SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિને આરંભ ૦૭ ભગવે છે એવા વિચારથી તેમણે પિતાના મનનું સમાધાન કર્યું. પરંતુ ખરી વાત એ છે કે, મજૂરોને તેઓ પિતાના જેવા મનુષ્ય તરીકે લેખતા જ નહોતા, વ્યક્તિની કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં રાચે કશી દખલ ન કરવી અને તેને યથેચ્છ રીતે પિતાની પ્રગતિ સાધવાની અનુકૂળતા કરી આપવી એવી પિતાને ફાવતી આવતી ફિલસૂફી તેમણે ઉપજાવી કાઢી. આ મત અથવા ફિલસૂફીને લેઝે-ફેર” ફિલસૂફી કહેવામાં આવે છે. આમ તેમને પિતાના ધંધા-રોજગારમાં સરકારની કશી દખલગીરી વિના મનમાન્યું કરવું હતું. માલ બનાવવાનાં કારખાનાંઓ તેમણે બીજા દેશોની પહેલાં ઊભાં કર્યા હતાં એટલે એ બાબતમાં તેઓ તેમનાથી આગળ હતા. આથી હવે કશી નડતર વિના પેટ ભરીને પૈસા કમાવાની તેમની એકમાત્ર નેમ હતી. એટલે “લે-ફેર” એ તો લગભગ દૈવી સિદ્ધાંત બની ગયો. જે માણસ તેને લાભ ઉઠાવી શકે તે એ સિદ્ધાંત દરેક જણને તક આપે છે એવું એને વિષે માનવામાં આવતું હતું. દરેક સ્ત્રી અને પુરુષે આગળ વધવા માટે આખી દુનિયા સાથે ઝઘડવું જોઈએ અને એ ઝઘડામાં મોટા ભાગના લોકોને | કચ્ચરઘાણ નીકળી જાય તે શું ? આ પત્રોમાં મેં તને માણસ માણસ વચ્ચેના પરસ્પર વ્યવહારમાં સહકારની ઉત્તરોત્તર થતી જતી પ્રગતિ વિષે કહ્યું છે, તથા એ વસ્તુ રાજ્યના પાયારૂપ છે એમ પણ જણાવ્યું છે. પરંતુ “લેઝે-ફેર” સિદ્ધાંત અને નવા મૂડીવાદે તે દુનિયામાં જંગલને કાયદો પ્રવર્તાવ્યો. કાલઈ લે તે એ “લેશ્વેર ની ફિલસૂફીને “ડુક્કરની ફિલસૂફી” તરીકે વર્ણવી છે, પરંતુ જીવનવ્યવહાર અને વેપારજગારને આ ન કાયદો ઘડ્યો કોણે? મજૂરે છે તે એ નથી ઘડ્યો. એમાં એ બિચારા રંક લેકને કશેયે અવાજ નહોતે. બેવકૂફીભરી ભાવનાને નામે જેમને પિતાની સફળતામાં કશી દખલ નહોતી જોઈતી એવા ફાવેલા અગ્રગણ્ય ઉદ્યોગપતિઓનું એ કામ હતું. એટલે સ્વતંત્રતાને તથા મિલકતના હક્કોને નામે ખાનગી ઘરની ફરજિયાત સાફસૂફી તથા માલમાં થતી ભેળસેળની બાબતમાં વચ્ચે પડવાની સામે પણ તેમણે વિરોધ ઉઠાવ્યો. હમણાં જ હું મૂડીવાદ” શબ્દનો પ્રયોગ કરી ગયો. દુનિયાના બધા જ દેશોમાં અમુક પ્રકારનો મૂડીવાદ તે લાંબા કાળથી ચાલત આવ્યો હતે. મતલબ કે એકઠા કરવામાં આવેલા ધનથી ઉદ્યોગ–ધંધા ચાલતા હતા. પરંતુ પ્રચંડ યંત્ર અને ઉદ્યોગવાદના આગમન પછી
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy