SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૧ Sઇ ૧૩. દક્ષિણ હિંદનાં રાજ પછી વિજયનગરના સામ્રાજ્યને અંત આવ્યે તથા એ ભવ્ય અને રમણીય શહેર પણ સંપૂર્ણપણે નાશ પામ્યું પરંતુ એકત્ર થયેલાં વિજયી રામે થોડા જ વખતમાં મહેમાંહે વઢી પડ્યાં અને તેઓ એકબીજા સામે યુદ્ધે ચડ્યાં. થેડા જ વખતમાં દિલ્હીના મેગલ સામ્રાજ્યના પંજામાં તે બધાં સપડાયાં. તેમના ઉપર બીજી આફત ફિરંગીઓ તરફથી આવી. ૧૫૧૦ની સાલમાં ફિરંગીઓએ ગેવા સર કર્યું. ગોવા બિજાપુર રાજ્યમાં હતું. તેમને ત્યાંથી હાંકી કાઢવાના અનેક પ્રયાસો થયા છતાં ફિરંગીઓ ગાવામાં ટકી રહ્યા અને તેમના આગેવાન અલ્બક – તેને “પૂર્વને સૂબ” એ આડંબરી ઇલકાબ આપવામાં આવ્યો હત– ઘણું ઉપજાવે એવી કરતા દાખવી. ફિરંગીઓએ લેકની સામુદાયિક કતલ કરી અને તેમણે સ્ત્રીઓ તથા બાળકોને પણ છોડ્યાં નહિ. તે દિવસથી હજી પણ ફિરંગીઓ ગોવામાં રહ્યા છે. આ દક્ષિણનાં રાજ્યોમાં – ખાસ કરીને ગોલકોંડા, વિજયનગર અને બિજાપુરમાં સુંદર ઇમારતો બાંધવામાં આવી હતી. ગલકાંડા આજે ખંડેર થઈને પડયું છે, બિજાપુરમાં એમાંની ઘણી સુંદર ઇમારતો હજુયે મેજૂદ છે અને વિજયનગર તો ધૂળભેગું થઈ ગયું છે અને તેનું નામનિશાન પણ બાકી રહ્યું નથી. આ અરસામાં ગલકાંડાની પાસે હૈદરાબાદ શહેર સ્થપાયું. એમ કહેવાય છે કે દક્ષિણના કારીગર તથા શિલ્પીઓ પાછળના વખતમાં ઉત્તર તરફ ગયા હતા અને તેમણે આગ્રાને તાજમહલ બાંધવામાં પિતાનો ફાળો આપ્યો હતો. - એકબીજાના ધર્મ પ્રત્યે એ સમયે સામાન્યપણે સહિષ્ણુતાભર્યું વલણ પ્રવર્તતું હતું પરંતુ પ્રસંગોપાત્ત ધર્માધતા અને અસહિષ્ણુતાને ઉપદ્રવ ફાટી નીકળતું. યુદ્ધકાળમાં ઘણી વાર ભીષણ કતલ અને સંહાર થતું પરંતુ એ જાણવા જેવું છે કે બિજાપુરના મુસલમાની રાજ્યમાં હિંદુઓનું ઘડેસવાર સૈન્ય હતું અને વિજયનગરના હિંદુ રાજ્યમાં બેડું મુસલમાન લશ્કર હતું. એ સમયે ઉચ્ચ કોટીની સભ્યતા ખીલી હોય એમ જણાય છે, પરંતુ તે કેવળ તવંગેરેને ઠાઠ હતો અને ખેતરમાં કામ કરતા મજૂર કે ખેડૂતને તેમાં કશું સ્થાન નહોતું. તે સાવ કંગાળ હતા, પણ એમ છતાંયે, હમેશાં બનતું આવ્યું છે તેમ તવંગરના ભારે વૈભવવિલાસને સઘળો જે તે ઉઠાવતે હતે.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy