________________
ઉપર જગતના ઇતિહાસનું રેખાદર્શન સમયે તેની ઉંમર ૮૪ વરસની હતી. પેરીસના યુવાનને સંબોધીને તેણે કહ્યું કે, “આજના યુવકો ભાગ્યશાળી છે, કેમ કે તેઓ ભારે બનાવો જેવા પામવાના છે.” સાચે જ, તેમણે ભારે બનાવો જેવા એટલું જ નહિ પણ તેમાં તેમણે ભાગ લીધે, કેમ કે એ પછી ૧૧ વરસ બાદ ક્રાંતિ ફાટી નીકળી. લાંબા કાળ સુધી એને રોકી રાખવામાં આવી હતી. ૧૭મી સદીમાં ભવ્ય રાજા ૧૪મા લૂઈએ કહ્યું હતું કે, “હું જ રાજ્ય છું.’ ૧૮મી સદીમાં તેના વારસ ૧૫મા લૂઈએ કહ્યું હતું કે, “મારા પછી તે પ્રલય છે.” અને તેના આ આમંત્રણ પછી પ્રલય આવ્યા અને ૧૬મા લૂઈ તથા તેના સાથીદારોને ઘસડી ગયે. તરેડ તરેડના પાઉડરોથી મહેકતી વીગ એટલે વાળની ટોપી તથા રેશમી સુરવાળે પહેરનારા અમીરને બદલે સુરવાળ વિનાના માણસે આગળ આવ્યા. કાંસમાં પુખ્ત વયના દરેક પુરુષ તેમ જ સ્ત્રીને નાગરિકતાને હક પ્રાપ્ત થશે. અને નવા જન્મેલા પ્રજાસત્તાક રાજ્યના ધ્યાનમંત્ર “સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને ધ્વનિ આખી દુનિયાને બુલંદ અવાજે સંભળાવવામાં આવ્યું.
ક્રાંતિના સમય દરમ્યાન કેરને અમલ વર્તત બહુ જોવામાં આવે છે. સ્પેશિયલ રેવોલ્યુશનરી ટ્રિબ્યુનલ એટલે કે, ક્રાંતિની ખાસ અદાલતેની સ્થાપનાથી માંડીને રૉસ્પિયેરના પતન સુધીના ૧૬ માસ દરમ્યાન લગભગ ૪૦૦૦ માણસને ગિલેટીન ઉપર ચડાવવામાં આવ્યાં હતાં. આ બહુ મેટી સંખ્યા કહેવાય અને એમાં કેટલાયે નિર્દોષ માણસના જાન ગયા હશે, એ વિચાર જ્યારે આપણને આવે છે, ત્યારે આપણને દુઃખ થાય છે અને કમકમાટી છૂટે છે. પરંતુ એમ છતાંયે કેટલીક હકીક્ત આપણે લક્ષમાં લેવી જોઈએ કે જેથી આપણે ક્રાંસના આ કરના અમલને તેના સાચા સ્વરૂપમાં જોઈ શકીએ. પ્રજાસત્તાક રાજ્ય
મેરથી દુશ્મને, દેશદ્રોહીઓ અને જાસૂસેથી ઘેરાયેલું હતું, અને મિલેટીનની શિક્ષા પામેલાઓમાંના ઘણું તે પ્રજાસત્તાક રાજ્યના કટ્ટા દુશ્મન હતા અને તેઓ તેને નાશ કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા હતા. કેરના અમલના છેવટના ભાગમાં ગુનેગારની સાથે નિદોષ લેકેને પણ વેઠવું પડ્યું. ભયની સામે આપણી દષ્ટિને પળ ચઢી જાય છે અને નિર્દોષ તથા ગુનેગાર વચ્ચે વિવેક કરવાનું મુશ્કેલ થઈ જાય છે. ફ્રાંસના પ્રજાસત્તાક રાજ્યને તેની કસોટીની ઘડીએ લાફાવેત જેવા તેના કેટલાક મોટા મોટા સેનાપતિઓના વિરોધ અને દગાને સામને પણ કરે