SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજાસત્તાક માટે આયર્લેન્ડની લડત ૧૦૯૩ આયર્લેન્ડમાં પણ સશક્ત યુવાનોની લશ્કરમાં ફરજિયાત ભરતી કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે દેશભરમાં વિરોધનો દાવાનળ ભભૂકી ઊઠ્યો. જરૂર પડે તે એને બળથી પણ સામનો કરવાની આયર્લેન્ડ તૈયારી કરી. ૧૯૧૬ના ઈસ્ટરના અઠવાડિયા દરમ્યાન ડબ્લિનમાં બંડ થયું અને આયરિશ પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. થોડા દિવસેના યુદ્ધ પછી બ્રિટિશોએ એ બળવાને કચરી નાખ્યો અને એ ટૂંકા બળવામાં ભાગ લેવા માટે લશ્કરી અદાલતમાં કેસ ચલાવીને આયર્લેન્ડના બહાદુર તથા સારામાં સારા યુવાનોને ગોળીથી વીંધી નાખવામાં આવ્યા. આ બળવાને – એને “ઈસ્ટરને બળવો” કહેવામાં આવે છે – ભાગ્યે જ બ્રિટિશેને ગંભીર પડકારરૂપ કહી શકાય. એ તે, આયર્લેન્ડ હજી પણ પ્રજાસત્તાક માટેનું સ્વપ્ન સેવે છે તથા બ્રિટિશેના આધિપત્યને તે સ્વેચ્છાથી વશ થવાને તૈયાર નથી એ વસ્તુ દુનિયા સમક્ષ , જાહેર કરવા માટેનું એક વીરતાભર્યું પગલું હતું. એ વસ્તુ દુનિયા સમક્ષ જાહેર કરવાને માટે એ બળવા પાછળના બહાદુર યુવાનોએ ઇરાદાપૂર્વક પિતાની જાતનું બલિદાન આપ્યું. એમાં પિતે નિષ્ફળ નીવડવાના છે એ તેઓ સારી પેઠે જાણતા હતા પરંતુ તેમને વિશ્વાસ હતું કે પાછળથી પિતાનું બલિદાન ફળદાયી નીવડશે અને સ્વતંત્રતાને તે વધુ નજીક લાવશે. આ બળવાના અરસામાં એક આયર્લેન્ડવાસીને જર્મનીથી આયર્લેન્ડ હથિયાર લાવતે બ્રિટિશોએ પકડ્યો હતે. આ પુરુષનું નામ સર જર કેસમેન્ટ હતું અને તે લાંબા વખતથી બ્રિટિશ એલચીખાતામાં નોકરી કરતા હતે. કેસમેન્ટ ઉપર લંડનમાં કામ ચલાવવામાં આવ્યું અને તેને મતની શિક્ષા ફરમાવવામાં આવી. કેદીના પાંજરામાં ઊભા રહીને તેણે અદાલત સમક્ષ પિતાનું નિવેદન વાંચ્યું. એ નિવેદન અતિશય હૃદયસ્પર્શી અને ભાવનાપૂર્ણ હતું અને તેમાં આયરિશ આત્માની જવલંત દેશભક્તિનું આપણને દર્શન થાય છે. એ બળવો તે નિષ્ફળ નીવડ્યો પણ એની નિષ્ફળતામાં જ તેનો વિજય છુપાયેલું હતું. એ પછી બ્રિટિશોએ ચલાવેલા દમને અને ખાસ કરીને તેમના કેટલાયે જુવાન નેતાઓને ગોળીથી વીંધી નાખવામાં આવ્યા એ વસ્તુઓ આયરિશ લોકોના માનસ ઉપર ભારે અસર કરી. ઉપર ઉપરથી તે આયર્લેન્ડ શાંત દેખાતું હતું પરંતુ એ ઉપરની શાંતિ નીચે ક્રોધને અગ્નિ ભભૂકી રહ્યો હતું અને સીન-ફીન ચળવળના રૂપમાં તે પ્રગટ થયા. સીન-ફીન વિચારે અતિશય ઝડપથી ફેલાયા. આયર્લેન્ડ ઉપરના મારા છેલ્લા પત્રમાં સીન-ફીન વિષે મેં તને કહ્યું હતું. શરૂઆતમાં તેને બહુ ઓછી સફળતા મળી હતી પરંતુ હવે તે દાવાનળની પેઠે સર્વત્ર પ્રસરી ગઈ મહાયુદ્ધ પૂરું થયા પછી બ્રિટિશ ટાપુઓમાં સર્વત્ર લંડનની પાર્લામેન્ટ માટેની ચૂંટણી થઈ. આયર્લેન્ડમાં એ ચૂંટણીમાં સીન-ફીન આગેવાનોએ -૨૦
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy