SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન જેનું હું અવલોકન કરી રહ્યો હતો તે ૧૯મી સદીમાં યુરોપમાં અનેક બંડે અને બીજાં રમખાણો થવા પામ્યાં હતાં એને કારણે ક્રાંતિવિષયક આ લંબાણ વિષયાંતર કરવાને હું દેરાયો. એમાંનાં ઘણુંખરાં બંડે અને ખાસ કરીને એ સદીના પૂર્વાર્ધમાં થયેલાં બંડ પરદેશી શાસન સામેનાં રાષ્ટ્રીય બંડે હતાં. એની સાથે સાથે જ ઓદ્યોગિક દેશોમાં સામાજિક બળવાના વિચારો નવા ઊભા થયેલા મજૂરવર્ગ અને તેમના મૂડીવાદી માલિકવર્ગ વચ્ચે ઘર્ષણ પેદા કરવા લાગ્યા. લેકે સામાજિક ક્રાંતિને અર્થે વિચાર તથા તેને માટે જ્ઞાનપૂર્વક કાર્ય કરવા લાગ્યા. ૧૮૪૮નું વરસ યુરોપની ક્રાંતિઓનું વરસ કહેવાય છે. એ વરસ દરમ્યાન ઘણું દેશમાં બંડ થવા પામ્યાં. એમાંનાં ચેડાં અંશતઃ સફળ થયાં પરંતુ મોટા ભાગનાં બંડે નિષ્ફળ નીવડ્યાં. પિોલેંડ, ઈટાલી, બેહેમિયા અને હંગરીમાં થયેલાં બંડની પાછળ દાબી દેવામાં આવેલી રાષ્ટ્રીય ભાવના કારણભૂત હતી. પિલેંડને બળ પ્રશિયાની સામે અને બેહેમિયા તથા ઉત્તર ઈટાલીને બળ ઑસ્ટ્રિયાની સામે હતે. એ બધા બળવા દાબી દેવામાં આવ્યા. ઑસ્ટ્રિયા સામેને હંગરીને બળવે એ સૌથી મોટો હતે. લેસ કસુથ એને નેતા હિતે. હંગરીના ઇતિહાસમાં તે એક દેશભક્ત અને સ્વાતંત્ર્યના યોદ્ધા તરીકે મશહૂર છે. ડાં વરસ બાદ ડીક નામના બીજા એક મહાન નેતાની આગેવાની " નીચે બીજા પ્રકારની લડતથી હંગરીએ સફળતા મેળવી. ડીકની લડવાની પદ્ધતિ સવિનયભંગની હતી એ જાણવા જેવી વાત છે. ૧૮૬૭ની સાલમાં ઍડ્યિા અને હંગરીનું હસબર્ગવંશના સમ્રાટ કોસીસ જોસફ નીચે લગભગ સમાન ભૂમિકા ઉપર જોડાણ થયું. એ જેડાણ “દ્વિરાજ પદ્ધતિ' તરીકે જાણીતું છે કેમકે એ પદ્ધતિથી કોસીસ જોસફ એ ઉભય દેશને રાજકર્તા બને. અધી સદી પછી ડીકની સવિનયભંગની પદ્ધતિ ઈગ્લેંડ સામે લડવામાં આયર્લેન્ડના લેકેને માટે નમૂનારૂપ થઈ પડી. ૧૯૨૦ની સાલમાં હિંદમાં અસહકારની લડત શરૂ કરવામાં આવી ત્યારે કેટલાક લેકએ ડીકની લડતને યાદ કરી હતી. પરંતુ એ બે પદ્ધતિઓ વચ્ચે ઘણે તફાવત હતો. ૧૮૪૮ની સાલમાં જર્મનીમાં પણ બળવા થયા પરંતુ તે બહુ ગંભીર પ્રકારના નહોતા. એ બધા દાબી દેવામાં આવ્યા અને થોડાંક સુધારાનાં વચન આપવામાં આવ્યાં. ક્રાંસમાં એ સાલમાં ભારે ફેરફાર થયો. ૧૮૩૦ની સાલમાં બુનેને હાંકી કાઢવામાં આવ્યા ત્યારથી લઈ ફીલીપ રાજા હતા. તે એક પ્રકારને અર્ધબંધારણીય રાજા હતે. ૧૮૪૮ની સાલમાં પ્રજા એનાથી કંટાળી અને એને ગાદીત્યાગ કરવાની ફરજ પાડવામાં આવી. ફરીથી પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી. આ ફ્રાંસનું બીજું પ્રજાસત્તાક હતું કેમકે તેની મહાન ક્રાંતિ વખતે સ્થાપવામાં આવેલું પ્રજાસત્તાક તેનું પહેલું પ્રજાસત્તાક હતું. આ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy