SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન તેના કરતાં વધારે જ્ઞાન હોત તે આ તબકકે હું મિસરના પ્રાચીન કાળમાં પાછો જઈ શકું એમ નથી. આખરે આપણે ૧૯મી સદીનું આપણું ખ્યાન લગભગ પૂરું કર્યું છે અને ૨૦મી સદીને ઊમરે આવી પહોંચ્યાં છીએ. અને હવે આપણે ત્યાં જ રહેવું જોઈએ. આપણે કંઈ હમેશાં આગળથી પાછળ અને પાછળથી આગળ એમ આવજા કરી શકીએ નહિ ! વળી, હું બધાયે દેશના ભૂતકાળની વાત કહેવાનો પ્રયત્ન કરું તે કદીયે આ પત્રે પૂરા થાય ખરા? આમ છતાંયે, મિસરના ઈતિહાસમાં કશું કહેવા જેવું છે જ નહિ એમ તે હું તને નહિ માની લેવા દઉં. કેમ કે એ સૌથી પ્રાચીન રાષ્ટ્ર છે. તેને ઇતિહાસ બીજા કઈ પણ દેશના ઈતિહાસ કરતાં વધારે પુરાણે છે અને તેના યુગ ક્ષુલ્લક સદીઓથી નહિ પણ સહસ્ત્રાબ્દોથી ગણાય છે. ત્યાંનાં અદ્ભુત અને ભવ્ય ખંડિયેરે હજી પણ આપણને એ દૂર દૂરના પ્રાચીનકાળનું સ્મરણ કરાવે છે. પુરાતત્ત્વની શોધખોળ માટે મિસર એ સૌથી જૂનું અને મોટામાં મોટું ક્ષેત્ર હતું. અને રેતીમાંથી ખોદી કાઢવામાં આવેલાં પથ્થરનાં સ્મારક તથા બીજા અવશેષે જ્યારે તેઓ યૌવનના પૂર બહારમાં હતાં તે અતિ પ્રાચીનકાળની ચમત્કારિક વાત કહેતાં હતાં. આ ખોદકામનું અને શોધખોળનું કાર્ય હજી ચાલુ જ છે અને તે મિસરના પ્રાચીન ઇતિહાસમાં નવા નવા ઉમેરા કર્યું જાય છે. મિસરને ઇતિહાસ ક્યારે અને કેવી રીતે શરૂ થાય છે તે આપણે હજી પણ કહી શકતાં નથી. લગભગ ૭૦૦૦ વરસે પૂર્વે નાઈલ નદીની ખીણમાં સંસ્કારી લેકે વસતા હતા. એ લેકે પણ લાંબા કાળની સાંસ્કૃતિક પ્રગતિને વારસ ધરાવતા હતા. તેઓ ચિત્રલિપિમાં પોતાનું લખાણ કરતા હતા તથા તેનું, ત્રાંબુ અને હાથીદાંતનાં વાસણે બનાવતા હતા. વળી તેઓ ચૂનાનાં ચિતરામણવાળાં વાસણો તથા માટીનાં વાસણ અને કળશે પણ બનાવી જાણતા હતા. ઈશ પૂર્વેની ચોથી સદીમાં મેસેડોનના સિકંદરે મિસર જીતી લીધું તે પહેલાં ત્યાં ક૧ મિસરી રાજવંશે રાજ કરી ચૂક્યા હતા એમ કહેવામાં આવે છે. ૪૦૦૦ કે ૫૦૦૦ વરસના આ લાંબા ગાળામાં કેટલાંક અદ્ભુત સ્ત્રીપુરુષો આગળ તરી આવે છે અને આજે પણ તે જીવંત હોય એમ લાગે છે. એમાં કર્મવીર સ્ત્રીપુરુષો છે, મહાન શિલ્પીઓ છે, મહાન સ્વપ્ન સેવીઓ અને વિચારકો છે, દ્ધાઓ, આપખુદ અને જુલમગાર શાસકે છે તથા ગર્વેિક અને ઘમંડી રાજાઓ તથા સોંદર્યવતી સ્ત્રીઓ છે. સહસ્ત્રાબ્દના સહસ્ત્રાબ્દ સુધી ત્યાંના રાજકર્તા ફેરોની લાંબી હાર આપણું નજર આગળથી પસાર થાય છે. ત્યાં આગળ સ્ત્રીઓને પૂર્ણ સ્વતંત્રતા હતી અને કેટલીક સ્ત્રીઓ શાસક પણ હતી. એ દેશમાં પુરોહિત વર્ગનું ભારે પ્રભુત્વ હતું અને મિસરના લેકે નિરંતર ભવિષ્યકાળમાં અને પરલેકને વિષે જ નિમગ્ન રહેતા હતા. મહાન પિરામિડે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy