SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજવાદને ઉદય ૮૭૧ પરંતુ મારે તને જણાવવું જોઈએ કે, ૧૮મી સદીના પૂર્વાર્ધમાં લેક શાસનના આ વિચારો મોટે ભાગે શિક્ષિત વર્ગમાં જ મર્યાદિત હતા. સામાન્ય લે કે ઉપર તે ઉદ્યોગવાદના વિકાસે ભારે અસર કરી અને તેમને ખેતરે ઉપરથી હાંકીને કારખાનાંઓમાં ધકેલ્યા. કારખાનાંઓમાં કામ કરનારા મજૂર વર્ગ વધવા લાગે. ઘણુંખરું કોલસાની ખાણોની પાસે આવેલાં બેડોળ અને ગંદાં ઔદ્યોગિક શહેરમાં ઘેટાંબકરાંની પેઠે તેઓ ખડકાયા હતા. આ મજૂરોની પ્રકૃતિ બહુ ઝડપથી બદલાતી જતી હતી અને તેઓ નવીન પ્રકારનું માનસ કેળવી રહ્યા હતા. કારમા ભૂખમરાને કારણે કારખાનાંઓમાં ખેંચાઈ આવેલા ખેડૂતે અને કારીગરે કરતાં આ મજૂરો બિલકુલ ભિન્ન હતા. આ કારખાનાંઓ ઊભાં કરવામાં ઇંગ્લડે આગેવાની લીધી હતી એટલે ઓદ્યોગિક મજૂરોને નવા વર્ગ ઊભો કરનાર પણ એ પ્રથમ દેશ હતે. કારખાનાં માંહેની સ્થિતિ કમકમાટી ઉપજાવે એવી હતી અને આ મજૂર વર્ગનાં ઝૂંપડાં અથવા ઘોલકાંઓ તે એથીયે ખરાબ હતાં. તેમની દશા અતિશય કરુણાજનક હતી. નાનાં બાળકે તથા સ્ત્રીઓને આપણે માની ન શકીએ એટલા બધા કલાક સુધી કામ કરવું પડતું. આમ છતાં કારખાનાં તથા મજૂરનાં ઘરમાં કાયદાથી સુધારો કરવાના હરેક પ્રયાસોને માલિકે તનતેડ વિરોધ કરતા હતા. આમ કરવું એ મિલકતના હકમાં નિર્લજજ દખલરૂપ નથી ? એમ કહેવામાં આવતું. આ જ મુદ્દા ઉપર ખાનગી ઘરને ફરજિયાત રીતે સાફ કરાવવાની બાબતનો પણ વિરોધ કરવામાં આવતું. ગજા ઉપરવટના કામ તથા ધીમા ભૂખમરાથી ગરીબ બિચારા અંગ્રેજ મજૂરો મરી રહ્યા હતા. નેપોલિયન સાથેના વિગ્રહ બાદ દેશ સાવ નાદાર થઈ ગયું હતું અને સર્વત્ર આર્થિક મંદીનું ભેજું ફરી વળ્યું હતું. મજૂરવર્ગને એને લીધે સૌથી વિશેષ વેઠવું પડ્યું. સ્વાભાવિક રીતે જ કારખાનાંના મજૂરે પોતાનાં મંડળ રચીને તે દ્વારા પિતાનું રક્ષણ કરવા તેમ જ તેમની સ્થિતિ સુધારવા માગતા હતા. પરંતુ એમ કરતાં તેમને અટકાવવામાં આવ્યા. ઇંગ્લંડનો શાસકવર્ગ ફ્રાંસની કાંતિથી એટલે બધે ભયભીત થઈ ગયો હતો કે, ગરીબ બિચારા મજૂરે સભામાં એકત્ર મળીને પિતાનાં દુઃખો તથા ફરિયાદોની ચર્ચા કરે તે અટકાવવા. માટે કાયદા ઘડવામાં આવ્યા. આ કાયદાઓને “સંમેલનના કાયદાઓ.’ કહેવામાં આવતા. “કાયદે અને વ્યવસ્થા ને સિદ્ધાંત આજે જેમ હિંદમાં છે તેમ તે સમયે ઇંગ્લંડમાં જે મૂઠીભર લેકે સત્તા ઉપર હોય તેમની નેમ પાર પાડવાનું તથા તેમનાં ગજવાં તર કરવાનું બહુ ઉપયોગી કાર્ય બજાવતા હતા. પરંતુ મજૂરોને સભામાં એકત્ર થતા રેકવાના કાયદાથી પરિસ્થિતિ સુધરી નહિ. એથી તે ઊલટા તેઓ ઉત્તેજિત થયા અને જીવ પર આવી ગયા. તેમણે ગુપ્ત મંડળે બાંધ્યાં, પિતાની વાત ગુપ્ત રાખવાની પરસ્પર પ્રતિજ્ઞા લીધી
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy