SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ મહાયુદ્ધ ૧૯૧૭-૧૮ ૧૦૦૫ દીધું. લોકેનું વ્યક્તિ સ્વાતંત્ર્ય પણ દાબી દેવામાં આવ્યું, ઢાલની બીજી બાજુને તે બેશક સંપૂર્ણપણે બંધ જ કરી દેવામાં આવી. આથી લેકેને માત્ર વસ્તુની એક જ બાજુ જાણવાની મળતી હતી અને તે પણ અતિશય વિક્ત સ્વરૂપમાં. અને ઘણી વાર તો સાવ ખોટા હેવાલો જાણવા મળતા. લેકને આ રીતે , મૂર્ખ બનાવવાનું મુશ્કેલ નહતું. - શાંતિકાળમાં પણ સંકુચિત રાષ્ટ્રવાદી પ્રચારે તથા છાપાંઓની વિક ખબરેએ કોને મૂરખ બનાવ્યા હતા અને એ રીતે તેમણે યુદ્ધ માટેની ભૂમિકા તૈયાર કરી હતી. ખુદ યુદ્ધનાં પણ સ્તુતિગાન કરવામાં આવ્યાં. જર્મનીમાં અથવા સાચું કહેતાં પ્રશિયામાં યુદ્ધનાં આ સ્તુતિગાન એ કેઝરથી માંડીને તેની નીચેના આખાયે શાસક વર્ગની ફિલસૂફી બની ગઈ એનું સમર્થન કરવાને તથા યુદ્ધ એ જીવનને માટે આવશ્યક છે એટલે મનુષ્યના જીવન અને પ્રગતિ માટે તે જરૂરી છે એ પુરવાર કરવાને વિદ્વત્તાભર્યા પુસ્તક લખાયાં. કૈઝર જાહેરમાં કંઈક અણઘડ રીતે, ભારે આડંબરયુક્ત દેખાવ કરતું હતું તેથી એને પુષ્કળ પ્રસિદ્ધિ મળી. પરંતુ ઈંગ્લંડ તથા બીજા દેશોમાં પણ લશ્કરી તેમ જ બીજા ઉપલા વર્ગોનાં મંડળોમાં એવા જ વિચારે પ્રચલિત હતા. રસ્કિન એ ૧૯મી સદીને ઇંગ્લંડનો એક મહાન લેખક છે. ગાંધીજીને એ માનીતે લેખક છે અને મને લાગે છે કે તેં પણ એનાં કેટલાંક પુસ્તકો વાંચ્યાં છે. જેના મનના ઉમદાપણ વિશે લેશ પણ શંકા નથી એવો આ પુરુષ પિતાના એક પુસ્તકમાં લખે છે : “ટૂંકમાં મને માલૂમ પડ્યું કે, બધી મહાન પ્રજાએ પોતાના શબ્દોનું સત્ય અને વિચારોનું સામર્થ્ય યુદ્ધકાળમાં શીખી છે અને શાંતિના કાળે તેમને હાસ કર્યો છે; યુદ્ધે તેમને શિક્ષણ આપ્યું અને શાંતિકાળે તેમને છેતરી; યુદ્ધે તેમને તાલીમ આપી અને શાંતિના કાળે તેમને દગો દીધે; ટૂંકમાં, યુદ્ધમાં તેઓ જન્મી અને ] શાંતિકાળમાં મરણશરણ થઈ.” રસ્કિન કે સ્પષ્ટવક્તા સામ્રાજ્યવાદી હતા એ દર્શાવવા તેના લખાણમાંથી બીજે એક ઉતારે આપીશઃ “તેણે ઇન્કંડે) એ કરવું જોઈએ કે પછી નાશ પામવું; જ્યાં પણ તે પગદંડે જમાવી શકે ત્યાંની ફળદ્રુપ જમીનને એકેએક ટુકડો કબજે કરીને તેણે સંસ્થાનો વસાવવાં જ જોઈએ, અને ત્યાં આગળ જઈ વસેલા પોતાના વસાહતીઓને તેણે શીખવવું જોઈએ કે જમીન તેમ જ સમુદ્ર ઉપર ઈગ્લેંડની સત્તા વધારવી એ તેમનું પ્રથમ દયેય છે.” વળી બીજો એક ઉતારે. એ ઉતારે એક અંગ્રેજ અમલદારના પુસ્તકમાંથી લીધો છે. બ્રિટિશ લશ્કરમાં તે મેજર જનરલના પદ સુધી પહોંચ્યો હતું. તે જણાવે છે કે, “ઈરાદાપૂર્વકનાં જૂઠાણું વિના, ખેટું કર્યા વિના કે નરે વા કુંજરે વા'ની નીતિ રાખ્યા વિના” યુદ્ધમાં વિજય મેળવી લગભગ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy