SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧. લોકશાહીની પ્રગતિ ૧૦ ફેબ્રુઆરી, ૧૯૩૩ મારા છેલ્લા પત્રમાં ૧૯મી સદીમાં વિજ્ઞાને કરેલી પ્રગતિને તને આછો ખ્યાલ આપવાનો મેં પ્રયાસ કર્યો હતે. હવે આપણે એ સદીની બીજી બાજુ તરફ – લેકશાહીના સિદ્ધાંતના વિકાસ તરફ નજર કરીએ. ૧૮મી સદીમાં ક્રાંસમાં ઉદ્ભવેલા વિચારમંથન વિષે, તે કાળના મોટામાં મોટા વિચારક તથા લેખક વૈતેયાર વિષે તેમ જ ધર્મ તથા સમાજના અનેક જૂના ખ્યાલને પડકારીને બહાદુરીપૂર્વક નવા સિદ્ધાંત રજૂ કરનારા ફ્રાંસના બીજા વિચારકે વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ હશે. આવું રાજકીય ચિંતન તે સમયે માત્ર ક્રાંસમાં જ મર્યાદિત હતું. જર્મનીમાં એ વખતે ફિલસૂફે તત્ત્વજ્ઞાનના ગહન પ્રશ્નોમાં વધારે ઊંડો રસ લેતા હતા. ઇંગ્લંડમાં વેપારરોજગાર વધતા જતા હતા અને મોટા ભાગના લેકને સંજોગવશાત વિચાર કરવાની ફરજ પડે તે સિવાય તેમ કરવામાં ઝાઝો રસ નહોતે. પરંતુ એમ છતાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં એક જાણીતું પુસ્તક ઈંગ્લંડમાં બહાર પડ્યું. એ પુસ્તક એડમ સ્મિથનું રાષ્ટ્રોની સંપત્તિ” (વેલ્થ ઓફ નેશન્સ) હતું. એ રાજકારણનું નહિ પણ સંપત્તિશાસ્ત્રનું પુસ્તક હતું. તે સમયે બીજા બધા વિષયેની બાબતમાં સામાન્ય રીતે બનતું તેમ એ વિષયને પણ ધર્મ તેમ જ 'નીતિશાસ્ત્ર સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. અને એ રીતે એ વિષયની બાબતમાં ભારે ગોટાળા પ્રવર્તતે હતે. એડમ સ્મિથે શાસ્ત્રીય રીતે એ વિષયનું નિરૂપણ કર્યું. નૈતિક પ્રશ્નોની આટીઘૂંટીઓથી એ વિષયને અલગ રાખીને તેણે સમાજની આર્થિક પ્રવૃત્તિના મૂળમાં રહેલા કાયદાઓ શોધી કાઢવાને પ્રયાસ કર્યો. તને કદાચ ખબર હશે કે સંપત્તિશાસ્ત્ર સમગ્ર રાષ્ટ્ર કે પ્રજાના આવક ખરચની વ્યવસ્થા વિષે, તે શી શી વસ્તુઓ ઉત્પન્ન કરે છે તથા વાપરે છે તથા પ્રજાના અંદરઅંદરના એકબીજા સાથેના તેમ જ તેને બીજી પ્રજાઓ તથા રાષ્ટ્રો સાથેના સંબંધો વિષે વિચાર કરે છે. આ બધા કંઈક અંશે અટપટા વ્યવહારો નિશ્ચિત કુદરતી નિયમો અનુસાર થતા હતા એમ તે માનો હતો. તે એમ પણ માનતા હતા કે આ કાયદાઓના કાર્યમાં કશી દખલ ન થવા પામે એટલા ખાતર ઉદ્યોગના વિકાસ માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. આ લેઝે ફેર” એટલે કે વૈરાચાર અથવા વૈર પ્રવૃત્તિના સિદ્ધાંતની શરૂઆત હતી. એ વિષે હું તને કંઈક કહી ગયે છું. ફ્રાંસમાં એ સમયે પેદા થઈ રહેલા લેકશાસનવાદી વિચાર સાથે એડમ સ્મિથના પુસ્તકને કશી લેવાદેવા નહોતી. પરંતુ મનુષ્યો અને પ્રજાને સ્પર્શતા એક અતિ મહત્ત્વના પ્રશ્નનું શાસ્ત્રીય નિરૂપણ કરવાને તેને પ્રયાસ એ દર્શાવે છે કે હવે
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy