સામ્રાજ્યવાદની માન્ય થયેલી રીત પ્રમાણે જ કર્યું. તેમની જીભે તે મધુરી મધુરી વાત જ હતી. તેઓ કહેતા હતા કે પિતે તો ત્યાં આગળ મિસરવાસીઓના લાભને માટે જ છે. “મૂક જનતાના” “ટ્રસ્ટી હેવાને તેમને દાવો હતે. અને “દેશમાં જેમને કશું ખાવાનું નથી” એવા ચળવળિયાએ ” અને એવા બીજા લેકે મુસીબત ઊભી ન કરે તે બધું
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy