SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ * જગતના ઇતિહાસનું રેખાદર્શન હતી એ વસ્તુ આપણે એમાંથી જોઈ શકીએ છીએ. આખી સમાજ વ્યવસ્થામાં ઊથલપાથલ થઈ ગઈ; નવા વર્ગો આગળ આવ્યા અને સત્તાધીશ બન્યા અને કારીગર વર્ગ કારખાનાને મજૂરવર્ગ બની ગયે. આ ઉપરાંત, નવું અર્થકારણ લકાની ધાર્મિક તેમ જ નૈતિક માન્યતાઓ પર ઘડવા લાગ્યું. જનસમુહની માન્યતાઓ તેમનાં હિત તથા વ ભાવનાને અનુરૂપ રહે છે, અને તેમના હાથમાં સત્તા આવે છે ત્યારે પોતાના વર્ગનાં હિતોનું રક્ષણ કરનારા કાયદા ઘડવાની તેઓ ખાસ કાળજી રાખે છે. બેશક, આ બધું ન્યાયીપણાના પૂરેપૂરા આડંબર સહિત કરવામાં આવે છે અને એ કાયદાની પાછળ મનુષ્યજાતનું હિત સાધવાન એક માત્ર આશય છે એમ ડોકી ડીકીને કહેવામાં આવે છે. હિંદના અંગ્રેજ વાઇસરૉયા તથા ખીજા અધિકારીએની આપણા પ્રત્યેની આવી શુભેચ્છાઓથી આપણે ધરાઈ ગયાં છીએ. હિંદના ભલા માટે તે કેટકેટલું કરી રહ્યા છે એ આપણને વારવાર સંભળાવવામાં આવે છે. પરંતુ સાથે સાથે ઑર્ડિનન્સ તથા સંગીનના બળથી તે આપણાં ઉપર રાજ્ય કરે છે અને આપણી પ્રજાનો જવન-રસ નિચાવે છે. આપણા મીનદારા પણ પોતાના ગણાતિયા ઉપરના તેમના અગાધ પ્રેમની વાતો કરે છે, પરંતુ તેમની પાસેથી ગન્ન ઉપરવટની સાંધ વસલ કરતાં અને ભૂખમરાથી તેમનું કેવળ હાર્ડપંજર જ બાકી રહે ત્યાં સુધી તેમને ચૂસતાં તેએ લેશમાત્ર પણ અચકાતા નથી. આપણા મૃડીદારો તથા મેટાં મેટાં કારખાનાંના માલિકા પણ પોતાના મન્ત્રા માટેની તેમની શુભેચ્છાનાં આપણી આગળ ભણગાં ફૂં" છે. પરંતુ તેમની એ શુભેચ્છા મજૂરને વધારે મજૂરી આપવામાં કે તેમની સ્થિતિ સુધારવામાં પરિણમતી નથી. બધા નફે નવી નવી મહેલાતા ચણવામાં વપરાય છે; મજૂરાનાં માટીનાં ઝૂંપડાં સુધારવામાં તેને ઉપયોગ થતો નથી. ΟΥ જ કઈ પણ કરવામાં જ્યારે લાભ હોય ત્યારે લોકા પોતાની જાતને તેમ જ ખીજાઓને કેવી રીતે છેતરે છે એ સાથે જ ભારે આશ્ચર્ય કારક છે. એટલે ૧૮મી સદીના તથા તે પછીના અંગ્રેજ માલિક તેમના મજૂરોની દશા સુધારવાના હરેક પ્રયાસોને વિધ કરતા આપણા જોવામાં આવે છે. કારખાનાંના તથા મજૂરાનાં રહેઠાણેાની સુધારણા કરવા માટેના કાયદાઓનો તેમણે વિરાધ કર્યાં અને દુઃખ તથા હાડમારીઓનાં કારણા દૂર કરવાની સમાજની ફરજ છે એ વસ્તુ સ્વીકારવાની તેમણે સાફ ના પાડી. માત્ર આળસુ લા જ દુઃખ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy