SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨૦-૩નું હિંદ ૧૧૩૭ મહાસભા એક સંસ્થા તરીકે કોમી સંસ્થાઓથી અળગી રહી પરંતુ ઘણું વ્યક્તિગત મહાસભાવાદીઓ કેમી માનસથી દૂષિત થયા હતા. સાચા રાષ્ટ્રવાદીઓએ આ કેમી પાગલતાને અટકાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને એમાં ઝાઝી સફળતા ન મળી અને મોટાં હુલડે થવા પામ્યાં. આ ગેટાળામાં વધારે કરવાને એક ત્રીજો કામી રાષ્ટ્રવાદ – શીખ રાષ્ટ્રધ્વાદ– ઊભે થે. ભૂતકાળમાં હિંદુઓ તથા શીખે વચ્ચેનો ભેદ બહુ જ અસ્પષ્ટ હતે. રાષ્ટ્રીય જાગ્રતિએ બહાદુર શીખેને પણ હચમચાવી મૂક્યા અને તેઓ પોતાની વધુ નિરાળી અને અલગ હસ્તી માટે કાર્ય કરવા લાગ્યા. એમાં લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સંખ્યાબંધ સૈનિકે હતા. તેમણે આ નાની પણ ભારે સંગઠિત તથા હિંદની બીજી કોમને મુકાબલે વાત કરવા કરતાં અમલ કરવાને વધારે ટેવાયેલી કેમને વધુ કડક બનાવી. મોટા ભાગના શીખે પંજાબમાં જમીનની માલિકી ધરાવનારા ખેડૂત હતા અને શહેરના શરાફ તથા શહેરનાં બીજાં હિતે તેમને માટે જોખમકારક છે એમ તેમને લાગતું હતું. પોતે એક અલગ સમૂહ છે એવા પ્રકારની સ્વીકૃતિ મેળવવાની તેમની ઇચ્છા પાછળને સાચો આશય આ હતિ. આરંભમાં અકાલી ચળવળે ધાર્મિક બાબતમાં અથવા ગુરુદ્વારાઓની મિલક્તને કબજો મેળવવામાં રસ લીધે. એ ચળવળને “અકાલી' એટલા માટે કહેવામાં આવે છે કે, શીખેમાં અકાલીઓ સૌથી વધારે સક્રિય અને જુસ્સાદાર છે. આ બાબતમાં તેઓ સરકારની સાથે અથડામણમાં આવ્યા અને અમૃતસરમાં ગરકાબાગ આગળ તેમણે શૌર્ય અને સહનશીલતાનું અદ્ભુત દશ્ય રજૂ કર્યું. અકાલી જગ્યાઓને પોલીસે એ હેવાન બનીને માર માર્યો પરંતુ તેઓ એક ડગલું પણ પાછા હઠયા નહિ કે ન તેમણે પોલીસે સામે આંગળી સરખી પણ ઊંચી કરી. આખરે અકાલીઓને વિજય થયો અને તેમના ગુરદ્વારાઓને તેમને કબજો મળ્યો. પછી તેઓ રાજકીય ક્ષેત્ર તરફ વળ્યા અને પિતાને માટે વધારેમાં વધારે માગણી કરવામાં તેઓ બીજી કોમની હરીફાઈ કરવા લાગ્યા. જુદી જુદી કમેની આ કમી લાગણીઓ અથવા હું આગળ કહી ગયે છું તેમ તેમને કેમ કે સમૂહને રાષ્ટ્રવાદ એ અતિશય દુઃખદ વસ્તુ હતી. અને છતાંયે તે બહુ જ સ્વાભાવિક હતી. અસહકારે હિંદને ખળભળાવી મૂક્યું હતું અને સમૂહની જાગૃતિ તથા હિંદુ, મુસલમાન અને શીખ રાષ્ટ્રવાદ એ ખળભળાટનું પ્રથમ પરિણામ હતું. બીજા અનેક નાના નાના સમૂહ, – ખાસ કરીને જેમને “દલિત વર્ગો' કહેવામાં આવે છે તે પણ જાગ્રત થયા. એ લોકોને ઉપલા વર્ગના હિંદુઓએ લાંબા કાળથી દબાવી રાખ્યા હતા અને મુખ્યત્વે કરીને તેઓ જમીન વિનાના ખેતરમાં મજૂરી કરનારા મજૂરો હતા. તેઓ જાગ્રત બન્યા ત્યારે તેમની પ્રગતિના માર્ગમાં પડેલી અનેક બાધાઓ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy