SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯૪ જગતના ઇતિહાસનું' રેખાદર્શીન મોટા ભાગની મેહંકા અને કરી. બ્રિટિશ સાથે અમુક પ્રમાણમાં સહકાર કરવાના મતના રાષ્ટ્રવાદી સભ્યાને બદલે એ ચૂંટણીમાં માટે ભાગે સીન-ફીન આગેવાના ચૂંટાયા. પરંતુ સીન-ફીન આગેવાને બ્રિટિશ પામેન્ટમાં હાજરી આપવાને ખાતર નહાતા ચૂંટાયા. તેમની નીતિ બિલકુલ ભિન્ન હતી. તેઓ તે। અસહકાર અને બાયકોટ યા બહિષ્કારની નીતિમાં માનતા હતા. આમ આ ચૂંટાયેલા સીન-ફીનવાદી લંડનની પાંમેન્ટથી દૂર રહ્યા અને ૧૯૧૯ની સાલમાં ડબ્લિનમાં તેમણે તેમની પોતાની પ્રજાસત્તાક ધારાસભા સ્થાપી. તેમણે આયર્લૅન્ડનું પ્રજાસત્તાક જાહેર કર્યું અને પોતાની ધારાસભાને - ડેઇલ આયરીન ' નામ આપ્યું. એને અલ્સ્ટર સહિત સમગ્ર આયર્લૅન્ડની ધારાસભા ગણવામાં આવી હતી પરંતુ અલ્સ્ટરવાસીઓ સ્વાભાવિક રીતે જ તેનાથી અળગા રહ્યા. કૅથલિક આયર્લૅન્ડ માટે તેમને જરા સરખા પણ પ્રેમ નહોતા. ડેઈલ આયરીને ડી વેલેરાને પોતાના પ્રમુખ અને ગ્રિથિને ઉપ-પ્રમુખ ચૂંટી કાઢ્યા. એ વખતે નવા પ્રજાસત્તાકના એ બંને વડા બ્રિટનની તુરંગમાં હતા. ત્યાર પછી એક અપૂર્વ લડત શરૂ થઈ. એ અજોડ લડત હતી અને આયર્લૅન્ડ તથા ઇંગ્લેંડ વચ્ચેની પહેલાંની અનેક લડતા કરતાં એ સાવ જુદા જ પ્રકારની હતી. જેમની પાછળ તેમની પ્રજાની સહાનુભૂતિ હતી એવાં મૂઠ્ઠીભર સ્ત્રીપુરુષો અપરંપાર મુશ્કેલીની પરવા કર્યા વિના લક્યાં; એક મહાન અને સ ંગઠિત સામ્રાજ્ય તેમની સામે હતું. સીન-ફીન લડત એ એક પ્રકારના હિંસક અસહકાર હતા. તેમણે બ્રિટિશ સંસ્થાના બહિષ્કાર પોકાર્યાં અને શક્ય હાય ત્યાં પોતાની સંસ્થા સ્થાપી. જેમ । કાયદાની સામાન્ય અદાલતાને ઠેકાણે તેમણે પોતાની લવાદી અદાલતો સ્થાપી. ગ્રામવિસ્તારોમાં પોલીસ થાણાં સામે તેમણે ગેરીલાયુદ્ધ ચલાવ્યું, તુર ંગામાં ભૂખમરા ઉપર જઈ તે સીન-ફીન કેદીઓએ બ્રિટિશ સરકારને ભારે તકલીફમાં ઉતારી. કૉકના મેયર ટેરેન્સ મૅકસ્વિનીની ભૂખમરાની હડતાલ સૌથી વધારે મશક્રૂર હતી. એણે આયર્લૅન્ડમાં ખળભળાટ મચાવી મૂકયો. એને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે તેણે જાહેર કર્યું કે, પોતે જીવતો કે મરેલા બહાર આવશે, અને તેણે ખારાક તજી દીધા. પંચોતેર દિવસના ઉપવાસ પછી તેના મૃત દેહને જેલની બહાર કાઢવામાં આવ્યે. માઈકલ કાલીન્સ એ આ સીન-ફીન મળવાનો એક વધારે આગળ પડતા નેતા હતા. સીન-ફીનની યુદ્ધ-નીતિથી આયર્લૅન્ડમાંની બ્રિટિશ સરકાર ઘણું અંશે સ્થગિત થઈ ગઈ અને ગ્રામવિભાગામાં તે એનું નામનિશાન પણ મળવું મુશ્કેલ હતું. ધીમે ધીમે ઉભય પક્ષે હિંસા વધી ગઈ અને વેર લેવાના બનાવે વારંવાર બનવા લાગ્યા. આયર્લૅન્ડમાં નાકરી કરવા માટે ખાસ સૈનિકદળની
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy