________________
૯૧૨
જગતના ઇતિહાસનુ” રેખા ન
બીજાને મૂકવામાં આવ્યા. ત્યાં આગળ આર્થિક મુશ્કેલી હતી તથા વિદેશી સત્તા સાથે પણ તકલીફ્ ઊભી થઈ. તુર્કીમાં ચાલતી અવ્યવસ્થાને લાભ લઈ તે ઑસ્ટ્રિયાએ એસ્નિયા તથા હર્ઝેગાવિનાને ખાલસા જાહેર કર્યાં. ( આ
તેને તેણે સ્ખલનની સધિ પછી ૧૮૭૮ની સાલમાં કબજો લીધા હતા. ) ઉત્તર આફ્રિકામાં ઇટાલીએ ટ્રિપોલીને બળજબરીથી કબજો લીધે અને તુર્કી સામે યુદ્ધ જાહેર કર્યું. તુર્કી એની સામે કશુંયે કરી શક્યા નહિ કેમ કે તેમની પાસે વ્યવસ્થિત નૌકાકાફલા નહાતા. અને ઇટાલીની માગણી તેમને કબૂલ રાખવી પડી. ઇટાલીની માગણી કબૂલ કરી રહ્યા ત્યાં તો તેમના વતન નજીક નવા ભય ઊભા થયા. બલ્ગેરિયા, ગ્રીસ, સર્બિયા, મેન્ટેનેગ્રા વગેરે દેશે તુર્કીને યુરોપમાંથી હાંકી કાઢી એ લૂટ આપસમાં વહેંચી લેવાને આતુર હતા. અનુકૂળ મે આવી લાગ્યા છે એ જોઈ ને એ બધા દેશોએ એકત્ર થઈ ને બાલ્કન લીગ સ્થાપી અને ૧૯૧૨ના આકટોબર માસમાં તેમણે તુર્કી ઉપર હુમલા કર્યાં. તુર્કી સાવ થાકી ગયું હતું તથા સાવ છિન્નભિન્ન થઈ ગયું હતું. વળી ત્યાં આગળ ખંધારણવાદીઓ તેમ જ પ્રત્યાધાતીઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. બાલ્કન લીગની સામે તુર્કી સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયું અને તેને ભારે નુકસાન વેઠવું પડયું. આ રીતે થાડા જ માસમાં પહેલા ખાલ્કન વિગ્રહના અંત આવ્યા અને તુર્કીને યુરોપની ભૂમિ ઉપરથી લગભગ સંપૂર્ણ પણે હાંકી કાઢવામાં આવ્યું. એક માત્ર કૉન્સ્ટાન્તિનેપલ તેના હાથમાં રહ્યુ . યુરોપનું તેમનું સૌથી પુરાણું શહેર ઍડ્રિયાનેપલ પણ તેની અતિશય નામરજી હાવા છતાં તેની પાસેથી આંચકી લેવામાં આવ્યું.
પરંતુ થોડા જ વખતમાં વિજયી દેશે। લૂંટ વહેંચવાના મુદ્દા ઉપર લડી પડ્યા અને બલ્ગેરિયાએ વિશ્વાસધાત કરીને તેના પહેલાંના સાથીઓ ઉપર અચાનક હુમલા કર્યાં. માંહેામાંહે કતલ થવા પામી અને આ અંધાધૂંધીને લાભ લેવાને, પહેલાં તેમનાથી અળગુ રહેલું રુમાનિયા તેમની સાથે જોડાયું. પરિણામે બલ્ગેરિયાએ તેને મળેલું બધું ગુમાવ્યું અને રુમાનિયા, સર્બિયા તથા ગ્રીસે પોતાના મુલકમાં ધણા વધારો કર્યાં. તુર્કીને પણ અડ્રિયાનેપલ પાછું મળ્યું. બાલ્કનની પ્રજાને માંહેામાંહે એકબીજી પ્રજા સામેના દ્વેષ આશ્ચય - કારક છે. બાલ્કનના દેશે નાના નાના છે પરંતુ તેઓ ઘણી વાર યુરેપના ઉત્પાતનાં કેન્દ્ર બન્યાં છે.
તરુણુ તુર્કાએ ૧૯૦૯ની સાલમાં પદભ્રષ્ટ કરેલા સુલતાન એક રમૂજી પુરુષ હતા. તેનું નામ અબ્દુલ હમીદ બીજો હતું અને ૧૮૭૬ની સાલમાં તે ગાદી ઉપર આવ્યા હતા. સુધારા તથા આધુનિક ફેરફારો વિષે તેને બિલકુલ પ્રેમ નહોતા. પરંતુ અમુક બાબતમાં તે કુશળ હતા અને મોટાં રાજ્યોને એકખીજા સામે લડાવી મારવાની તેની આવડત