SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન એશિયાની સંસ્કૃતિઓનું અવલોકન કર્યું છે. તેમણે હિંદુસ્તાન, મધ્યપૂર્વ (એટલે કે પશ્ચિમ એશિયા,) તથા ઈરાન, ચીન અને જાપાનની સંસ્કૃતિઓનું અલગ અલગ પુસ્તકમાં વિવરણ કર્યું છે. કળામાં એમને રસ હોવાથી કળાવિષયક ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓના વિકાસના દષ્ટિબિંદુથી તેમણે એ વિષયનું નિરૂપણ કર્યું છે. તથા તેમણે પોતાના પુસ્તકોમાં સંખ્યાબંધ સુંદર ચિત્રે પણ આપ્યાં છે. વિગ્રહે, યુદ્ધો તથા રાજાઓના કાવાદાવા વિષે જાણીને તે દ્વારા ઈતિહાસ ભણવા કરતાં ઇતિહાસ ભણવાની આ વધારે સારી અને રસપ્રદ રીત છે. હજી મેં. ઍસેટનાં માત્ર બે જ પુસ્તક વાંચ્યાં છે અને એથી મને ભારે આનંદ થયે છે. એમાંનું એક પુસ્તક હિંદ વિષે અને બીજું મધ્યપૂર્વ વિષે છે. રમણીય ઇમારતે, ઉમદા મૂર્તિઓ, આપણને મુગ્ધ કરી મૂકે એવાં ભીંતચિત્રો તથા ચિત્રકામના ઇતર નમૂનાઓ મને દેરાદૂન જેલમાંથી ઉપાડીને દૂર દૂરના દેશોમાં તથા અતિ પ્રાચીન કાળમાં લઈ ગયાં. ઘણુ વખત ઉપર મેં તને હિંદના વાયવ્ય ભાગમાં સિંધુ નદીની ખીણમાં આવેલાં મોહન-જો-દડ તથા હડપ્પા આગળના પાંચ હજાર વર્ષ પૂર્વેની હિંદની પ્રાચીન સંસ્કૃતિના અવશેષો વિષે લખ્યું હતું. જે સમયે મેહન-જોદડામાં લેકે રહેતા, કામ કરતા તથા રમતગમત કરતા હતા તે પ્રાચીન કાળમાં સંસ્કૃતિનાં બીજાં પણ અનેક કેન્દ્રો હતાં. પરંતુ એ વિષેની આપણી માહિતી જૂજ છે. એશિયા અને મિસરના જુદા જુદા ભાગોમાં જે અવશેષો ખોદી કાઢવામાં આવ્યા છે તેટલા પૂરતી જ આપણી એ વિષેની માહિતી મર્યાદિત છે. આપણે વધારે ખંતથી અને બહોળા વિસ્તારમાં ખોદકામ કરીએ તે સંભવ છે કે આવા ઘણું અવશેષે આપણને મળી આવે. પરંતુ એ કાળની મિસરની નાઈલની ખીણની, ખાડ્યિાની (જ્યાં આગળ એલામનું રાજ્ય હતું અને જેનું પાટનગર સૂસા હતું), પૂર્વ ઈરાનમાં પરસે પોલીસની, મધ્ય એશિયામાં તુર્કસ્તાનની અને ચીનમાં હેઆંગણે અથવા પીળી નદીની ખીણની ઉત્કૃષ્ટ સંસ્કૃતિ વિષે આપણને માહિતી છે જ. એ તાંબાની ધાતુના વપરાશના આરંભનો યુગ હતો અને પાષાણયુગ હવે પૂરે થવા આવ્યું હતું. મિસરથી ચીન સુધીના આ બહોળા વિસ્તારમાં સંસ્કૃતિનો વિકાસ લગભગ સમાન કક્ષાએ પહોંચેલે માલૂમ પડે છે. એશિયાના એક છેડાથી બીજા છેડા સુધી પ્રસરેલી સમાન સંસ્કૃતિના થોડાઘણા પુરાવાઓ મળી આવે છે એ ખરેખર આશ્ચર્યકારક છે. એ વસ્તુ બતાવે છે કે, સંસ્કૃતિનાં જુદાં જુદાં કેન્દ્રો અલગ કે એકબીજાથી અળગાં નહોતાં પરંતુ એ બધાને એકબીજા સાથે સંપર્ક હતું. તે વખતે ખેતીની કળા ખીલી હતી, પાળેલાં જાનવરો રાખવામાં આવતાં હતાં તથા ડેઘણે વેપાર પણ ચાલતું હતું. લખવાની કળા પણ શરૂ થઈ ચૂકી હતી, પરંતુ એ પ્રાચીન ચિત્રલિપિ હજી
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy