SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ યુરપમાં ૧૮૪૮ની સાલની ક્રાંતિએ ૮૩૩ અંધેરના લાભ ઉઠાવીને લુઈ, ખાનાપાર્ટ નામના નેપોલિયનને ભત્રીજો રસ આવ્યા અને સ્વતંત્રતાના ભારે મિત્ર હોવાના ડાળ કરીને તે પ્રજાસત્તાકના પ્રમુખ ચૂંટાયેા. આ તો માત્ર સત્તા હાથ કરવા માટેના ખાટા ડેળ જ હતા. પોતાના સ્થાન ઉપર ખરાબર સ્થિર થયા પછી લશ્કર ઉપર તેણે કાબૂ મેળવ્યા. ૧૮૫૧ની સાલમાં એકાએક રાજપલટા થયા. લશ્કરના બળથી તેણે પેરિસને ગભરાવી મૂક્યું, ધણા લેાકેાને ગાળાથી હાર કર્યાં અને ધારાસભાને ડરાવી દીધી. ખીજે વરસે પોતે સમ્રાટ બની બેઠો અને નેપોલિયન ત્રીજો એવું નામ તેણે ધારણ કર્યું. મહાન નેપોલિયનને પુત્ર નેપોલિયન બીજો હતા એમ માનવામાં આવ્યું. જો કે તેણે તે કદીયે શાસન કર્યું નહોતું. ચાર વરસ કરતાં કંઈક વધારે સમયની ઝાંખી કારકિર્દી પછી આ રીતે ખીજા પ્રજાસત્તાકના અંત આવ્યે . ૧૮૪૮ની સાલમાં ઇંગ્લંડમાં બળવા થયા નહોતે પરંતુ ત્યાં આગળ ભારે તકલીફ અને ખળભળાટ પેદા થવા પામ્યાં હતાં. પરંતુ જ્યારે ખરી તકલીફ આવી પડે ત્યારે તેની આગળ નમી પડીને તેમાંથી ઊગરી જવાની આવડત ઇંગ્લેંડ પાસે છે. તેનું રાજબંધારણ લવચીક એટલે કે તેમાં જે વખતે જેવા ફેરફાર કરવા હાય તેવા ફેરફાર સહેલાઈથી કરી શકાય એવું હોવાથી એમ કરવામાં તે મદદગાર નીવડે છે. અને જ્યારે ઊગરવાના કશા ઉપાય બાકી રહ્યો ન હોય ત્યારે કંઈક સમાધાન સ્વીકારી લેવાનું લાંબા કાળના અનુભવે અ ંગ્રેજોને શીખવ્યું છે. અક્કડ એટલે કે જેમાં સહેલાઈથી ફેરફાર ન કરી શકાય એવા રાજબંધારણવાળા દેશો તથા જેમનામાં સમાધાનવૃત્તિ ઓછી હાય એવી પ્રજા ઉપર એકાએક આવી પડતા ભારે ફેરફારો અંગ્રેજ પ્રજાએ આવી રીતે ટાળ્યા છે. પાર્લમેન્ટના સભ્ય ચૂંટવાને મતાધિકાર વધારે લેાકાને આપવાની જોગવાઈ કરતા ૧૮૩૨ની સાલના રિર્ફોમ` બિલ ઉપર ઇંગ્લેંડમાં ભારે આંદોલન પેદા થયું. આધુનિક ધારણાથી માતાં તે અતિશય હળવા પ્રકારનું અને બિનજોખમકારક બિલ હતું. એમાં મધ્યમ વર્ગના થાડા વધારે માણસાને મતાધિકાર આપવાનું જણાવવામાં આવ્યું હતું. મજૂરો તથા મોટા ભાગના ખીજા લોકેાને હજી મતાધિકાર મળ્યો નહોતા. તે વખતે પાલમેન્ટ મૂડીભર શ્રીમંતાના હાથમાં હતી અને પેાતાના વિશિષ્ટ અધિકારો તથા કશી તકલીફ્ વિના તેમને આમની સભામાં મેકલી આપનાર · સડેલા મતવિભાગે ' ગુમાવી બેસવાની તેમને બીક હતી. આથી તેમણે પોતાની સમગ્ર શક્તિથી એ બિલના વિરોધ કર્યાં અને તે કહેવા લાગ્યા કે આ બિલ જો પસાર કરવામાં આવશે તે ઇંગ્લંડની ભારે દુર્દશા થશે અને આ દુનિયાને! અંત આવશે. પરિસ્થિતિ ઇંગ્લંડમાં આંતરવિગ્રહ ફાટી નીકળવાની અણી સુધી પહેાંચી ગઈ. પરંતુ વિરોધ પક્ષ પ્રજાવ્યાપી આંાલનથી ડરી ગયા અને એ બિલ પાસ કરવાની સ ંમતિ તેણે આપી.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy