SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન તથા તેમનાં અનેક બંધને દૂર કરવા તેઓ ચાહે તથા સદીઓથી તેમને કચરી રહેલા હિંદુઓ સામે ક્રોધે ભરાય એ બિલકુલ સ્વાભાવિક હતું. હરેક જાગ્રત થયેલે વર્ગ રાષ્ટ્રવાદ તથા દેશભક્તિ તરફ પિતાના સ્વાર્થ અથવા હિતની દૃષ્ટિથી જેતે હતે. જેમ એક રાષ્ટ્ર સ્વાથી હોય છે તેમ એક સમૂહ યા એક કામ પણ હમેશાં સ્વાર્થી હોય છે. જોકે રાષ્ટ્ર કે કોમમાં કેટલીક વ્યક્તિઓ નિસ્વાર્થ દૃષ્ટિવાળી હોય છે ખરી. આથી દરેક સમૂહ પિતાના વાજબી હિસ્સા કરતાં હંમેશાં વધારેની માગણી કરે છે અને એને લીધે અનિવાર્યપણે ઘર્ષણ ઊભું થવા પામે છે. કેમ કોમ વચ્ચેની કડવાશ વધતી ગઈ તેમ તેમ તે તે કામના વધારે ઉદ્દામ કમી આગેવાને આગળ આવવા લાગ્યા, કેમ કે ક્રોધના આવેશ વખતે દરેક કામ સૌથી ઉદ્દામ કમી માગણી કરનારા તથા પ્રતિસ્પધીઓને સૌથી વધારે ગાળો દેનારા આગેવાનોને પોતાના પ્રતિનિધિઓ તરીકે પસંદ કરે છે. સરકારે એ ઘર્ષણને અનેક રીતે, ખાસ કરીને વધારે ઉદ્દામ કમી આગેવાનોને ઉત્તેજન આપીને, વધારે તીવ્ર બનાવ્યું. આ રીતે એ વિષ ઉત્તરોત્તર વધુ ને વધુ ફેલાતું ગયું અને આપણે એક અનિષ્ટ ચકરાવામાં ભરાઈ પડ્યા અને તેમાંથી બહાર નીકળવાને આરે દેખાતું નહોતે. આ બળો તથા વિચ્છેદકવૃત્તિઓ પેદા થઈ રહી હતી તે વખતે ગાંધીજી યરવડા જેલમાં અતિશય બીમાર પડ્યા અને તેમને શસ્ત્રક્રિયા કરાવવી પડી. ૧૯૨૪ની સાલના આરંભમાં તેમને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા. કેમી કલહને કારણે તેમને ભારે દુઃખ થયું અને ઘણું માસ પછી એક હુલ્લડ થયું. તેથી તેમને ભારે આઘાત લાગે. એથી તેમને એટલું બધું દુઃખ થયું કે તેમણે ૨૧ દિવસના ઉપવાસ કર્યા. સુલેહશાંતિ સ્થાપવા માટે અનેક “ક્ય” પરિષદ થઈ પણ એનું કશુંયે પરિણામ આવ્યું નહિ. આ હુંસાતુંસી અને સમૂહના સંકુચિત રાષ્ટ્રવાદને કારણે મહાસભા નબળી પડી તેમ જ ધારાસભાઓમાં સ્વરાજપક્ષને પણ તેમણે નબળો પાડ્યો. મોટા ભાગના લેકે પિતપોતાના સમૂહના હિતની દષ્ટિએ વિચાર કરવા લાગ્યા એટલે સ્વરાજને ખ્યાલ પાછળ રહી ગયે. એમાંના કોઈ પણ સમૂહને પક્ષ કરવાનું ટાળવાને પ્રયત્ન કરનાર મહાસભા ઉપર કોમવાદીઓએ ચતરફથી પ્રહારો કર્યા. આ વખત દરમ્યાન મહાસભાએ ચુપચાપ સંગઠન કરવાનું તેમ જ ગૃહઉદ્યોગ અને ખાદીઉત્પત્તિ વગેરેનું રચનાત્મક કાર્ય કર્યું. એ કાર્યો મહાસભાનો ખેડૂત તથા આમજનતા સાથે સંપર્ક ટકાવી રાખવામાં મદદરૂપ નીવડ્યાં. આપણા કેમી કલહ વિષે મેં તે તને કંઈક લંબાણથી લખ્યું છે કેમ કે એમણે ૧૯૨૦–૩૦ના ગાળામાં આપણું રાજકીય જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યું છે. આમ છતાં એને આપણે વધારે પડતું મહત્વ ન આપવું જોઈએ. આપણે ત્યાં એને વધારે પડતું મહત્વ આપવાનું વલણ જોવામાં આવે છે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy