SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૧ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન અને મધરાતને સમયે એકાંત સ્થાને તેએ સભા ભરવા લાગ્યા. કાઈ વિશ્વાસઘાત કરીને બાતમી આપતું અથવા તે તેમને શેાધી કાઢવામાં આવતા ત્યારે કાવતરાંના આરોપ માટે તેમના ઉપર મુકદ્દમા ચાલતા અને ભીષણ સજાએ કરવામાં આવતી. આ મજૂરે ગુસ્સે ભરાઈ ને કેટલીક વખત યંત્રે ભાંગી નાખતા તો કાઈ વાર કારખાનાને આગ લગાડતા અને પોતાના માલિકાનું ખૂન પણ કરી બેસતા. આખરે ૧૮૨૫ની સાલમાં મજૂરોનાં મડળા સામેના પ્રતિબધા અમુક અંશે દૂર કરવામાં આવ્યા અને મજૂર મહાજને રચાવા લાગ્યાં. જેમને કંઈક ઠીક પગાર મળતો હતા એવા કસખી મજૂરોએ આ મહાજના અથવા મંડળા બાંધ્યાં, કાઇ પણ જાતના કસબ ન જાણનાર અણુધડ મજૂરો તે લાંબા સમય સુધી અસંગઠિત જ રહ્યા. મજૂરની ચળવળે આમ સામુદાયિક કાર્ય દ્વારા મજૂરોની સ્થિતિ સુધારવા માટે રચાયેલાં મજૂર મહાજનોનું સ્વરૂપ ધારણ કર્યું. હડતાલ પાડવી એટલે કે, કામ બંધ કરવું અને એ રીતે કારખાનાને નિષ્ક્રિય બનાવી દેવું એ જ મજૂરોનું એક માત્ર અસરકારક હથિયાર હતું. અલબત એ બહુ ભારે હથિયાર હતું પણ તેમને રેજી આપનાર માલિકા પાસે એથીયે વધારે શક્તિશાળી હથિયાર હતું; તે એ કે મજૂરોને ભૂખે મારીને તે તેમને વશ કરી શકે એમ હતું. એથી કરીને મજૂરાને પોતાની લડતમાં ભારે ભેગા આપવા પડચા અને તેને લાભ બહુ ધીમે મળ્યા. આ રીતે તેમની લડ઼ત આગળ ધપી. પાર્લામેન્ટમાં તેમને સીધા અવાજ નહતા કેમકે તેમને મતાધિકાર સરખા પણુ મળ્યો નહાતા. જેના બહુ ભારે વિરોધ કરવામાં આવ્યા હતા તે ૧૮૩૨ની સાલના મહત્ત્વના ‘રીકૉમે” એટલે કે સુધારાએ માત્ર સારી સ્થિતિના મધ્યમ વર્ગના લોકોને મતાધિકાર આપ્યા હતા. એ ખીલથી મજૂરોને તા મતાધિકાર ન જ મળ્યા પણ સાધારણ સ્થિતિના મધ્યમ વર્ગના લોકોને પણ મતાધિકાર ન મળ્યો. દરમ્યાન મૅચેસ્ટરના કારખાના—માલિકામાં એક થાળુ પુરુષ પેદા થયા. માણસજાત માટે તેને ભારે હમદર્દી હતી અને મજૂરોની ત્રાસજનક દશા જોઈને તેને ભારે આધાત થયા. આ પુરુષનું નામ રૉબર્ટ એવન હતું. તેણે પોતાનાં કારખાનાંઓમાં ઘણા સુધારા દાખલ કર્યાં અને પોતાના મજૂરોની સ્થિતિ સુધારી. તેણે કારખાનદારાના પોતાના વર્ગમાં પણ ચળવળ ચલાવી અને મજૂરા પ્રત્યે વધારે સારો વર્તાવ રાખવા માટે તેમને સમજાવ્યા. કઈક અશે એના પ્રયાસેાને લીધે બ્રિટિશ પામેન્ટ માલિકેાના લાભ અને સ્વાવૃત્તિમાંથી મજૂરાને ઉગારવા માટે પહેલવહેલા કાયદો પસાર કર્યાં. આ ૧૮૧૯ના કારખાનાને કાયદો હતા. આ કાયદાના એક નિયમ એવા હતા કે નવ વરસનાં નાનાં બાળકા પાસેથી એક દિવસમાં ૧૨ કલાકથી વધારે કામ ન લેવું. મજૂરોની સ્થિતિ દૈવી ભયાનક હતી તેને તને આ ઉપરથી કંઈક ખ્યાલ આવશે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy