SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ શીખ અને મરાઠા ૧૨ સપ્ટેમ્બર, ૧૯૩૨ ઔરંગઝેબના મૃત્યુ બાદ સે વરસ સુધી હિંદુસ્તાનની સ્થિતિ વિવિધરંગી ટુકડાઓને વિચિત્ર રીતે થાગડથીગડ કરી દેવામાં આવ્યા હોય તેવી હતી. એના રંગે અવારનવાર બદલાતા રહેતા હતા. પરંતુ મેઘધનુષના રંગપલટાની જેમ તે મનહર લાગતા નહોતા. ગમે તેવા ઉપાયે લેવાનું કે સાધનો અખત્યાર કરવાને લેશ માત્ર પણ વસવસે રાખ્યા વિના જે તક ઝડપી લેવા જેટલા બીટ અને હરામખોર હોય છે તેવા તફાની યા સાહસખોરો માટે આ કાળ આદર્શ મોકા સમાન હોય છે. આમ આખા હિંદમાં ઠેરઠેર આવા સાહસખોરો પેદા થયા. એમાંના કેટલાક હિંદના જ વતનીઓ હતા, કેટલાક હિંદની વાયવ્ય સરહદ તરફથી આવ્યા હતા અને અંગ્રેજ અને ફ્રેંચ વગેરે દરિયા પારથી આવ્યા હતા. એમને પ્રત્યેક માણસ અથવા તે સમૂહ પિતાપિતાને હાથ મારી લેવાને અને બાકીના બીજાઓનું નિકંદન કાઢવાને તત્પર હતે. કેટલીકવાર ત્રીજાને કચડી નાખવાને બે મળી જતા અને પછીથી તેઓ આપસમાં લડી મરતા. રાજ્ય મેળવવા માટે, જલદીથી તલવંત થઈ જવા માટે તથા લૂંટફાટ કરવા માટે તનતોડ પ્રયાસ થઈ રહ્યા હતા. સામાન્ય રીતે આ બધું છડેચક અને બેશરમ રીતે ચાલતું હતું અને કેટલીક વાર વેપારના લૂલા બહાના નીચે ચાલતું. અને આ બધાની પાછળ મોગલ સામ્રાજ્ય ધીમે ધીમે લુપ્ત થતું જતું હતું અને નામશેષ થયેલે મોગલ સમ્રાટ રંક પેન્શનર યા તે બીજાઓના હાથમાં કેદી બની ગયો હતો. પરંતુ આ બધી ઊથલપાથલ ખળભળાટ અને વમળ ભીતરમાં ચાલી રહેલી ક્રાંતિનાં છતાં થયેલાં ચિહ્નો હતાં. જૂનું આર્થિક તંત્ર પડી ભાંગ્યું હતું અને ફયૂડલ પ્રથાના દહાડા હવે ભરાઈ ચૂક્યા હતા તથા તે નાશ પામતી જતી હતી. દેશમાં ઊભી થયેલી નવી પરિસ્થિતિને તે અનુકૂળ નહોતી. આપણે યુરોપમાં પણ આ ક્રિયા ઈગયાં છીએ. ત્યાં આગળ વેપારી વર્ગ પ્રગતિ કરી રહ્યો હતે અને છેવટે નિરંકુશ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy