SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહાવલોકન સુધી ઉકેલી શકાઈ નથી. એકબીજાથી બહુ જ દૂર આવેલા પ્રદેશમાં એક સરખાં ઓજાર મળી આવે છે તથા કળાના નમૂનાઓમાં પણ અદ્વિતીય સામ્ય નજરે પડે છે. ચિતરામણવાળાં માટીનાં વાસણો તથા અનેક પ્રકારના શણગાર તથા આકૃતિઓવાળા મનેહર કળશે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. આવા પ્રકારનાં માટીનાં વાસણો એટલાં બધાં મળી આવે છે કે, એ આખા યુગને ચિતરામણવાળા માટી કામની સંસ્કૃતિને યુગ કહેવામાં આવે છે. એ યુગમાં લેનારૂપાનું ઝવેરાત હતું, ચિનાઈ માટી અને આરસનાં વાસણે હતાં તેમ જ સુતરાઉ કાપડ પણ હતું. મિસરથી સિંધુની ખીણ અને સિંધુની ખીણથી ચીન સુધીના પ્રાચીન સંસ્કૃતિના આ પ્રત્યેક કેન્દ્રમાં પિતતાનું કંઈક વિશિષ્ટ તત્વ હતું તથા સ્વતંત્રપણે તેમણે પિતાની પ્રગતિ કરી હતી. પરંતુ એમ છતાંયે એ બધાંમાં અમુક પ્રકારની સમાનતા અને સંસ્કૃતિની સળંગસૂત્રતા માલુમ પડી આવે છે. લગભગ ૫૦૦૦ વરસો પૂર્વે આવું હતું. પરંતુ એ સંસ્કૃતિઓ પ્રમાણમાં આગળ વધેલી સંસ્કૃતિઓ હતી એ સ્પષ્ટ છે અને હજારે વરસના વિકાસને પરિણામે તે એ કક્ષાએ પહોંચી હશે. નાઈલની ખીણ અને ખન્ડિયામાં એથી બે હજાર વરસ પહેલાંના સમયે પણ આપણે સંસ્કૃતિની નિશાનીઓ શોધી શકીએ છીએ અને સંસ્કૃતિનાં બીજાં કેન્દ્રો પણ ઘણું કરીને એટલાં જ પ્રાચીન છે. ઈ. સ. પૂ. ૩૦૦૦ વરસ પહેલાંની મેહનજો-દડે–કાળની, પ્રારંભિક તામયુગની આ સમાન અને બહાળા વિસ્તારમાં ફેલાયેલી સંસ્કૃતિમાંથી પૂર્વની જુદી જુદી ચાર મહાન સંસ્કૃતિઓ ઉભવે છે, એકબીજાથી જુદી પડે છે અને અલગ અલગ સ્વતંત્રપણે વિકસે છે. એ ચાર તે મિસરની, મેસેમિયાની, હિંદુસ્તાનની અને ચીનની સંસ્કૃતિઓ. મિસરના ભવ્ય પિરામિડ તથા ગીઝા આગળનું નરસિંહ સ્વરૂપનું મહાન ર્ફિકેસ આ પાછળના કાળમાં બાંધવામાં આવ્યાં. એ પછી મિસરમાં થીબન-યુગ આવ્યું. એ પછી ઈ. સ. પૂ. ૨૦૦૦ના અરસામાં ત્યાં આગળ થીબન સામ્રાજ્ય ફાલ્યુંફૂલ્યું અને એ કાળમાં ત્યાં અદ્ભુત મૂર્તિઓ તથા ભીંતચિત્ર નિર્માણ થયાં. કળાની પુનાગ્રતિને આ મહાન યુગ હતે. લક્ષર આગળ આવેલાં જબરદસ્ત મંદિરે એ અરસામાં બંધાયાં હતાં. તુતખામન એક થીબન ફેરે અથવા સમ્રાટ હતે. એનું નામ તે હરકેઈ જાણે છે પરંતુ એ ઉપરાંત એને વિષે બીજું કશું તેઓ જાણતાં નથી. ખાછિયામાં સુમેર અને અક્કડ એમ બે સ્થળે બળવાન અને સુસંગઠિત રાજે ઊભાં થયાં, ખાઠિયાનું મશહૂર નગર ઉર, મોહનજો-દડોના જ કાળમાં કળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ નિર્માણ કરી રહ્યું હતું. લગભગ ૭૦૦ વરસના આધિપત્ય પછી ઉરને ઉથલાવી પાડવામાં આવ્યું. સીરિયામાંથી આવનાર સેમેટિક જાતિના (એટલે કે આરબે અને યહૂદીઓની જાતિના) બેબિલોનિયન લેકે નવા
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy