SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન અશક્ય છે. એના મત પ્રમાણે, જે કઈ નાગરિક “આ પગલાં લેવાની ના પાડે. . . . તે પિતાના સાથીઓ તથા પિતાના હાથ નીચેનાઓ સાથે ઈરાદાપૂર્વક એક દગાખોરો ભાગ ભજવે છે” અને તેને “હિચકારે નામર્દ જ કહી શકાય.” “જ્યારે મહાન પ્રજાઓનું ભાવિ જોખમમાં આવી પડ્યું હોય ત્યારે નીતિ અને અનીતિ જેવી વસ્તુઓની તેમને શી નિસ્બત હોય ?” જાએ તે “જીવલેણ નીવડે ત્યાં સુધી તેના દુશ્મન ઉપર ઉપરાછાપરી ઘા કર્યા જ કરવા જોઈએ.” આ બધી વસ્તુઓ વિષે રસ્કિને શું કહ્યું હોત એનું ખરેખર મને આશ્ચર્ય થાય છે. અંગ્રેજ માનસનું આ 5 ઉદાહરણ છે યા તે કેઝરનાં અતિશયોક્તિભર્યા વચને સામાન્ય જર્મનનું માનસ વ્યક્ત કરે છે એમ તું ન માની લઈશ. પરંતુ દુર્ભાગ્યે, આવા વિચારના લેકે ઘણી વાર સત્તા ઉપર હોય છે અને યુદ્ધકાળમાં તે લગભગ અનિવાર્ય રીતે તેઓ મોખરે આવે છે. આવી ખુલ્લી કબૂલાત સામાન્ય રીતે જાહેર રીતે કરવામાં આવતી નથી. અને યુદ્ધને પવિત્રતાને વાઘે પહેરાવવામાં આવે છે. આથી યુરોપમાં તેમજ અન્યત્ર સેંકડે માઈલના લડાઈના ખરા ઉપર ભયંકર ખૂનરેજી ચાલી રહી હતી તે વખતે એ હત્યાકાંડનું સમર્થન કરવાને તથા લેકેને છેતરવાને દેશમાં મેટા મેટા રૂડારૂપાળા શબ્દો યોજવામાં આવતા હતા. એ સ્વતંત્રતા અને આબરૂ જાળવી રાખવા માટેનું; “યુદ્ધને સદંતર અંત લાવવા માટેનું', લેકશાહી સલામત રાખવા માટેનું, આત્મનિર્ણય માટેનું, અને નાની પ્રજાઓની સ્વતંત્રતા માટેનું યુદ્ધ હતું, વગેરે વગેરે. દરમ્યાન, ઘર આંગણે બેસી રહેનારા તથા યુવાનને યુદ્ધની ભઠ્ઠીમાં કૂદી પડવાનું સમજાવવા માટે દેશભક્તિથી ઊભરાઈને આ રૂડારૂપાળા શબ્દો વાપરનારા સંખ્યાબંધ શરાફે, ઉદ્યોગપતિઓ અને યુદ્ધસરંજામ બનાવનારાઓ અઢળક નફે કરતા હતા અને કડાધિપતિ બની રહ્યા હતા. મહિનાઓ અને વરસ સુધી યુદ્ધ ચાલતું ગયું તેમ તેમ વધારે ને વધારે દેશે તેમાં ઘસડાયા. ગુપ્ત રીતે લાંચ આપવાની કરીને ઉભય પક્ષે તટસ્થ દેશને પિતાની તરફેણમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો. જાહેર રીતે એમ કરવા જતાં તે છાપરે ચઢીને પિકારવામાં આવેલા રૂડારૂપાળા શબ્દો તથા ઉચ્ચ આદર્શોનું પિગળ ફૂટી જાય. જર્મની કરતાં ઇંગ્લેંડ અને ફ્રાંસની લાંચ આપવાની શક્તિ વધારે હતી આથી લડાઈમાં જોડાયેલા મોટા ભાગના તટસ્થ દેશે ઈંગ્લડફ્રાંસ–રશિયાના પક્ષે ભળ્યા. એશિયામાઈનર તથા બીજી જગ્યાએ પ્રદેશ આપવાની ગુપ્ત સંધિ કરીને આ મિત્રરાએ જર્મનીના જૂના મિત્ર ઇટાલીને પિતાના પક્ષમાં મેળવી લીધું. બીજી એક સંધિ કરીને રશિયાને કન્ઝાન્ટિનેપલ આપવાનું વચન આપવામાં આવ્યું. દુનિયાને આપસમાં
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy