SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ સરકારના શહ ૧૫૧ પત્રો લાંબા હતા. આ આપણા યુગયુગાન્તરેાના પ્રવાસમાં સદીની સદીઓ આપણે એક એક પગલે વટાવી ગયાં. આખાને આખા ખાના ખડા ઉપર ઊડતી નજર કરી ગયાં. પરંતુ ફ્રાંસમાં ૧૭૮૯થી ૧૭૯૪ની સાલના કાળ દરમ્યાન આપણે ઠીક ઠીક સમય સુધી રોકાયાં. આમ છતાં પણ તને એ જાણીને આશ્ચર્ય થશે કે એ વસ્તુ ટૂંકમાં પતાવવાને મેં ભારે જહેમત ઉડાવી છે, કેમ કે, મારું મન એ વિષયથી ઊભરાતું હતું અને મારી કલમ આગળ ને આગળ જવા ચહાતી હતી. ઐતિહાસિક દષ્ટિએ ફ્રાંસની ક્રાંતિનું ભારે મહત્ત્વ છે. એનાથી એક યુગ સમાપ્ત થાય છે અને ખીજાના આરંભ થાય છે. એની રામાંચકતાને કારણે એ વિશેષે કરીને આકર્ષક બને છે અને એ આપણ સૌને અનેક પ્રકારના ધ આપે છે. દુનિયા આજે વળી પાછી ખળભળી ઊઠ્ઠી છે અને મહા પરિવા થવાને ટાંકણે આપણે ઊભાં છીએ. આપણા દેશમાં પણ આપણે ક્રાંતિકાળમાંથી પસાર થઈ એ છીએ — ભલેને એ શાન્ત ક્રાંતિ ક્રમ ન હાય. એટલે ફ્રાંસની ક્રાંતિ અને આપણા સમયમાં આપણી નજર આગળ થયેલી રશિયાની મહાન ક્રાંતિમાંથી આપણે ઘણું શીખી શકીએ. આ બે ક્રાંતિના જેવી સાચી જનતાની ક્રાંતિ જીવનની કારમી વાસ્તવિકતાને તેના નગ્ન સ્વરૂપમાં ખુલ્લી કરે છે; વીજના ઝબકારાની પડે તે સમગ્ર પ્રદેશને દશ્યમાન કરે છે અને ખાસ કરીને અંધકારમય સ્થાનાને આપણી નજર સામે ખુલ્લાં કરે છે. થેાડા સમય માટે તે લક્ષ્ય સ્પષ્ટપણે દેખાય છે અને તે અતિશય સમીપ આવેલું લાગે છે. માણસમાં શ્રદ્ધા અને શક્તિ ઊભરાવા લાગે છે, સંશય અને સંકલ્પવિકલ્પ નષ્ટ થાય છે. કંશી ન્યૂનતા કે લેશમાત્ર ઊણપ સાંખી કે ચલાવી લેવાના પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ક્રાંતિ કરનાર માણસા આમતેમ જોયા વિના તીરની પેઠે સીધાં આગળ વધે છે; અને તેમની દૃષ્ટિ જેટલા પ્રમાણમાં સીધી અને તીક્ષ્ણ હોય છે તેટલા પ્રમાણમાં ક્રાંતિ પણ આગળ વધે છે, પરંતુ ક્રાંતિની પરાકાષ્ઠાના સમયમાં જ આવું બનવા પામે છે. એ સમયે ક્રાંતિના નાયકા પર્વતની ટાચે ઊભેલા હોય છે અને જનતા તેમના તરફ ઊંચે કૂચ કરી રહી હેાય છે. પરંતુ અફસોસ ! પછીથી એવા સમય આવે છે કે જ્યારે તેમને પર્વતના શિખર ઉપરથી નીચે અંધકારમય ખીણમાં ઊતરવું પડે છે અને શ્રદ્દા મંદ પડે છે તથા શક્તિ ક્ષીણ થઈ જાય છે. લગભગ જિંદુંગી બધી દેશવટા વેનાર વાસ્તેયર ૧૭૭૮ની સાલમાં પોતાના મરણની આગળ આગળ પૅરીસ પાછો આવ્યો. એ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy