SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ઈંગ્લેડ મિસર પચાવી પાડે છે ૪૦ એ ફેરાને માટેની એક પ્રકારની ભવિષ્યને અંગેની જોગવાઈ હતી. એ પિરામિડ વેઠની મજૂરીથી તથા મજૂરો ઉપર ભારે સિતમા ગુજારીને બાંધવામાં આવ્યા હતા. મમીએ એ ભવિષ્યને માટે પોતાનું શરીર જાળવી રાખવાની એક રીત હતી. આ બધું આપણને અંધકારમય, ઉગ્ર અને આનંદવિહાણું લાગે છે, વળી એ વખતની ‘વીગ' (માથે પહેરવાના કૃત્રિમ વાળના બેચલા) પણ મળી આવે છે કેમ કે તે વખતે પુરુષો તેમનું માથું મૂંડાવી નાખતા હતા. આ ઉપરાંત બાળકાને રમવાનાં રમકડાં પણ મળી આવે છે! ઢીંગલી, દડા તથા તેમનાં અંગાને હલાવીચલાવી શકાય એવાં નાનાં નાનાં પ્રાણીએ પણ મળે છે. આ રમકડાં મિસરના પ્રાચીન લેાકેાની માનવી ભાજીનું આપણને એકાએક સ્મરણ કરાવે છે અને યુગે ભેદીને તે આપણી સમીપ આવતા જણાય છે. ઈશુ પૂર્વેની છઠ્ઠી સદીમાં એટલે કે લગભગ બુદ્ધના સમયમાં ઈરાનના લકાએ મિસર જીતી લીધું અને સિંધુ નદીથી નાઈલ સુધી વિસ્તરેલા તેમના વિશાળ સામ્રાજ્યને તેને એક પ્રાંત બનાવી દીધા. ઈરાનના આકીમીની શી રાજાએ મિસર જીતી લીધું હતું. એમનું પાટનગર પરસેપેલિસ હતું. તેમણે ગ્રીસ જીતી લેવાને પ્રયત્ન કર્યાં હતા પરંતુ તેમાં તે નિષ્ફળ નીવડ્યા હતા તથા છેવટે તેમને મહાન સિક ંદરે હરાવ્યા હતા. સિકંદરને મિસરમાં ઈરાનીન કડક અમલમાંથી મુક્ત કરનાર તરીકે વધાવી લેવામાં આવ્યા. ઍલેકઝાંડિયા (એ શહેર સિક ંદરે વસાવ્યું હતું અને તેના ગ્રીક નામ ઍલેકઝાંડર ઉપરથી એ નામ પાડવામાં આવ્યું હતું.) શહેરના રૂપમાં તે ત્યાં પોતાનું સ્મારક મૂકતા ગયા. એ શહેર વિદ્યા તથા ગ્રીક સંસ્કૃતિનું મશર ધામ બન્યું. તને યાદ હશે કે સિકંદરના મરણ બાદ તેનું સામ્રાજ્ય તેના સેનાપતિમાં વહેચાઈ ગયું અને મિસર ટૅૉલેમીને ભાગ આવ્યું. ટૉલેમીએ મિસરવાસી બની ગયા અને ઈરાનીએથી ઊલટી રીતે તેમણે મિસરના આચારવિચારાને અપનાવ્યા. તેમણે પોતે મિસરવાસીઓ હોય તેવા જ વર્તાવ રાખ્યો અને મિસવાસીઓએ જાણે તેઓ પુરાણા ફૈરાના વંશના જ હોય એ રીતે તેમનેા રવીકાર કર્યાં. ક્લિયોપેટ્રા આ ટોલેમી વંશની છેલ્લી રાણી હતી અને ઈસવી સન શરૂ થયા એમ માનવામાં આવે છે તે પહેલાં થોડાં વરસ અગાઉ તેના મરણ બાદ મિસર શમન સામ્રાજ્યને એક ભાગ બની ગયું. રામે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યાં તે પહેલાં ઘણાં વરસ અગાઉ મિસરે તેને સ્વીકાર કર્યાં હતા અને મિસરના ખ્રિસ્તી ઉપર રામન લેકાએ ભારે જુલમ ગુજાર્યાં હતા એથી કરીને તેમને રણમાં છુપાઈ રહેવું પડતું હતું. પરંતુ રણમાં ગુપ્ત મા ઊભા થયા અને આ રણવાસી સાધુના ચમત્કારોની અદ્ભુત અને ગૂઢતાભરી વાતેથી તે સમયની ખ્રિસ્તી દુનિયા ઊભરાતી હતી. પાછળના
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy