SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન થઈ ગયેલા રાજાએ તેને અંકુશમાં રાખે છે. માત્ર ઈગ્લેંડ અને કંઈક અંશે હેલેંડમાં આપખુદ રાજાઓને જેર કરવામાં આવ્યા હતા. ઔરંગઝેબ ગાદીએ આવ્યું તે વખતે ઇંગ્લંડમાં અલ્પજીવી પ્રવનતંત્ર ચાલતું હતું. ત્યાંના રાજા સલા ચાર્લ્સને શિરચ્છેદ કર્યા પછી એ પ્રજાતંત્ર હસ્તીમાં આવ્યું હતું અને ઔરંગઝેબના જ રાજ્યઅમલ દરમ્યાન રજો જેમ્સ ભાગી જવાથી તથા ૧૬૬૮ની સાલમાં પાર્લમેન્ટની છત થતાં ઇગ્લેંડની ક્રાંતિ પૂરી થઈ. ઇંગ્લંડમાં પાર્લામેન્ટ જેવી અર્ધ-પ્રજાકીય સંસ્થા હતી તેથી કરીને પ્રજાકીય લડતને ભારે મદદ મળી. પહેલાં ફયૂડલ ઉમરાવોની સામે અને પછીથી રાજાની સામે ખડું કરી શકાય એવું સંગતિ કંઈક તે દેશમાં હતું. પરંતુ યુરોપના બધા દેશોમાં પરિસ્થિતિ એથી ઊલટી જ હતી. ફાંસમાં હજી પણ ઔરંગઝેબને સમકાલીન મહાન સમ્રાટ ૧૪ લૂઈ રાજ્ય કરતે હતે. ઔરંગઝેબના લાંબા રાજ્યકાળ દરમ્યાન તેનો અમલ ચાલુ હતા અને તેના મરણ બાદ પણ આઠ વરસ સુધી તે જી હતે. લગભગ અઢારમી સદીની આખર સુધી ફ્રાંસમાં આપખુદ શાસન ચાલુ રહ્યું અને પછી ત્યાં આગળ કાંસની ક્રાંતિને જગજાહેર અને પ્રચંડ ઉત્પાત ફાટી નીકળે. આપણે જોઈ ગયા કે, સત્તરમી સદી એ જર્મની માંટે બહુ કઠણ અને વિષમ કાળ હતો. એ કાળ દરમ્યાન “ ૩૦ વરસનો વિગ્રહ” છે. એ વિગ્રહ જર્મનીને છિન્નભિન્ન કરી નાંખ્યું અને તેનું સત્યાનાશ વાળ્યું. અઢારમી સદી દરમ્યાન હિંદની પરિસ્થિતિ પણ કંઈક અંશે ૩૦ વરસના વિગ્રહના કાળની જર્મનીની પરિસ્થિતિ જેવી જ હતી. પરંતુ બન્ને વચ્ચે તદ્દન સામ્ય છે એમ ન કહી શકાય. બંને દેશમાં ત્યની આર્થિક વ્યવસ્થા પડી ભાંગી હતી અને જૂના ફયડલ વર્ગોનું મહત્ત્વ ઘટી ગયું હતું. હિંદુસ્તાનમાં પણ એ જ જાતની ક્યૂડલ વ્યવસ્થા તૂટતી જતી હતી. પરંતુ અહીંયાં લાંબા વખત સુધી તેને લેપ થયે નહિ. અને જ્યારે તે લગભગ નાશ પામી ત્યારે પણ તેનું બાહ્ય સ્વરૂપ ચાલુ રહ્યું. સાચે જ, હિંદુસ્તાનમાં તેમ જ યુરોપના કેટલાક ભાગોમાં ફડલ પ્રથાના ઘણા અવશેષે આજે પણ મેજૂદ છે. આ બધા આર્થિક ફેરફારને કારણે મેગલ સામ્રાજ્ય તૂટી ગયું પરંતુ આ તકને લાભ લઈને સત્તા હાથે કરે તે મૂર્ખવા મધ્યમ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy