SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ તુકી ‘યુરાપને બીમાર પુરુષ' અને છે ૨૩૧ જોઈએ એ વસ્તુ તેમને પ્રથમ સૂઝી. અમુક અંશે એ કાર્ય પાર પાડવામાં આવ્યું અને નવા ઊભા થયેલા લશ્કરી અમલદારો દ્વારા તુર્કીમાં નવા પાશ્ચાત્ય વિચારી દાખલ થવા પામ્યા. હું તને આગળ કહી ગયો છું કે તુર્કીમાં જેને મધ્યમવર્ગ ગણી શકાય એવા વર્ગ ઝાઝા પ્રમાણમાં નહાતો. તેમ જ બીજો કાઈ સંગઠિત વર્ગ પણ ત્યાં નહોતા. ૧૮૫૩-૫૬ના ક્રિમિયન વિગ્રહ પછી તુને પશ્ચિમના દેશોની ઢબનું કરવાને સાચેા પ્રયત્ન કરવામાં આવ્યા. બંધારણીય સરકાર, એટલે કે સુલતાનની આપખુદીને બદલે પ્રજાકીય ધારાસભાવાળી સરકારની તરફેણ કરતી ચળવળ ઊપડી. મીહત પાશા એ ચળવળને નેતા હતા. ૧૮૭૬ની સાલમાં રાજબંધારણની માગણીની તરફેણમાં કૉન્સ્ટાન્ટિનેપલમાં રમખાણા થયાં. સુલતાને રાજબંધારણ આપ્યું પણ બલ્ગેરિયામાં થયેલા બળવા તથા રશિયન વિગ્રહને કારણે તેણે તરત જ તે પાછું ખેંચી લીધું. આ રશિયન વિગ્રહના ભારે ખરચ તથા મૂળભૂત આર્થિક ફેરફારો કર્યા વિના ટાચ ઉપર કરવામાં આવેલા સુધારાએમાં થયેલા નાણાંના વ્યયને કારણે તુર્ક સરકાર નાદાર થઈ ગઈ. પરિણામે પશ્ચિમના દેશના શરાફે પાસે તેને નાણાં ઉછીનાં લેવાં પડયાં. અને તેમણે દેશની મહેસૂલના અમુક હિસ્સાનેા કબજો લીધા. આ રીતે પશ્રિમીકરણ તથા સુધારાના પ્રયાસે। સફળ ન થયા. સામ્રાજ્યના જૂના બંધારણ સાથે એના મેળ બેસાડવા એ મુશ્કેલ કામ હતું. * ' C ૨૦મી સદીના આરંભમાં રાજ્યબંધારણ માટેની માગણી પ્રબળ ખની. પહેલાંની પેઠે, માત્ર લશ્કરી અમલદારો જ ત્યાં આગળ સંગતિ હતા. અને એમના વર્ગોમાં જ ‘તરુણુ તુર્ક ' પક્ષના ઝડપથી ફેલાવેા થયા. એકતા અને પ્રગતિ માટેનાં ગુપ્ત મંડળા નીકળ્યાં અને મોટા ભાગના સૈન્યને પોતાના પક્ષમાં લઈ તે ૧૯૦૮ની સાલમાં તેમણે ૧૮૭૬ની સાલનું જૂનું બંધારણુ ફરીથી અમલમાં મૂકવાની સુલતાનને ફરજ પાડી. તુર્કીમાં આથી ભારે આનંદોત્સવ થઈ રહ્યો અને તે વખત સુધી પરસ્પર એકબીજાનું લોહી વહેવડાવનારા તુર્ક તથા આમિનિયન અને ખીજા લેકા, જ્યારે બધાયે સમાન બનવાના હતા તથા પરાધીન પ્રજાઓને પણ પૂરેપૂરા હક્ક મળવાના હતા એવા નવા યુગના આર્ભકાળે એકબીજાને ભેટ્યા તથા તેમણે હર્ષોંનાં આંસુ સાર્યાં. અનવર એ નામના દેખાવડા અને ધમડી પરંતુ હિંમતવાળા અને સાહસિક પુરુષ આ રુધિરરહિત ક્રાંતિના મુખ્ય સરદાર હતા. એ પછી તુર્કીના ઉદ્ધાર કરનાર મુસ્તા કમાલ પાશા પણ ‘ તરુણ તુર્ક ' પક્ષના અગત્યના નેતા હતા. પરંતુ અનવરની સરખામણીમાં તે હજી પડદા પાછળ હતા અને એ અનેને એકખીજા માટે ઋણુગમા હતા. તરુણ તુ પક્ષનું કામ સહેલું નહેતું. સુલતાન તેમની પજવણી કરતા હતા અને ત્યાં આગળ લેાહી વહ્યું. સુલતાનને પદભ્રષ્ટ કરીને તેની જગ્યાએ >
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy