SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ કારડીઆ અને ગ્રેનેડા ३२७ આરાના અમલ સ્પેનમાં ચાલુ રહ્યો પરંતુ તેઓ ત્યાંથી આગળ વધી શક્યા નહિ. આ રીતે જે ઠેઠ આફ્રિકાથી માંડીને છેક મોંગોલિયાની સરહદ સુધી વિસ્તર્યું હતું તે આરબ સામ્રાજ્યનું સ્પેન એક અંગ બની ગયું. પરંતુ એ સ્થિતિ લાંખા કાળ ટકી નહિ. અરબસ્તાનમાં આંતરવિગ્રહ સળગ્યા હતા અને અબ્બાસીએ ઉમૈયા ખલીફાને હાંકી કાઢ્યા હતા એ તા તને યાદ હશે. સ્પેનના સૂક્ષ્મ ઉમૈયા ખાનદાનનેા હતો. તેણે નવા અબ્બાસી ખલીફને માન્ય રાખવાની ના પાડી. આ રીતે સ્પેન આરબ સામ્રાજ્યમાંથી છૂટું થઈ ગયું અને બગદાદને ખલીફ ત્યાંથી એટલા બધા દૂર હતા તથા પોતાની ખીજી અનેક જંજાળામાં તે એટલે બધા ગૂંચવાયેલા હતા કે તેનાથી એ બાબતમાં કશું થઈ શકે એમ નહાતું. બગદાદ અને સ્પેન વચ્ચેની કડવાશ ચાલુ જ રહી અને એ અને આરબ રાજ્યેા કસોટીની ઘડીએ એકબીજાને સહાય કરવાને બદલે એકખીજાની મુશ્કેલીમાં રાચવા લાગ્યાં. પોતાના વતનથી આમ અલગ થઈ જવાનું સ્પેનના આરોનું પગલું કઈંક અવિચારી સાહસ જેવું હતું. તેઓ દૂર દેશમાં પરાઈ પ્રજા વચ્ચે વસ્યા હતા અને ચાપાસ દુશ્મનેાથી ધેરાયલા હતા. તેમની સંખ્યા પણ અલ્પ હતી. મુસીબત કે જોખમની પળે તેમની વહારે ધાનાર કાઈ નહોતું. પરંતુ તે કાળમાં તેમનામાં અખૂટ આત્મવિશ્વાસ હતા અને આવાં જોખમેાની તેમને લગીરે પરવા નહોતી. સાચું પૂછતાં, ઉત્તરની ખ્રિસ્તી પ્રજાએના સતત માણુ હ્તાંયે, અજબ રીતે તે એકલે હાથે ટકી રહ્યા અને લગભગ પાંચસે વરસ સુધી સ્પેનના મોટા ભાગ ઉપર તેમણે પોતાની સત્તા ટકાવી રાખી, એ પછી પણ ખીજાં બસે વરસ સુધી સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલા એક નાનકડા રાજ્યમાં તેમણે પોતાની સત્તા ટકાવી રાખી. આ રીતે વાસ્તવમાં તેઓ બગદાદના મહાન સામ્રાજ્ય કરતાંયે વધારે વખત ટકી રહ્યા તથા ખુદ બગદાદ શહેર પણ આરએ સ્પેનમાંથી છેવટના વિદાય થયા તે પહેલાં કેટલાયે વખતથી ધૂળ ભેગુ થઈ ગયું હતું. આરબ લોકોએ સાતસો વરસ સુધી સ્પેનના મેટા ભાગ ઉપર અમલ કર્યાં એ તાજુબ કરે એવી વાત છે. પરંતુ સ્પેનના આરએએ અથવા મૂર લોકોએ ( સ્પેનના આરને મૂર કહેવામાં આવતા) જે ઉચ્ચ કક્ષાની સંસ્કૃતિ તથા સુધારે ખીલવ્યાં તે તે વળી એથીયે વધારે તાળુબ કરનારાં અને આનંદજનક છે
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy